બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / Politics / gujarat new cm Bhupendra Patel will take oath today amit shah and four cms will be present

શપથગ્રહણ / ગુજરાતનાં નવા CM ભુપેન્દ્ર પટેલ આજે શપથ લેશે, આ દિગ્ગજ નેતાઓ રહેશે હાજર

Mayur

Last Updated: 08:36 AM, 13 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે રાજભવન ખાતે બપોરે 2.20 કલાકે ગુજરાતનાં નવા CM ભુપેન્દ્ર પટેલ શપથ લેવાના છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અને ચાર મુખ્યમંત્રીઓ હાજર રહેશે.

આજે નવા CM ભુપેન્દ્ર પટેલ આજે શપથ લેશે. આજે રાજભવન ખાતે બપોરે 2.20 કલાકે તેઓ શપથ લેશે. 

ભૂપેન્દ્ર પટેલ બન્યા ગુજરાતનાં નવા CM 
ગુજરાતમાં નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આનંદીબેન બાદ હવે ફરીથી ગુજરાતમાં પાટીદારનાં હાથમાં પાવર આપવામાં આવ્યો છે. ગઇકાલે જ રૂપાણીએ રાજીનામું આપ્યું તે બાદ ઘણા બધા નામો ચર્ચામાં ચાલી રહ્યા હતા જેમા નીતિનભાઈ પટેલ ફ્રન્ટ રનર હતા. રાજકીય વિશ્લેષકો દ્વારા મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા હતા ત્યારે અંતે ફરીવાર ચોંકવાનારું નામ સામે આવતા ગુજરાતનાં સોશ્યલ મીડિયામાં memeનું ઘોડાપૂર આવ્યું છે. 

શિલજ ખાતેના નિવાસસ્થાન પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કારણ કે તેમના નિવાસસ્થાને CMને શુભેચ્છા પાઠવવા અનેક શુભેચ્છકો પહોંચ્યા હતા. 

Image

અમિત શાહ પણ આપશે હાજરી 
આજે બપોરે 12:30 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ આવશે જ્યારે તેઓ નવા CM ના શપથગ્રહણમાં પણ  હાજરી આપશે.  

ગત સપ્તાહ ગુરુવારે માત્ર 12 કલાકની ટૂંકી મૂલાકાતે આવી ગુજરાતની રાજનીતિની પટકથા લખી ગયેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે બપોરે 12.30 ના અરસામાં અમદાવાદ આવી પહોચશે. એરપોર્ટથી સીધા જ ગાંધીનગર જઈ નવનિર્વાચિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શપથ સમારોહમાં ઉપસ્થિત રહેશે.આ સાથે જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ ભુપેન્દ્ર પટેલના શપથ ગ્રહણમાં ઉપસ્થિત રહેશે.  શપથગ્રહણ બાદ  અમિત શાહ  મંત્રી મંડળ વિસ્તરણ અંગે પણ માર્ગદર્શન આપશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષે નિયત સમય ડિસેમ્બર -2022 પહેલા નિર્ધારિત છે. પરંતુ લગાવાતા ક્યાસ મુજબ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી સાથે જ ગુજરાત વિધાન સભાની ચૂંટણી આવી જાય તો નવાઈ નહિ રહે.  

કેન્દ્રીય ગૃહ મંત્રી અને ચાર મુખ્યમંત્રીઓ રહેશે હાજર 
આજે માત્ર ભૂપેન્દ્ર પટેલ શપથ ગ્રહણ કરે તેવું માનવામાં આવી રહ્યું છે જ્યારે બાકીના નેતાઓ મંત્રીપદના શપથ લેશે. આજે તેમના શપથ ગ્રહણમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સહિત ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજરી આપે તેવી સાંભવના છે. સાથે કર્ણાટકના CM બોમ્મઈ પણ હાજરી આપે તેવી સાંભવના છે. 

ભૂપેન્દ્ર પટેલનું રાજકીય બેકગ્રાઉન્ડ

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાવ્યા છે.અમદાવાદના ઘાટલોડીયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે ભૂપેન્દ્ર પટેલ. આનંદીબહેન પટેલના નજદીકી સાથીદાર અને ઔડાના પૂર્વ ચેરમેન ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજનો મોટો ચહેરો છે..અમદાવાદમાં 2017ની વિધાનસભા ચૂંટણી માં આનંદી બહેનના પ્રસતાવ પર જ ભૂપેન્દ્ર પટેલને ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ટીકીટ મળી હતી ભૂપેન્દ્રભાઈ પટેલઘાટલોડિયા વિધાનસભાની બેઠક પૂર્વ સીએમ આનંદીબેન પટેલની બેઠક ગણાય છે. આ બેઠક પર ભાજપે ભૂપેન્દ્ર રજનીકાંત પટેલને ટિકિટ આપી હતી. જેની સામે કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર શશીકાંત પટેલને ઉતાર્યા હતા. વિધાનસભામાં સૌથી વધુ મતદારો ધરાવતા આ વિસ્તારમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રભાઈને 1,17,750 મતની સરસાઈ સાથે કુલ 1,75,652 મત મેળવી વિજય મેળવ્યો હતો જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શશીકાંત પટેલને 57,902 મત જ મળ્યાં હતા.

Image

મૃદુભાષી પટેલનાં હાથમાં ગુજરાતની સરકાર 

નોંધનીય છે કે ભૂપેન્દ્ર પટેલની ખાસિયત છે કે તેઓ મૃદુભાષી છે અને સૌમ્ય સ્વભાવ ધરાવે છે. તેઓ 2017માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા હતા અને પહેલી જ ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક મતોથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા હતા. તેઓ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટે. કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે.

કોણ છે ભૂપેન્દ્ર પટેલ 

અમદાવાદ મ્યુનિ.ની સ્ટે. કમિટિના ચેરમેન તથા ઔડાના ચેરમેન પણ રહી ચૂક્યા છે ભૂપેન્દ્ર પટેલ
હમણાં જ લોકાર્પણ થયેલા સરદારધામ ટ્રસ્ટી
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી, મેમનગરના ટ્રસ્ટી
સ્કુલ બોર્ડ અમદાવાદના ૨૦૦૮-૧૦ સુધી ચેરમેન રહ્યા હતા
૧૯૯૫-૯૬ નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન ૨૦૧૦-૧૫ સુધી ચેરમેન રહી ચૂક્યા છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ