બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Harmanpreet burst into tears after losing in the semi-finals, said I don't want the country to see me like this

ક્રિકેટ / VIDEO: સેમિફાઇનલમાં આવીને હાર મળતા ધ્રુસકે-ધ્રુસકે રડી પડી હરમનપ્રીત, કહ્યું હું નથી ઈચ્છતી કે દેશ મને આ રીતે જુએ...

Megha

Last Updated: 03:58 PM, 24 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ ચેમ્પિયનની સેમિફાઇનલ મેચમાં બીમાર હોવા છતાં મેદાન પર બેટ વડે તોફાની ઈનિંગ રમનાર કેપ્ટન હરમનપ્રીત કૌર મેચ બાદ અંજુમ ચોપરાને ગળે લગાવીને રડી પડી હતી.

  • ટીમ ઈન્ડિયાને 5 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો
  • મેચ બાદ કેપ્ટન હરમનપ્રીત કૌર રડી પડી 
  • ICCએ શેર કર્યો વિડીયો 

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ફરી એકવાર વર્લ્ડ ચેમ્પિયન બનવાથી ચૂકી ગઈ છે. જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ગઇકાલની એ મેચ ઘણી રોમાંચક હતી. એક સમયે જીતની નજીક પંહોચેલ ટીમ ઈન્ડિયાને 5 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. 

મેચ બાદ હરમનપ્રીત કૌર રડી પડી 
વર્લ્ડ ચેમ્પિયનની સેમિફાઇનલ મેચમાં બીમાર હોવા છતાં મેદાન પર બેટ વડે તોફાની ઈનિંગ રમનાર કેપ્ટન હરમનપ્રીત કૌર મેચ બાદ પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શકી ન હતી અને મેચ બાદ ટીમ ઈન્ડિયાની પૂર્વ કેપ્ટન અંજુમ ચોપરાને ગળે મળીને રડતી જોવા મળી હતી. જો કે ટીમ ઈન્ડિયાના દરેક સભ્યોની આવી જ હાલત હતી. હાલ સોશ્યલ મીડિયા પર હરમનપ્રીત કૌરનો રડતો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

ICCએ શેર કર્યો વિડીયો 
જણાવી દઈએ કે મેચ પછીની એ પળનો વિડિયો ICCએ તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. હાલ વાયરલ થયેલ એ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌર સિનિયર પાર્ટનર અને ટૂર્નામેન્ટમાં હિન્દી કોમેન્ટ્રી કરી રહેલી અંજુમ ચોપરાને ગળે લગાવીને રડી રહી હતી. જો કે આ સાથે અંજુમની પણ આવી જ સ્થિતિ હતી. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે જ્યારે ટીમ ઈન્ડિયાની હાર થઈ ત્યારે અંજુમ ચોપરા એટલી દુઃખી હતી કે ક તેના મોઢામાંથી શબ્દો જ નીકળી શક્યા ન હતા.

અંજુમ ચોપરાએ હરમનપ્રીત કૌર વિશે કહી આ વાત 
હાલ વાયરલ થયેલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે  અંજુમ ચોપરા સતત આંખો મીંચીને પોતાના આંસુને રોકવાનો પ્રયત્ન કરી રહી હતી અને જ્યારે એમને હરમન વિશે પૂછવામાં આવ્યું એ સમયે તેને કહ્યું કે એ બસ ટીમ ઈન્ડિયાની કેપ્ટનને ઈમોશનલ સપોર્ટ કરવા માંગતી હતી. મેચ પહેલાથી જ હરમનની તબિયત ખરાબ હતી એ છતાં તે રમી. જો બીજી કોઈ મેચ હોત તો તે શેડ તેમ ભાંગ ન લેટ પણ સેમિફાઇનલ હતું એટલા માટે તે મેચનો હિસ્સો બની હતી. 

હું નથી ઇચ્છતી કે દેશના લોકો મને રડતા જુએ
વર્લ્ડ કપ સેમિફાઈનલમાં હાર બાદ ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું કે 'હું નથી ઇચ્છતી કે દેશના લોકો મને રડતા જુએ એટલા માટે મેં સનગ્લાસ પહેર્યા છે. હું વચન આપું છું કે અમે વધુ મહેનત કરીશું અને દેશને ફરીથી આ રીતે નિરાશ નહીં થવા દઈએ'

જણાવી દઈએ કે મેચમાં પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 4 વિકેટે 172 રન બનાવ્યા હતા અને તેની સામે ટીમ ઈન્ડિયા 8 વિકેટના નુકસાને 167 રન બનાવી શકી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ