બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ટેક અને ઓટો / government soon roll out lost mobile blocking tracking system across india

તમારા કામનું / જાણો શું છે CEIR સિસ્ટમ? જેનાથી તમે પોતાના ચોરી થયેલા કે ગુમ થયેલા મોબાઈલને કરી શકશો ટ્રેક?

Arohi

Last Updated: 02:22 PM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CEIR દ્વારા નાગરીકોને ચોરીના મામલામાં પોતાના સ્માર્ટફોનને બ્લોક કરવાની સુવિધા મળે છે. જ્યારે કોઈ નાગરિક પોતાનો મોબાઈલ બ્લોક કરી દે છે તો પછી સરકાર ફોનને ટ્રેક કરે છે અને તેને શોધવાનો પ્રયત્ન કરે છે. સ્માર્ટફોન યુઝર CEIR વેબસાઈટ કે KYM એપના માધ્યમથી પોતાનું ગુમ થયેલો ફોન બ્લોક કરી શકે છે.

  • યુઝર્સ બ્લોક કરી શકે છે ગુમ થયેલો ફોન 
  • ચોરીના કેસમાં યુઝર્સને મળી શકે છે આ સુવિધા 
  • બ્લોક કરવા પર સરકાર ટ્રેક કરી શકશે ફોન 

સરકાર 17 મેથી નવું ટ્રેકિંગ સિસ્ટમ કેન્દ્રીય ઉપકરણ ઓળખ રજીસ્ટર લોન્ચ કરવા જઈ રહી છે. આ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા લોકો પોતાના ગાયબ કે ચોરી થઈ ચુકેલા મોબાઈલ ફોનની જાણકારી મેળવી શકે છે અથવા તેને બ્લોક કરી શકશે.   

CEIRને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકમ્યુનિકેશન CDoT દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ દેશભરમાં 17 મેથી શરૂ થઈ જશે. સીઈઆઈઆરની ઓફિશ્યલ વેબસાઈટ અનુસાર આ વર્ષે માર્ચમાં સિસ્ટમ દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ટ્રાયલ બેસ પર શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ બુધવારથી તેને સંપૂર્ણ રીતે શરૂ કરવામાં આવશે. 

ચોરીના કેસમાં સ્માર્ટફોન કરી શકાશે બ્લોક 
CEIR દ્વારા નાગરીકોને ચોરીના કેસમાં પોતાના સ્માર્ટફોનને બ્લોક કરવાની સુવિધા મળે છે. જ્યારે કોઈ નાગરીક પોતાનો મોબાઈલ બ્લોક કરાવી દે છે. તો પછી સરકાર ફોનને ટ્રેક કરે છે અને તેને શોખવાનો પ્રયત્ન કરે છે. સ્માર્ટફોન યુઝર CEIR વેબસાઈટ કે KYM એપના માધ્યમથી પોતાનું ખુલેલો ફોન બ્લોક કરી શકે છે. 

સીડોટના ચેરમેન રાજકુમાર ઉપાધ્યાયે જણાવ્યું, પ્રણાલી તૈયાર છે અને હવે તેને આજ ત્રણ મહિનામાં આખા ભારતમાં તૈનાત કરી દેવામાં આવશે. તેનાથી લોકો પોતાના ગુમ થયેલા મોબાઈલ ફોનને બ્લોક અને ટ્રેક કરી શકશે. ભારત સરકાર પહેલાથી જ ઈન્ટરનેશનલ મોબાઈલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટીનો ખુલાસો કરવું અનિવાર્ય કરી ચુક્યા છે. એવામાં મોબાઈલ નેટવર્કની પાસે પહેલાથી જ આઈએમઈઆઈ નંબરોની યાદી રહેશે. જો કોઈ ઓફિશ્યલ મોબાઈલ ફોન બદલે છે તો તેના વિશે જાણકારી મળી જશે. 

મહારાષ્ટ્રમાં CEIR દ્વારા 711 ફોન મળી આવ્યા 
મહારાષ્ટ્રના ઠાણેમાં પોલીસે 1.28 કરોડના 711 ફોન જપ્ત કર્યા છે. આ ફોન ગુમ થયા હતા કે ચોરી કરવામાં આવ્યા હતા. પોલીસે તેને મેળવીને તેમના માલિકોને સોંપી દીધા છે. પોલીસે CEIRનો ઉપયોગ કરી જાન્યુઆરીથી એપ્રિલ સુધી તેને મેળવ્યા છે. 

કેટલું સફળ CEIR? 
CEIRની ઓફિશ્યલ વેબસાઈટ અનુસાર અત્યાર સુધી આ સિસ્ટમ દ્વારા 4,77,996 ફોન બ્લોક કરવામાં આવ્યા છે. જ્યારે 2,42,920 ફોન ટ્રેક કરવામાં આવી ચુક્યા છે. ત્યાં જ 8,498 ફોન શોધી કાઢવામાં આવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ