બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Govt gets Rs 13.63 lakh crore this year, CBDT announced

લોકો વરસ્યા / ઈન્કમ ટેક્સથી છપ્પરફાડ આવક થઈ સરકારને,ચાલુ વર્ષમાં મળ્યાં 13.63 લાખ કરોડ,CBDTની જાહેરાત

Hiralal

Last Updated: 07:29 PM, 17 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાલુ નાણાકીય વર્ષમાં લોકોએ મન મૂકીને ઈન્કમ ટેક્સ જમા કરાવ્યો છે. 2021-22માં સરકારને 13.63 લાખ કરોડની ઈન્કમ ટેક્સની આવક થઈ છે.

  • ચાલુ નાણાકીય વર્ષમાં છલકાયો સરકારી ખજાનો
  • ઈન્કમ ટેક્સ પેટે સરકારને મળ્યાં 13.63 લાખ કરોડ
  • CBDT ચેરમેનની જાહેરાત 

2021-22ના વર્ષમાં સરકારને ઈન્કમ ટેક્સની જંગી આવક થઈ છે. ઈન્કમ ટેક્સના આંકડા જાહેર કરતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સના ચેરમેન જેબી મોહપાત્રાએ કહ્યું કે ચાલુ વર્ષમાં સીબીડીટીનું બજેટ અનુમાન 11.08 લાખ કરોડ હતું જેને વધારીને 12.50 લાખ કરોડ કરાયું હતું. આજે અમારુ નેટ કલેક્શન 13.63 લાખ કરોડ થયું છે જે 2018-19 પછીનું સૌથી સારુ કલેક્શન છે. 

માર્ચ 30 સુધીમાં 13.63 લાખ કરોડની આવકમાં થશે વધારો 
જેબી મોહપાત્રાએ આગળ કહ્યું કે 13.63 લાખ કરોડ આજનું કલેક્શન છે જે 30 માર્ચ સુધી વધવાની સંભાવના છે. છેલ્લા પાંચ વર્ષમાં અને ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના ઇતિહાસમાં અમારી કુલ અને ચોખ્ખી આવક આશાવાદી છે અમારી ગ્રોસ સંખ્યા 15 લાખ કરોડને પાર પહોંચી છે જેને અમે કદી પણ સ્પર્શી ન શકીએ. 

ગયા વર્ષની તુલનામાં ઈન્કમ ટેક્સની આવકમાં થયો 48 ટકાનો વધારો 
સીબીડીટી ચેરમેને એવુ પણ કહ્યું કે ગયા વર્ષની તુલનામાં આ નેટ કલેક્શન 48 ટકા વધારે છે. તેમણે કહ્યું કે ઈન્કમ ટેક્સની આવક વધવા પાછળનું કારણ વિભાગ અને સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારા છે. 

જો આવું જ રહ્યું તો ઈતિહાસમાં ક્યારેય ન પહોંચ્યો હોય તેટલો આંકડો પહોંચશે

જો સરકારને મળી રહેલી ઈન્કમ ટેક્સની આવક આવી જ ગતિએ ચાલુ રહી તો એક દિવસમાં ઈતિહાસમાં ક્યારેક ન થઈ હોય તેટલી આવક સરકારને થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ