બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat tops export performance pillar, state's 4 districts among India's top ten districts, see which ones

EPI 2022 / એક્સપોર્ટ પર્ફોર્મન્સ પિલરમાં ગુજરાતનો ડંકો, ભારતના ટોચના દસ જિલ્લાઓમાં રાજ્યના 4 જિલ્લાઓ, જુઓ કયા કયા

Vishal Khamar

Last Updated: 08:03 PM, 18 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક્સપોર્ટ પર્ફોર્મન્સ પિલરમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. ત્યારે EPI 2022 માં ભારતનાં ટોચનાં 10 જીલ્લાઓમાં ગુજરાતનાં 4 જીલ્લાઓ છે. જેમાં જામનગરનો ફાળો સૌથી વધુ છે. જે આંધ્રપ્રદેશ, ઓડિશા અને હરિયાણાની કુલ યોગદાનની સમકક્ષ છે.

  • 2021-22 માટે EPI 2022 મૂલ્યાંકન હાથ ધરવામાં આવ્યું 
  • ગુજરાતે EPI 2022 માં પ્રથમ અને પોલિસી પિલરમાં બીજો ક્રમાંક મેળવ્યો
  • EPI 2022 માં ટોચના દસ જિલ્લાઓમાં ગુજરાતના 4 જિલ્લાઓ

એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ (EPI) એ ચાર મુખ્ય આધારસ્તંભો (પિલર્સ)માં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ એટલે કે નિકાસ સજ્જતાનું મૂલ્યાંકન કરવા માટેનું વ્યાપક આકારણી માળખું છે. આ ચાર સ્તંભોમાં પોલિસી, બિઝનેસ ઇકોસિસ્ટમ, એક્સપોર્ટ ઇકોસિસ્ટમ અને એક્સપોર્ટ પર્ફોર્મન્સનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ (FY) 2021-22 માટે EPI 2022 મૂલ્યાંકન હાથ ધરવામાં આવ્યું હતું અને નીતિ આયોગ દ્વારા 17 જુલાઈ, 2023ના રોજ તેની જાહેરાત કરવામાં આવી હતી.


EPI  માં ગુજરાતે પ્રથમ અને પોલિસી પિલરમાં બીજો ક્રમાંક મેળવ્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે એક્સપોર્ટ પર્ફોર્મન્સ પિલરમાં પ્રથમ અને પોલિસી પિલરમાં બીજો ક્રમાંક મેળવ્યો છે. 126 બિલિયન યુએસ ડોલરથી વધુની નિકાસ સાથે ગુજરાત નાણાકીય વર્ષ 2021-22માં મર્ચન્ડાઇઝ નિકાસમાં ભારતમાં અગ્રેસર હતું. જે ભારતની કુલ મર્ચન્ડાઈઝ નિકાસમાં 30% હિસ્સો ધરાવે છે. અગાઉના વર્ષ (નાણાકીય વર્ષ 2020-21) માટે ગુજરાતની મર્ચન્ડાઇઝ નિકાસ 63 બિલિયન યુએસ ડોલર હતી, એટલે વૃદ્ધિની દ્રષ્ટિએ જોઇએ તો, ગુજરાતે તેના નિકાસ મૂલ્યને બમણું કર્યું છે. તમામ પિલર્સના વેઇટેજનો સરવાળો કરીએ, તો ગુજરાત 73.22 નો સ્કોર હાંસલ કરીને ચોથા ક્રમે રહ્યું હતું. 
તમામ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો કરતા ગુજરાતમાં નિકાસકારોમાં વધારો
ગુજરાતમાંથી થતી મર્ચન્ડાઇઝ નિકાસ તેની ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP) માં 35% યોગદાન આપે છે, જે તમામ રાજ્યોમાં સૌથી વધુ ટકાવારી છે. વધુમાં, નાણાકીય વર્ષ 2021-22માં 4234 નવા નિકાસકારો સાથે ગુજરાતમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કરતા નિકાસકારોની સંખ્યામાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો.

ફાઈલ ફોટો

EPI 2022 માં ભારતના ટોચના દસ જિલ્લાઓમાં ગુજરાતના 4 જિલ્લાઓ
EPI 2022 ના અહેવાલ મુજબ, ભારતના ટોચના દસ જિલ્લાઓમાં ગુજરાતના 4 જિલ્લાઓ છે અને નિકાસની દ્રષ્ટિએ ટોચના 25 જિલ્લાઓમાં 8 જિલ્લાઓ છે, જે દેશના તમામ રાજ્યોમાં સૌથી વધુ છે. ગુજરાતના ટોચના 4 જિલ્લાઓ, જામનગર, સુરત, ભરૂચ અને અમદાવાદ ભારતમાંથી થતી કુલ મર્ચન્ડાઇઝ નિકાસમાં પાંચમા ભાગથી વધુ યોગદાન આપે છે. ભારતમાંથી થતી કુલ મર્ચન્ડાઇઝ નિકાસમાં જામનગર એકલું જ સૌથી વધુ ફાળો (12.18%) આપે છે, જે આંધ્રપ્રદેશ, ઓડિશા અને હરિયાણાના કુલ યોગદાનની સમકક્ષ છે. 
33 જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ એક્સપોર્ટ પ્રમોશન કમિટી (DEPC) ની રચના
રિપોર્ટમાં જિલ્લાઓને કેન્દ્રમાં રાખીને ગુજરાતમાં નિકાસની કામગીરી વધારવાના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી છે. ગુજરાતે જિલ્લા સ્તરે નિકાસની કામગીરીને વેગ અને પ્રોત્સાહન મળે તે માટે તમામ 33 જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ એક્સપોર્ટ પ્રમોશન કમિટી (DEPC) ની રચના કરી છે અને ડિસ્ટ્રિક્ટ એક્સપોર્ટ પ્રમોશન પ્લાન (DEPP) તૈયાર કર્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત 2030 સુધીમાં ભારતના 1 ટ્રિલિયન યુએસ ડોલર મર્ચન્ડાઇઝ નિકાસના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે સક્રિય નીતિગત પગલાં લેવાનું ચાલુ રાખશે અને માળખાગત સુવિધાઓને મજબૂત કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ