બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Groundnut oil prices rise for the third consecutive day in Gujarat

BIG BREAKING / ગુજરાતમાં સતત ત્રીજા દિવસે સિંગતેલના ભાવમાં આટલાં રૂપિયાનો વધારો, લાગે છે કે આ મોંઘવારી મારી નાખશે!

Malay

Last Updated: 12:12 PM, 16 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિંગતેલના ભાવમાં ફરી એકવાર ભડકો થયો છે. મોંઘવારી વચ્ચે સિંગતેલના ડબ્બામાં રૂપિયા 50નો વધારો ઝીંકાયો છે.

 

  • સિંગતેલના ભાવમાં સતત વધારો 
  • સતત ત્રીજા દિવસે સિંગતેલના ભાવ વધ્યા 
  • ત્રીજા દિવસે રૂ.50નો વધારો કરાયો 

સિંગતેલના ભાવમાં ફરી એકવખત ભડકો થયો છે. આજે સતત ત્રીજા દિવસે સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ.50નો વધારો થયો છે. ત્રણ દિવસમા સિંગતેલના ભાવમાં રૂ. 150નો વધારો થતાં ગૃહીણીઓમાં દેકારો બોલી ગયો છે. સિંગતેલના ભાવો વધતા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે.  

સિંગતેલના ડબ્બામાં રૂપિયા 50નો વધારો ઝીંકાયો
નવા વર્ષની શરૂઆતથી જ મોંઘવારી નાગરિકોના માથા પર મંડરાઈ રહી છે. જીવન જરૂરીયાતની તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. તેમાં પણ તેલના ભાવનું મીટર સતત અપ જઈ રહ્યું છે. આવામાં સિંગતેલના ભાવમાં ફરી એકવાર ભડકો થયો છે. મોંઘવારી વચ્ચે સિંગતેલના ડબ્બામાં રૂપિયા 50નો વધારો ઝીંકાયો છે. સતત ત્રીજા દિવસે આ ભાવ વધારો થયો છે. ત્રણ દિવસમાં સિંગતેલનો ડબ્બો 150 રૂપિયા મોંઘો થયો છે. સિંગતેલના ભાવમાં 14 અને 15 ફ્રેબ્રુઆરીએ પણ 50-50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. મગફળીનું ઉત્પાદન વર્ષે 43 લાખ ટન થવા છતાં સિંગતેલ મોંઘું બન્યું છે. જોકે, સિંગતેલ સિવાય અન્ય તેલોનાં ભાવમાં કોઈ અસર નથી. 

સિંગતેલનો ડબ્બો 2900 રૂપિયાને પાર
સતત ત્રીજા દિવસે 50 રૂપિયાના ભાવવધારા સાથે સિંગતેલના ડબ્બાનો ભાવ 2900 રૂપિયાને પાર પહોંચી ગયો છે. તેલોના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. એકબાજુ લગ્નની સિઝન ચાલી રહી છે એવામાં સિંગતેલમાં ભાવવધારો જનતા માટે માથાના દુ:ખાવો સાબિત થઈ રહ્યો છે. સિંગતેલમાં વધારો થતાં મોંઘવારીમાં પિસાતી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં મગફળીનું સારું ઉત્પાદન થયું છે અને માર્કેટયાર્ડોમાં મોટાપ્રમાણમાં મગફળીની આવકો થઈ રહી છે, તેમ છતાં સિંગતેલના ભાવ આસમાને ચડી રહ્યા છે અને ત્રણ દિવસમાં જ રૂ.150નો વધારો થતાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે સિંગતેલ દોહલું બની ગયું છે. 

ઉત્તરાયણ પહેલાં ફરી ખાદ્યતેલના ભાવમાં ભડકો, જાણો સિંગતેલ અને કપાસિયા તેલના  ડબ્બે કેટલા રૂપિયાની વધ-ઘટ | <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/edible-oil-prices-hiked' title='Edible oil prices hiked'>Edible oil prices hiked</a> again, coconut oil  hiked by Rs 20 a can

સિંગતેલની ડિમાન્ડ સતત વધી રહી છેઃ વેપારીઓ
વેપારીઓનું માનીએ તો સિંગતેલનો ડબ્બો આવતા દિવસોમાં 3,000ને પાર જઈ શકે છે. વેપારીઓ જણાવી રહ્યા છે કે માર્કેટ યાર્ડમાં મગફળીની આવક થઈ રહી છે. પરંતુ સિંગતેલ માટે મગફળી પિલાણ માટે ન આવતી હોવાથી સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. સિંગતેલની ડિમાન્ડ સતત વધી રહી છે તેને કારણે સિંગતેલના ભાવ પણ વધી રહ્યા છે ઓઇલ મીલની અંદર મગફળી પીલાણ માટે આવવી જોઈએ તે આવતી નથી તેને કારણે સિંગતેલના ભાવ વધી રહ્યા છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ