બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Gone! The biggest shock to these new areas, including Bhopal Ghuma, is the per cent relief given in the property tax bill.

અમદાવાદ / ફાવી ગયા.! બોપલ ઘુમા સહિત આ નવા વિસ્તારોને સૌથી મોટો હાશકારો, પ્રોપર્ટી ટેક્સબિલમાં અપાઈ આટલા ટકાની રાહત

Vishal Khamar

Last Updated: 08:41 PM, 16 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ ર૦ર૩-ર૪ માટે રૂ. ૯૪૮ર કરોડનું રિવાઈઝ્ડ બજેટ જાહેર કરાયું હતું. મ્યુનિ. કમિશનરના રૂ. ૮૪૦૦ કરોડના ડ્રાફ્ટ બજેટમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા રૂ. ૧૦૮ર કરોડનો વધારો કરાયો છે.

  • બોપલ-ઘુમા સહિત નવા વિસ્તારોનાં પ્રોપર્ટી ટેક્સબિલમાં રપ ટકા રાહત
  • એડવાન્સ પ્રોપર્ટી ટેક્સબિલમાં 10 ટકાને બદલે મળશે 12 ટકા રિબેટ
  • વર્ષ ર૦રર-ર૩નાં પ્રોપર્ટી ટેકસબિલમાં નવા ઉમેરાયેલા કરદાતાઓને પ૦ ટકા રાહત 

તાજેતરમાં શહેરના ભાજપના શાસકો દ્વારા આગામી નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ માટે રૂ. ૯૪૮ર કરોડનું રિવાઈઝ્ડ બજેટ જાહેર કરાયું હતું. મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસનના રૂ. ૮૪૦૦ કરોડના ડ્રાફ્ટ બજેટમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ દ્વારા રૂ. ૧૦૮ર કરોડનો વધારો કરાયો છે. આ રિવાઈઝ્ડ બજેટમાં શાસક પક્ષ દ્વારા અનેક નાગરિકલક્ષી જાહેરાત કરાઈ છે, જેમાં બોપલ-ઘુમા સહિતના નવા ઉમેરાયેલા વિસ્તારોમાં રહેતા કરદાતાઓ માટે આગામી નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ના પ્રોપર્ટી ટેક્સબિલમાં રપ ટકા રાહત આપવાની મહત્ત્વની બાબતનો પણ સમાવેશ થાય છે. 
એડવાન્સ પ્રોપર્ટી ટેક્સબિલમાં 10 ટકાને બદલે મળશે 12 ટકા રિબેટ
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ દ્વારા એડવાન્સ પ્રોપર્ટી ટેક્સબિલમાં ૧૦ ટકાના બદલે ૧ર ટકા રિબેટ આપવાની જાહેરાત કરાઈ છે. જેમાં ત્રણ વર્ષ સુધી એડ્વાન્સ ટેક્સ ચૂકવનાર કરદાતાને ઓનલાઈન પેમેન્ટ સહિતની બાબતો સાથે ટેક્સબિલમાં ૧પ ટકા જંગી રિબેટ મળનાર છે. મ્યુનિ. બિલ્ડિંગ આવેલી ટ્રસ્ટની હોસ્પિટલોના પ્રોપર્ટી ટેક્સબિલમાં ૭૦ ટકા રિબેટ તેમજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કરવામાં આવતાં ફિઝિયોથેરાપી સેન્ટરના પ્રોપર્ટી ટેક્સબિલમાં ૭૦ ટકા રિબેટ ચોક્કસ શરતોને આધીન આપવાની જાહેરાત ચેરમેન હિતેશ બારોટ દ્વારા કરાઈ છે. 
બોપલ-ઘુમા નગરપાલિકા, ચિલોડા, નરોડા ગ્રામ પંચાયત, કઠવાડા ગ્રામ પંચાયત, સનાથલ, ‌વીસલપુર, અસલાલી, ગેરતનગર, બિલાસિયા, રણાસણ, ખોડિયાર જેવા નવા વિસ્તારોના પ્રોપર્ટી ટેક્સ કરદાતાઓને આગામી નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ના પ્રોપર્ટી ટેક્સબિલમાં રપ ટકા રાહત આપવાની જાહેરાત પણ ચેરમેન બારોટ દ્વારા કરાઈ છે. વર્તમાન નાણાકીય વર્ષ ર૦રર-ર૩ના પ્રોપર્ટી ટેક્સબિલમાં આ વિસ્તારના કરદાતાઓને પ૦ ટકા રાહત  અપાઈ છે.
અગાઉ ચાંદખેડા તથા મોટેરા જેવા વિસ્તારો કોર્પોરેશનની હદમાં ભેળવાયા હતા તે વખતે જે મુજબ ત્યાંના કરદાતાઓને પ્રોપર્ટી ટેક્સબિલમાં રિબેટ અપાયું હતું તે જ ‌રીતે બપોલ-ઘુમા સહિતના નવા વિસ્તારો માટે રિબેટ સ્કીમને ભાજપના સત્તાધીશોએ અપનાવી છે. 
2021-22 ના પ્રોપર્ટી ટેક્સબિલમાં બોપલ-ઘુમાવાસીઓને 75 ટકા રાહત
ગત નાણાકીય વર્ષ ર૦ર૧-રરના પ્રોપર્ટી ટેક્સબિલમાં બોપલ-ઘુમાવાસીઓને પ્રોપર્ટી ટેક્સબિલમાં ૭પ ટકા રાહત અપાઈ હતી, જે હવે આગામી નાણાકીય વર્ષ ત્રીજું વર્ષ થનાર હોઈ હવે આ રાહત ઘટીને રપ ટકા થશે, જોકે બોપલ-ઘુમાના ૪૦ હજાર જેટલા પ્રોપર્ટી ટેકસધારકોને આ રાહતનો લાભ મળશે.     અત્રે ઉલ્લેખનીય છે કે આગામી નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ના પ્રોપર્ટી ટેક્સબિલમાં તંત્ર દ્વારા પૂરેપૂરી રકમ, રિબેટની રકમ અને ચોખ્ખી ભરવાપાત્ર રકમ અગાઉના ટેક્સબિલની જેમ જ દર્શાવાશે.
વર્ષ ર૦ર૪-રપથી પૂરેપૂરો ટેક્સ ભરવો પડશે
આ વિસ્તારના પ્રોપર્ટી ટેક્સધારકો માટેની ખાસ ત્રણ વર્ષની ટેક્સ રિબેટ યોજનાનો નાણાકીય વર્ષ ર૦ર૪-રપમાં અંત આવવાનો છે એટલે કે બીજા અર્થમાં તે નાણાકીય વર્ષથી આ વિસ્તારના નાગરિકોએ મ્યુનિ. કોર્પોરેશનનો પૂરેપૂરો ટેક્સ ભરવો પડશે.
‌યુઝર્સ ચાર્જમાં એક પણ રૂપિયાનું વળતર અપાયું નથી
મ્યુનિસિપલ તંત્રની ખાસ રિબેટ યોજના હેઠળ બોપલ-ઘુમાવાસીઓને પ્રોપર્ટી ટેક્સના બિલમાં યુઝર્સ ચાર્જ પૂરેપૂરો ભરવાનો થઈ રહ્યો છે, જેમાં એક પણ રૂપિયાનું વળતર અપાયું ન હોઈ નાગરિકોને રહેણાક વિસ્તારમાં વર્ષે રૂ. ૩૬પ અને બિનરહેણાક વિસ્તારમાં રૂ. ૭૩૦ ચૂકવવા પડે છે, જોકે ચેરમેન ‌બારોટે યુઝર્સ ચાર્જના સૂચિત વધારાને ફગાવી દેતાં     તમામ શહેરીજનો રાહત અનુભવી શકશે.
નર્મદાનાં પાણીનાં જોડાણ  માટે કોઈ રકમ લેવાતી નથી
ગઈ તા. ૮ ઓક્ટોબર, ર૦રરએ મળેલી ઔડાની બેઠકમાં બોપલ-ઘુમાના રહેવાસીઓ પૈકી જે લોકોએ નગરપાલિકા કે ગ્રામ પંચાયતના સમયકાળમાં પાણીનાં જોડાણ માટે રકમ ભરી હોય તેવા લોકોને નર્મદાનું પાણી મેળવવા માટેનાં જોડાણમાં કોઈ રકમ ભરવાની નહીં રહે તેવો નીતિવિષયક નિર્ણય લેવાયો હતો. નગરપાલિકા વખતનાં પાણીનાં જોડાણમાં જે પાઇપલાઈન ખવાઈ ગઈ હશે કે કટાયેલી હશે તે પણ તંત્ર દ્વારા બદલી આપવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ