બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અમદાવાદ / Gujarat Election 2022 will be fought on Vejalpur seat of Ahmedabad

સત્તા માટે સંબંધોમાં લડાઈ / હાઈપ્રોફાઇલ બેઠક પર મામા-ફોઇના દીકરા સામસામે, 31 વર્ષ જૂનું રાજકીય વેર વાળવા મિત્ર મેદાનમાં: ગૃહમંત્રી શાહની સીધી નજર

Priyakant

Last Updated: 08:33 AM, 19 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની આ બેઠક પરથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી બે સગા મામા ફોઈના દીકરા ચૂંટણી લડશે, આ સાથે 31 વર્ષ બાદ બે મિત્રો ફરી રાજકીય મેદાનમાં

  • અમદાવાદની વેજલપુર બેઠકથી બે ભાઈઓ વચ્ચે જંગ
  • કોંગ્રેસના રાજેન્દ્ર પટેલ સામે પિતરાઈ કલ્પેશ પટેલ આપના ઉમેદવાર
  • બંને ભાઈ જોરશોરમાં ચૂંટણી પ્રચારમાં લાગ્યા 
  • 31 વર્ષ બાદ બે મિત્રો ફરી રાજકીય મેદાનમાં

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે અમદાવાદની વેજલપુર બેઠકથી બે ભાઈઓ વચ્ચે જંગ હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, અમદાવાદની  વેજલપુર બેઠક ઉપર એક જ પરિવારના બે ઉમેદવારી ચૂંટણી જંગમાં છે. જેમાં એક જ બેઠક પર એટલે કે  વેજલપુર બેઠક પર કોંગ્રેસના રાજેન્દ્ર પટેલ સામે પિતરાઈ ભાઈ કલ્પેશ પટેલ આપના ઉમેદવાર છે. આ તરફ હવે બંને ભાઈ જોરશોરમાં ચૂંટણી પ્રચાર પણ કરી રહ્યા છે.

અમદાવાદની વેજલપુર વિધાનસભા પરથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી બે સગા મામા ફોઈના દીકરા ચૂંટણી લડવાના છે. વિગતો મુજબ કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાજેન્દ્ર પટેલ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે કલ્પેશ પટેલ ચૂંટણી લડવાના છે. જોકે બંને ભાઈઓ પારિવારિક સંબંધ ખૂબ જ સારા અને બંને ઉમેદવારોથી વેજલપુરના સ્થાનિકો પરિચિત છે. સ્થાનિકો રાજેન્દ્ર પટેલને રાજુભાઇ તો કલ્પેશ પટેલને ભોલાભાઈ તરીકે ઓળખે છે.  

શું છે વેજલપુર બેઠકનું ગણીત ? 

આંકડાઓ ઉપર નજર કરીએ તો વેજલપુર વિધાનસભામાં 3,90,000 મતદારો છે. જેમાં મતદાર, 35,000 દલિત મતદારો, 35,000 બ્રાહ્મણ મતદારો, 30,000 જૈન મતદારો, 90,000 ઓબીસી મતદારો છે. આ સાથે 1,35,000 માઈનોરિટી, 28,000 પાટીદાર  તથા 37,000 અન્ય મતદારો છે. ગત 2017ની ચૂંટણીમાં ભાજપના કિશોર ચૌહાણ 22,000 લીડથી વેજલપુર વિધાનસભા પરથી જીત્યા હતા.

31 વર્ષ બાદ બે મિત્રો ફરી રાજકીય મેદાનમાં 

અમદાવાદની વેજલપુર બેઠક ઉપર આમ આદમી પાર્ટીએ કલ્પેશ પટેલ તો ભાજપે અમિત ઠાકરને ટિકિટ આપી છે. જેથી બંને વિદ્યાર્થી નેતા અને મિત્રો ફરી એકવાર ચૂંટણીજંગમાં આમનેસામને આવ્યા છે. વાત જાણે એમ છે કે, 1991માં એલ.જે. કોમર્સ કોલેજના પ્રથમ વર્ષમાં ભણતા વિદ્યાર્થી અમિત ઠાકર તથા સહજાનંદ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા કલ્પેશ પટેલ( ભોલાભાઇ) યુ.જી. કોમર્સ( અન્ડર ગ્રેજ્યુએટ ) બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. ત્યારે અમિત ઠાકર ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને અનિલ શાહ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા (NSUI) અને અપક્ષ તરીકે કલ્પેશ પટેલ( ભોલાભાઇ )વચ્ચે જંગ ખેલાયો હતો. જેમાં કલ્પેશ પટેલનો અમિત ઠાકર સામે વિજય થયો હતો.  

કોંગ્રેસના ઉમેદવાર રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા
 
રાજેન્દ્ર પટેલ(રાજુભાઇ) મૂળ વેજલપુર વિધાનસભા વિસ્તારમાં જ રહે છે. તે રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. 1998માં તેઓ NSUIમાં જોડાયા હતા. 1995થી 2002 સુધી કોંગ્રેસ કોર કમિટીના સભ્ય તરીકે કાર્યરત હતા. 2003થી 2015 સુધી કોંગ્રેસમાં અમદાવાદ જિલ્લાના ઉપપ્રમુખ હતા. 2017થી અત્યાર સુધી કોંગ્રેસના ડેલિગેટ પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત પાટીદાર સમાજમાં પણ આગેવાન હતા. અત્યારે સામાજિક સંસ્થા સાથે જોડાઈને સામાજિક કામ પણ કરી રહ્યા છે. કોરોના કાળમાં રાજેન્દ્ર પટેલે 50,000 કરતા વધુ માસ્ક, સેનિટાઇઝર, 60,000 ફૂડ પેકેટ આપીને લોકોની મદદ કરી હતી. આ ઉપરાંત દર વર્ષે વરસાદી પાણીની સમસ્યા માટે પોતાના પંપ વસાવી જે પણ સોસાયટી કે રહેણાંક વિસ્તારમાં પાણી ભરાય ત્યાં મદદ કરે છે.   

કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર પટેલ 

શું કહ્યું રાજેન્દ્ર પટેલે ? 

રાજેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, 3 મહિનાથી અમે ચૂંટણીની તૈયારી કરી રહ્યા હતા. તમામ વોર્ડના કાર્યાલય શરૂ કરી દેવામાં આવ્યા હતા. 5 વોર્ડના પ્રમુખને કામે લગાવવામાં આવ્યા હતા. ગત વખતે મિહિર શાહ કોંગ્રેસમાંથી 22000 લીડથી હાર્યા હતા, તે લીડ કવર કરીને જીતવા માટે પૂરી તૈયારી કરી દીધી છે. આમ આદમી પાર્ટી કે AIMIM પક્ષને ક્યારેય ગુજરાત નહીં સ્વીકારે, જેથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની જ વેજલપુરમાં લડાઈ છે. રાજેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીની કોઈ સંગઠન નથી. સંગઠન જરૂરી હોય છે. ત્રીજી પાર્ટી અહીં નહીં ચાલે અને ત્રીજી પાર્ટીને ગુજરાત સ્વીકારશે નહીં. સ્કૂલ મોડલથી વોટ માંગી રહ્યા છે, પરંતુ કોઈ વોટ નહીં આપે. આમ આદમી પાર્ટી કોંગ્રેસના વોટ તોડવા આવ્યું છે, પરંતું કોંગ્રેસના વોટ નહીં તોડી શકે.

કોણ છે આપના ઉમેદવાર કલ્પેશ પટેલ ?  
 
કલ્પેશ પટેલ છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. 2007માં કોંગ્રેસમાંથી એલિસબ્રિજ વિધાનસભા પરથી ચૂંટણી લડ્યા હતા અને હાર્યા હતા. ત્યારબાદ તેમને 2012 અને 2017માં વેજલપુર વિધાનસભાની ટિકિટ માંગી હતી, પરંતુ કોંગ્રેસે આપી નહોતી. જેથી 2022ના જુલાઈ મહિનામાં કોંગ્રેસ સાથે છેડો ફાડી તે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. 3 દિવસથી કલ્પેશ પટેલે વેજલપુરમાં પોતાના ખર્ચે રોડ રસ્તા બનાવવાનું શરૂ કર્યું છે. કલ્પેશ પટેલ સામાજિક સંસ્થા સાથે પણ જોડાયેલા છે.

આમ આદમી પાર્ટીના ઉમેદવાર કલ્પેશ પટેલ ​​​​​​

શું કહ્યું કલ્પેશ પટેલે ? 

આ તરફ હવે કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, લોકો પરિવર્તન ઈચ્છે છે. મારો ભાઈ કોંગ્રેસમાથી ચૂંટણી લડે છે, પરંતુ કોંગ્રેસ કે મારો ભાઈ પ્રચાર કરતા હોય તે મારી જાણકારીમાં જ નથી. રાજેન્દ્ર પટેલ છેલ્લા 2 વર્ષથી ઇલેક્શન માટે એક્ટિવ થયા છે. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જ ટક્કર છે. કોંગ્રેસ હરીફાઈમાં જ નથી. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, આમ આદમી પાર્ટીની સરકાર બનશે, તો મિડલ ક્લાસ, ગરીબ અને અપર મિડલ ક્લાસને ફાયદો થશે. કોંગ્રેસ 2 ટર્મથી મને ઇગ્નોર કરતું હતું, જેથી હું નિષ્ક્રિય થયો હતો. દિલ્હીમાં મેં આમ આદમી પાર્ટીનું કામ જોયું હતું, જેથી હું આમ આદમી પાર્ટીમાં જોડાયો છું. ભાજપમાં બહુ નેતા છે. મોટા નેતા વચ્ચે કામ કરવામાં અકળામણ થાય એટલે ભાજપમાં ના જોડાયો. 

અમિત ઠાકરને આ રીતે હરાવીશું: કલ્પેશ પટેલ 

કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે,  કેજરીવાલે લોઅર ક્લાસ, મિડલ ક્લાસને રાહત આપી છે. તે રેવડી નથી. ભારતના બંધારણમાં લખ્યું છે કે, જે પણ રાજ્ય હોય, તેની ફરજ છે કે તેમણે પ્રજાને વીજળી, પાણી, સ્વાસ્થ્ય, શિક્ષણ ફ્રી પૂરાં પાડવા જોઈએ તે કોઈ રેવડી નથી. બેકારી ભથ્થું કે અન્ય બાબતો સરકારમાં આવતી નથી, પરંતુ જે વિદ્યાર્થી બેકાર છે તો તેને તથા સામાજિક સહાય તરીકે મહિલાઓને ભથ્થું આપવાનું કહે છે. ભાજપે બધું ખાનગીકરણ કર્યું છે, તેમાં ભ્રષ્ટાચાર થાય છે. આપની સરકારમાં ભ્રષ્ટાચાર થતો નથી, જેથી જે રકમ બચે છે એની વહેંચણી થાય છે.

ભાજપના ઉમેદવાર અમિત ઠાકર 

શું કહ્યું ભાજપના ઉમેદવાર અમિત ઠાકરે ? 

અમિત ઠાકરે જણાવ્યું હતું કે, અમે વિચારશત્રુ છીએ, વ્યક્તિગત શત્રુ નથી. હમણાં મોરબીની હોનારતના એક બિનરાજકીય કાર્યક્રમાં અમે મળી ગયા હતા. ત્યારે તે સામેથી આવીને મને ભેટ્યાં હતા. ત્યારે તેમણે સામેથી કીધું હતું કે, આપણે ફ્રેન્ડલી લડીશું. જોકે ત્યારે ટિકિટ ડિકલેર થઈ ના હતી. વિચારધારાને લઇને તે પણ મક્કમ હશે અને હું પણ મક્કમ છું. આજે 32 વર્ષના વહાણાં વાઇ ગયા, આજે જનતા તેને પસંદ કરે છે. ભાજપની વિચારધારા, વિકાસની વિચારધારા છે. તેની સાથે જનતા જોડાઈ ગઈ છે. ચૂંટણીઓ તો જીવનમાં આવતી રહેતી હોય છે પણ વિચારધારા આખી જીંદગી રહેતી હોય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ