બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ધર્મ / guru asta in pieces know more about its negative impact on 6 zodiac signs

ગુરુ અસ્ત / દેવ ગુરુ બૃહસ્પતિ થશે અસ્ત, આ 6 રાશિઓ પર 1 મહિના સુધી નકારાત્મક પ્રભાવ પડશે, થઇ શકે છે ભારે નુકસાન

Bijal Vyas

Last Updated: 01:22 PM, 27 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્રમાં દેવ ગુરુ બૃહસ્પતિને શિક્ષા, વિવાહ, સંતાન, ધન, ભાગ્યનો કારક ગ્રહ માનવામાં આવે છે

  • બૃહસ્પતિ ગ્રહનુ અસ્ત થવા પર શુભ માનવામાં આવતુ નથી
  • દેવ ગુરુ બૃહસ્પતિના અસ્ત થવા પર અનેક રાશિઓના જીવનમાં 1 મહિના સુધી નકારાત્મક પ્રભાવ પડે છે

ગ્રહ ગુરુ પોતાની રાશિ મીનમાં 28 તારીખ અસ્ત થવા જઇ રહ્યો છે અને તેની આ અવસ્થા 22 એપ્રિલના રોજ ગુરુ મેષ રાશિમાં પ્રવેશ કરશે અને 27 એપ્રિલે ઉદય થશે. જ્યોતિષ શાસ્ત્રમાં દેવ ગુરુ બૃહસ્પતિને શિક્ષા, વિવાહ, સંતાન, ધન, ભાગ્યનો કારક ગ્રહ માનવામાં આવે છે. દેવગુરુ બૃહસ્પતિ સૂર્યથી 11 અંશ કે તેનાથી પણ વધારે નજીક આવે છે તો તેની જાતે જ અસ્ત થઇ જાય છે. આ દરમિયાન તે પોતાની શક્તિઓ ખોલવા લાગે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, દેવ ગુરુ બૃહસ્પતિના અસ્ત થવા પર અસર સમસ્ત પ્રાણીઓના જીવન પર પડે છે. તેના કારણોથી બૃહસ્પતિ ગ્રહનુ અસ્ત થવા પર શુભ માનવામાં આવતુ નથી. દેવ ગુરુ બૃહસ્પતિના અસ્ત થવા પર અનેક રાશિઓના જીવનમાં 1 મહિના સુધી નકારાત્મક પ્રભાવ પડે છે. તો આવો જ્યોતિષ અનુસાર જાણીએ કે કઇ રાશિને કેવા પ્રભાવ પડશે. 

આ 6 રાશિઓ પર પડશે પ્રભાવ 
1. મેષ રાશિઃ
ગુરુ ગ્રહના અસ્ત થવાના કારણથી મેષ રાશિવાળાને મિશ્ર પરિણામ પ્રાપ્ત થશે. ભાગ્ય સાથ નહીં આપે, માતા-પિતા અને ગુરુજનો તરફથી પણ સહયોગ નહીં મળે, મહેનત કરશો છંતા યોગ્ય પરિણામની પ્રાપ્તી નહીં થાય. મન વિચલિત રહેશે. આધ્યાત્મિક ગતિવિધિઓ પર મન ઓછુ લાગશે. જો તમે તીર્થ યાત્રા, વિદેશ યાત્રા જવાનું વિચારી રહ્યાં હોય તો તે રદ કરવુ જ તમારા માટે હિતાવહ રહેશે. 

2. વૃષભ રાશિઃ વૃષભ રાશિમાં ગુરુ ગ્રહ આઠમાં અને 11માં ભાવનો સ્વામી છે અને 11માં ભાવમાં જ અસ્ત થશે. આ કારણે વૃષભ રાશિવાળાના સારા અને ખરાબ બંને પરિણામો મળી શકે છે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારા ખર્ચમાં કંટ્રોલ કરવાની જરુર છે, તમારે આ સમયે તમને ભાઇ-બહેન કે મિત્રોની મદદ મળશે નહીં. 

3. કન્યા રાશિઃ ગુરુ ગ્રહના અસ્ત થવાથી કન્યા રાશિના જાતકો પોતાના જીવનસાથી અને માતાના સ્વાસ્થ્યને લઇ ચિંતા અનુભવી શકે છે. ઘરમાં ક્લેશની સ્થિતિ ઉભી થઇ શકે છે. વિવાહિત લોકોના જીવનમાં મુશ્કેલી આવી શકે છે. ઘર અને બહાર કોઇ પણ રીતે વાદ-વિવાદથી બચો, ખર્ચમાં વધારો થઇ શકે છે. પોતાની વાતને બીજા લોકોની સામે સ્પષ્ટ રીતે રજૂ કરો. 

4. મિથુન રાશિઃ મિથુન રાશિમાં ગુરુ ગ્રહ સાતમાં અને દશમાં ભાવમાં સ્વામી છે અને દસમાં ભાવમાં અસ્ત થવા જઇ રહ્યાં છે. દસમાં ભાવમાં ગુરુના અસ્ત થવાથી મિથુન રાશિવાળાને ઉન્નતિમાં પરેશાનીઓ આવી શકે છે. તમારે તમારા કાર્યક્ષેત્રમાં વધારે મહેનત કરવી પડશે, આ દરમિયાન તમારે તમારા શત્રુથી પરેશાની થઇ શકે છે. આ ઉપરાંત ગુરુના અસ્ત થવાથી તમારા વૈવાહિક જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. 

5. મકર રાશિઃ ગુરુ ગ્રહના અસ્ત થવાના કારણે મકર રાશિવાળા પોતોના જીવનસાથીથી પરેશાનીઓ આવી શકે છે. નાના-ભાઇ બહેનોની સાથે સંબંધ ખરાબ થઇ શકે છે. આર્થિક મુદ્દાને લઇ બહેસ ના કરો. આ સમયે તમને આત્મવિશ્વાસની અછત થશે. તે સાથે તમે માનસિક તણાવનો શિકાર બની શકો છો. કોર્ટ કચેરીની સરખામણીમાં થવાથી પોતાને બચાવો. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ