બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / Hardik got the power of the captain or what? Rohit Sharma ran a lot in the field

VIDEO / 'પાછો જા', હાર્દિકને કેપ્ટનનો પાવર ચઢ્યો કે શું? રોહિત શર્માને મેદાનમાં ખૂબ દોડાવ્યો

Vishal Khamar

Last Updated: 03:06 PM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં રવિવારે રમાયેલી IPL 2024ની મેચમાં ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઈન્ડિયન્સને 6 રનથી હરાવ્યું હતું. મેચમાં ઘણી એવી ઘટનાઓ બની. જેણે ઘણી હેડલાઈન્સ બનાવી. સૌથી પહેલા તો મેચ દરમિયાન એક કૂતરુ મેદાનમાં ઘુસી ગયું. જેના કારણે મેચને થોડીવાર રોકવી પડી. બીજા વિડિયોમાં પંડ્યા ભૂતપૂર્વ MI કેપ્ટન રોહિત શર્માની નીચે દોડતા જોવા મળે છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માં રવિવારે (24 માર્ચ) ના રોજ ગુજરાત ટાઇટન્સ (GT) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) વચ્ચે ખૂબ જ રોમાંચક મેચ રમાઈ હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં શુભમન ગિલની કેપ્ટન્સીમાં ગુજરાતની ટીમે 6 રનથી જીત મેળવી હતી.

પરંતુ આ મેચમાં આવી ઘણી ઘટનાઓ બની. જેણે સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઈન્સ બનાવી. મેચની પ્રથમ ઇનિંગમાં સૌથી પહેલા એક કૂતરુ મેદાનમાં ઘુસી ગયું હતું. જેના કારણે મેચને થોડીવાર રોકવી પડી હતી.

કૂતરુ મેદાનમાં પ્રવેશ્યુ, પંડ્યા મજાક કરતો જોવા મળ્યો
આ કૂતરુ મેદાનમાં દોડી રહ્યું હતું. જેનાથી હાર્દિક પંડ્યા પણ મૂંઝવણમાં જોવા મળ્યો. તેના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં જોઈ શકાય છે કે પંડ્યા રમુજી અંદાજમાં કૂતરાને પોતાની પાસે બોલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. રોહિત પણ તે કૂતરાનો પીછો કરતા જોવા મળ્યા હતા.

બીજી તરફ ગ્રાઉન્ડ સ્ટાફ તરત જ ગ્રાઉન્ડ પર આવી ગયો હતો અને કૂતરાને બહાર કાઢ્યું હતું. આ સમગ્ર ઘટના ગુજરાત ટાઇટન્સની ઇનિંગ દરમિયાન 15મી ઓવરમાં બની હતી. ત્યારે સાઈ સુદર્શન અને ડેવિડ મિલર બેટિંગ કરી રહ્યા હતા. હાર્દિક પંડ્યા પોતે બોલિંગ કરી રહ્યો હતો.

'હાર્દિક કેપ્ટન છે, રોહિતે હટવું પડશે'
આ સિવાય મેચનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેપ્ટન પંડ્યા પોતાની મુંબઈ ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્માને ફિલ્ડિંગ માટે મેદાન પર દોડતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે રોહિતના ફેન્સને પસંદ નથી આવી રહ્યો. તેમજ પંડ્યાની ભારે ટીકા થઈ રહી છે.

વધુ વાંચોઃ દર્શકોએ હાર્દિક પંડયાને ખીજવ્યો, ઢોલના તાલે જોરશોરથી લગાવ્યા રોહિત રોહિતના નારા, જુઓ વીડિયો

હાર્દિક પંડ્યા ફિલ્ડિંગ કરતી વખતે રોહિતને પાછા જવા માટે કહે છે.  ત્યારે રોહિત મૂંઝાઈ જાય છે અને પૂછે છે. આ પછી તેઓ પાછળની તરફ જાય છે. આ દરમિયાન કોમેન્ટેટર કહે છે, રોહિત હવે હાર્દિક કેપ્ટન છે. તમારે પાછળની તરફ જવું પડશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ