બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat High Court expressed its displeasure on the issue of prevention of increasing pollution in the Sabarmati River

અમદાવાદ / 'માત્ર સોગંદનામા નહીં હકીકત માં દેખાય એવું કામ થવું જોઈએ', સાબરમતી નદીમાં વધતા પ્રદૂષણ મુદ્દે ગુજરાત HCના ચાબખા

Dinesh

Last Updated: 05:04 PM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sabarmati river pollution : સાબરમતી નદીમાં વધતા પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમા કોર્ટે કહ્યું હતું કે, માત્ર સોગંદનામા નહી હકીકત માં દેખાય એવું કામ થવું જોઈએ

 

  • સાબરમતી નદીમાં વધતા પ્રદૂષણ મુદ્દે હાઇકોર્ટ આકરા પાણીએ 
  • "AMC અને GPCBએ કોંક્રિટ પગલાં નથી લીધા"
  • કોઈ વિઝન વગરની કામગીરી ચાલી શકે નહિ: HC


Sabarmati river pollution : સાબરમતી નદીમાં વધતા પ્રદૂષણ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. નદીમાં વધી રહેલા પ્રદૂષણ મામલે હાઇકોર્ટે આકરું વલણ આપનાવ્યું  છે. કોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઉધડો લીધો હતો. 

'કોઈ પ્લાનિંગ નથી, કોઈ રોડ મેપ નથી, કોઈ ટાઈમ લાઈન નથી'
કોર્ટે કહ્યું કે કોર્પોરેશન અને GPCB કોઈ કોંક્રિટ પગલાં લઈ રહ્યા નથી. કોઈ પ્લાનિંગ નથી, કોઈ રોડ મેપ નથી, કોઈ ટાઈમ લાઈન નથી. માત્ર સોગંદનામા નહીં હકીકતમાં દેખાય એવું કામ થવું જોઈએ. કોઈ વિઝન વગરની કામગીરી ચાલી શકે નહિ. તો હાઈકોર્ટે વધુમાં કહ્યું કે, મ્યુનિસિપલ કમિશનરનું વિઝન સ્પષ્ટ હોવું જોઈએ. તમારા પ્રશ્નોનું સમાધાન તમારે જ કરવાનું છે. તમારા પ્રહસનો બતાવીને કામગીરી ન બતાવો તે ચલાવી શકાય નહી. 

સાબરમતી નદીમાં વધતા પ્રદૂષણ મામલે ગુજરાત હાઈકોર્ટ લાલચોળ, AMC અને GPCBને  આપ્યા કાર્યવાહીના આદેશ | Gujarat High Court in the matter of increasing  pollution in Sabarmati river

કામગીર મામલે અસંતોષ ?
કોર્ટે કામગીરી મામલે અસંતોષ વ્યક્ત કરતા કહ્યું કે, તમે કોઈ કામગીરી નથી કરી એવું નથી પણ જે કર્યું છે એ પર્યાપ્ત નથી. જાહેર હિતમાં જે રીતે કામ થવું જોઈએ એ દેખાતું નથી. તો હાઈકોર્ટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પણ ઝાટકણી કાઢી હતી. કોર્ટ કહ્યું કે માત્ર આંખમાં ધૂળ નાખવાનું કામ ના કરો. તમને તમારી સત્તાઓ અને જવાબદારીઓ ખબર છે?
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ