બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Assembly election 2023 / ભારત / Politics / Good news for both BJP and Congress parties! Both will get two states eachKnow 5 big equations after all exit polls

Assembly Election 2023 / ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ માટે ગુડ ન્યૂઝ! બંનેને બે-બે રાજ્યો મળશે... જાણો તમામ એક્ઝિટ પોલ બાદના 5 મોટા સમીકરણ

Megha

Last Updated: 08:27 PM, 2 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

5 રાજ્યોમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામો 3 ડિસેમ્બરે આવશે. સૌથી વધુ 230 બેઠકો ધરાવતા મધ્ય પ્રદેશમાં ભાજપ સરકાર બનાવે તેવી શક્યતાઓ છે, છત્તીસગઢમાં કોંગ્રેસની જીત થઈ શકે છે

  • વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામો 3 ડિસેમ્બરે આવશે
  • આ પહેલા તમામ એક્ઝિટ પોલના પરિણામો આવી ગયા છે
  • રાજસ્થાનમાં ભાજપ અને છત્તીસગઢમાં કોંગ્રેસની જીત થઈ શકે છે

મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામો 3 ડિસેમ્બરે આવશે. આ પહેલા તમામ એક્ઝિટ પોલના પરિણામો આવી ગયા છે. મતદારો તરફથી મળેલા આ વલણોમાં રાજસ્થાનમાં ભાજપ અને છત્તીસગઢમાં કોંગ્રેસની જીત થઈ શકે છે. સૌથી વધુ 230 બેઠકો ધરાવતા મધ્ય પ્રદેશમાં ભાજપ સરકાર બનાવે તેવી શક્યતાઓ છે. મિઝોરમમાં ZPMને જંગી બહુમતી મળતી જણાય છે. જ્યારે તેલંગાણામાં કેસીઆરના હાથમાંથી સત્તા સરકી રહી હોય તેવું લાગી રહ્યું છે.

MP-રાજસ્થાન અને છત્તીસગઢમાં કોની બની રહી છે સરકાર? એકમાં BJP તો બે  રાજ્યોમાં કોંગ્રેસની લહેર, જાણો કોને કેટલી સીટ | Whose government is being  formed in MP-Rajasthan ...

- પોલ ઓફ પૉલ્સ અનુસાર, મધ્યપ્રદેશની તમામ 230 બેઠકોમાંથી ભાજપને 124 બેઠકો મળવાની ધારણા છે. એટલે કે ભાજપ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બની જશે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસને 102 બેઠકો મળવાની આશા છે. અન્ય પક્ષોને 4 બેઠકો મળી રહી છે. મધ્યપ્રદેશમાં બહુમતીનો આંકડો 116 છે. 

- છત્તીસગઢની તમામ 90 સીટોના ​​પરિણામ આવી ગયા છે. જેમાંથી કોંગ્રેસને 49 બેઠકો મળતી જણાય છે. એટલે કે છત્તીસગઢમાં કોંગ્રેસ ફરી સરકાર બનાવે તેવી શક્યતા છે. જ્યારે બીજેપીને 38 સીટો મળે તેમ લાગી રહ્યું છે.જ્યારે અન્યને 3 બેઠકો મળવાની ધારણા છે.  

- રાજસ્થાનમાં સત્તા પરિવર્તનની પરંપરા ચાલુ રહી શકે છે. મતલબ કે આ વખતે જનતાએ કોંગ્રેસ છોડીને ભાજપમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પોલ ઓફ પોલ્સ મુજબ રાજસ્થાનમાં 199 સીટોમાંથી ભાજપને 104 સીટો મળતી દેખાઈ રહી છે. આ સાથે કોંગ્રેસને 85 બેઠકો મળતી જણાય છે. 

એક રાજ્યમાં રસાકસી તો એકમાં ભાજપને બહુમત, તેલંગાણાનું પરિણામ સૌથી  ચોંકાવનારું: જુઓ કયા રાજ્યમાં કોની બની રહી છે સરકાર! / Exit polls from assembly  elections ...

- ઉત્તર-પૂર્વીય રાજ્ય મિઝોરમની વાત કરીએ તો અહીં જોરમ પીપલ્સ મૂવમેન્ટ એટલે કે ZPM સરકાર રચાય તેવું લાગે છે. ZPMને કુલ 40 સીટોમાંથી 17 સીટો મળી રહી છે. જ્યારે વર્તમાન સત્તાધારી પક્ષ જોરમથાગાની MNPને 14 બેઠકો મળતી જણાય છે. કોંગ્રેસ 7 બેઠકો સાથે ત્રીજા પક્ષ તરીકે ઉભરી શકે છે. ભાજપને 1 સીટ મળવાની ધારણા છે. જ્યારે 1 સીટ અન્યના ખાતામાં જશે તેવો અંદાજ છે. 

- આ વખતે દક્ષિણના રાજ્ય તેલંગાણામાં મોટી ઉથલપાથલ થવાની શક્યતાઓ છે. કે ચંદ્રશેખર રાવની પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) ને તેલંગાણામાં 119 બેઠકોમાંથી 44 બેઠકો મળવાની ધારણા છે. કોંગ્રેસ+ને 62 બેઠકો મળતી જણાય છે. ભાજપની વાત કરીએ તો BJP+ને 7 સીટો મળવાની ધારણા છે. સાથે જ ઓવૈસીની પાર્ટી AIMIMને 5 સીટો મળી શકે છે. જ્યારે અન્યને 1 સીટ મળી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ