બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Assembly election 2023 / ગુજરાત / અમદાવાદ / Hardik Patel held a meeting before filling the form in Viramgam

ઇલેક્શન 2022 / હું ધારાસભ્યનો પગાર નહીં લઉં, વિરમગામ બને અલગ જિલ્લો: હાર્દિક પટેલનો હુંકાર, જુઓ શું કહ્યું

Malay

Last Updated: 12:41 PM, 15 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરમગામ બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા હાર્દિક પટેલની વિરમગામમાં જાહેર સભા યોજાઈ હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, હું સમાજસેવા કરવા માટે રાજકારણમાં આવ્યો છું, ધારાસભ્યને મળતા પગારની મારે નથી જરૂર. મને મળશે તે પગાર હું સમાજસેવામાં વાપરીશ.

  • વિરમગામમાં ફોર્મ ભરતા પહેલા હાર્દિક પટેલની યોજાઈ સભા
  • મને મળશે તે પગાર હું સમાજસેવામાં વાપરીશ: હાર્દિક પટેલ
  • હું સમાજસેવા કરવા માટે રાજકારણમાં આવ્યો છું: પટેલ

ગુજરાત વિધાનસભાની ચૂટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. એવામાં તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. આ વખતે ભાજપે વિરમગામ બેઠક પરથી પાટીદાર નેતા હાર્દિક પટેલને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે હાર્દિક પટેલના ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા આજે વિરમગામમાં એક જાહેરસભાનું આયોજન કરાયું હતું. આ તકે પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, સુરેન્દ્રનગરના સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરા, ગાંધીનગર દક્ષિણ બેઠકના ઉમેદવાર અલ્પેશ ઠાકોર સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, કાર્યકરો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. 

'હું ફોર્મ ભરવા નથી જતો, પરંતુ 3 લાખ લોકો જઈ રહ્યા છે'
જાહેરસભામાં સ્ટેજ પરથી હાર્દિક પટેલે કહ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદી અને દેશના મક્કમ ગૃહમંત્રી અમિતભાઈ શાહે મને વિરમગામના સૌથી નાના ઉમેદવાર તરીકે જ્યારે પસંદ કર્યો, ત્યારથી મારી જવાબદારી બને છે કે આજે માત્ર હું ફોર્મ ભરવા નથી જતો, પરંતુ વિરમગામ વિધાનસભાના ખાસ કરીને માંડલ, દેત્રોજ, વિરમગામ અને નળકાંઠાના ત્રણ લાખ લોકો ફોર્મ ભરવા જઈ રહ્યા છે. 

પગાર હું સેવામાં વાપરીશઃ હાર્દિક પટેલ
હાર્દિક પટેલે કહ્યું હતું કે, 'મેં મારા એફિડિવેટમાં એ પણ કહ્યું છે કે 1 લાખ 25 હજાર રૂપિયાનો જે પગાર એક ધારાસભ્ય તરીકે મળતો હોય છે, એ પગાર હું વિરમગામ, દેત્રોજ અને માંડલની પાંજરાપોળમાં, સમાજિક સંસ્થાઓમાં, શિક્ષણ-સમાજસેવા પાછળ વાપરી નાખીશ. મારે આ પૈસાની જરૂર નથી.'

જો વિરમગામમાં વ્યવસ્થા હોત તો વિરગામ ક્યારેય ખાલી ન થાયઃ પટેલ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે વિરમગામ એક સમયે એવડુ મોટું વિરમગામ કહેવાતું, એક સમયે કડીવાળા આપણા વિરમગામમાં હટાણું કરવા આવતા હતા. એક સમયે વિરમગામમાં એટલી બધી લોજો હતી, લોકો ત્યાં જઈને પરોઠા શાક ખાતા હતા. આજે દુઃખ સાથે કહેવું પડે વિરમગામમાં લોજો પણ નથી રહી, કેમ કે લોકો હવે ખરીદી કરવા આવતા નથી. લગભગ વિરમગામથી અમદાવાદ વેપાર-ધંધો કરવા જતા રહ્યા. જો વિરમગામની અંદર બધી વ્યવસ્થા હોયને તો આપણું વિરમગામ ક્યારેય ખાલી ન થાય.  

હાર્દિક પટેલે કહ્યું કે, હું જે બોલું છું એ કરીને બતાવું છું અને જેટલા લોકોએ મારા વિરોધમાં જે પણ કહ્યું મારો વિરોધ કરશે તો ચાલશે, મને બદનામ કરશો તો ચાલશે તો ચાલશે પણ હવે મારા વિરમગામ, દેત્રોજ અને માંડલને બદનામ કર્યું તો ક્યારેય પણ નહીં ચાલે. કેમકે આ ત્રણેય તાલુકાને હવે સર્વશ્રેષ્ઠ તાલુકા બનાવાના છે.  વિરમગામ જો જિલ્લો બનશે તો હજારો કરોડની ગ્રાન્ટ આવશે, વિરમગામની અંદર પૈસા આવશે તો વિકાસ દેખાશે. આપણા વર્તમાન ધારાસભ્ય કહે છે કે હું લેખિત અરજી કરું છું તો કોઈ સાંભળતા નથી. અરજી નહીં આંદોલન કરવા પડે. 

વિરમગામમાં હાર્દિક પટેલની જનસભા

જુઓ હાર્દિક પટેલની કેવી રહી છે રાજકીય સફર?

  • હાર્દિક પટેલ ગુજરાતના યુવા પાટીદાર નેતા છે
  • હાર્દિક પટેલ PAASના સ્થાપક અને સંયોજક છે
  • હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હતા
  • વીસનગરમાં 2015માં યોજાયેલી રેલીથી હાર્દિક પટેલ લોકપ્રિય થયા
  • હાર્દિક પટેલે 25 ઓગસ્ટે 2015ના અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં અનામતની માગણી સાથે જાહેર રેલી યોજી હતી
  • અમદાવાદના GMDC ગ્રાઉન્ડની રેલી બાદ હાર્દિકનું નામ દેશભરમાં જાણીતું થયું હતું
  • GMDCની રેલી બાદ રાજ્યભરમાં મોટાપાયે તોફાનો થયા હતા
  • આ તોફાનોમાં 14 પાટીદાર યુવાનોના મૃત્યુ થયા હતા
  • હાર્દિક પટેલ સામે રાજ્યભરમાં 56 FIR નોંધાઇ હતી
  • હાર્દિક પટેલ તડીપારીના આદેશને લીધે છ મહિના રાજસ્થાનમાં રહ્યા હતા
  • હાર્દિક પટેલ નવ મહિના સુધી રાજદ્રોહના કેસમાં જેલમાં રહ્યા હતા
  • હાર્દિક પટેલને રાજદ્રોહના આરોપસર સુરતના લાજપોર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા
  • આનંદીબહેન પટેલને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજીનામું અપાવવામાં હાર્દિક પટેલે મોટો ભાગ ભજવ્યો હતો
  • 2019માં લોકસભાની ચૂંટણી પહેલાં ગાંધીનગરમાં એક રેલી દરમિયાન હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા હતા
  • કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા
  • બાદમાં છેલ્લાં કેટલાંય સમયથી નારાજ ચાલી રહેલા હાર્દિકે 18 મે 2022ના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.
  • 02 જૂન 2022ના રોજ કમલમ ખાતે ભાજપમાં જોડાયા હતા.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ