બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / hardik patel has meeting with congress high command

બેઠક / નારાજગીના સમાચાર વચ્ચે હાર્દિક પટેલ પહોંચ્યા દિલ્હી, કોંગ્રેસ હાઇકમાન્ડે જુઓ શું આપી પ્રતિક્રિયા

Khyati

Last Updated: 12:33 PM, 18 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસથી કથિત નારાજગી વચ્ચે હાર્દિક પટેલે હાઇકમાન્ડ સાથે કરી બેઠક,હાર્દિક પટેલે અવગણના થતી હોવાની કરી ફરિયાદ

  • દિલ્લીમાં હાર્દિકે કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે કરી બેઠક
  • હાર્દિક પટેલે અવગણના થતી હોવાની કરી ફરિયાદ
  • કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે.સી. વેણુગોપાલ સમક્ષ કરી ફરિયાદ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ગુજરાત કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઇ છે. ચૂંટણી નજીક આવતા પક્ષ પલટો અને નારાજગીનો દોર શરુ થઇ ગયો છે. ત્યારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ પંજાનો સાથ છોડી શકે છે તેવી ચર્ચાઓ શરૂ થઇ છે.  હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ હોવાના સંકેત આપી રહ્યા છે આ વચ્ચે  એક મહત્વના સમાચાર સામે આવ્યા છે.

હાઇકમાન્ડ સાથે હાર્દિકે કરી બેઠક

એક તરફ ખોડલધામના નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવા સંકેતો મળી રહ્યા છે એવામાં કોંગ્રેસથી કથિત રીતે નારાજ ચાલતા હાર્દિક પટેલે તેમની સાથે બેઠક યોજી હતી. રાજકોટમાં 3 કલાક સુધી હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ હતી. જે બાદ હાર્દિક પટેલ દિલ્લી પહોંચ્યા હતા. દિલ્લીમાં હાર્દિકે કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે બેઠક કરી હતી. હાર્દિક પટેલે અવગણના થતી હોવાની ફરિયાદ કરી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે.સી. વેણુગોપાલ સમક્ષ ફરિયાદ કરી હતી. તો સામે  કે.સી. વેણુગોપાલે હાર્દિકને પક્ષને નુકસાન થાય તેવા નિવેદનો જાહેરમાં ન કરવા ઠપકો આપ્યો હતો.

હાર્દિક પટેલે પ્રભારી રઘુ શર્માને પણ કરી ફરિયાદ

હાર્દિકે પોતાની ફરિયાદોની રજૂઆત પ્રભારી રઘુ શર્માને પણ કરી હતી.  ત્યારે હવે હાઇ કમાન્ડ હાર્દિકની ફરિયાદ અંગે હાઇકમાન્ડ રઘુ શર્મા પાસે રિપોર્ટ માંગશે તેમજ આગામી સમયમાં હાર્દિક પટેલની જવાબદારી પણ નક્કી કરાશે. તો આ તરફ હાર્દિકની રજૂઆત બદલ  ફરિયાદોનું નિરાકરણ લાવવા વેણુગોપાલે પણ હાર્દિકને ખાતરી આપી હતી. 

 

હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે બેઠક

હાર્દિક પટેલની કથિત નારાજગી વચ્ચે  રાજકોટમાં  3 કલાક સુધી હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ હતી.  આ બેઠક રાજકોટમાં નરેશ પટેલના નિવાસ્થાને યોજાઈ હતી. બન્ને પાટીદાર નેતાઓની બેઠકને લઈ અનેક અટકળો લગાવવામાં આવી  હતી.. આપને જણાવી દઈએ કે, નરેશ પટેલને કોંગ્રેસમાં જોડવા માટે હાર્દિક પટેલે અગાઉ ખુબ પ્રયાસો કર્યા હતા. જેમાં હાર્દિકે જાહેરમાં નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા આહ્વાન કર્યુ હતુ. પરંતુ ત્યાર બાદ હાર્દિકની કોંગ્રેસ સાથે કથિત નારાજગી હોવાનુ પણ સામે આવ્યુ હતુ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ