બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Go First Airlines on the verge of sinking! Again all flights will be closed till this date

સંકટ / Go First એરલાઇન્સ ડૂબવાની કગાર પર! ફરીવાર આ તારીખ સુધી બંધ રહેશે તમામ ફ્લાઇટ્સ

Priyakant

Last Updated: 08:13 AM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Go First Crisis News: GoFirst દ્વારા તાજેતરમાં NCLT સાથે સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે પોતાને નાદાર જાહેર કરવા માટે અરજી કર, પરંતુ NCLTએ આ બાબતે પોતાનો નિર્ણય અનામત રાખ્યો

  • આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલી GoFirstને લઈ મોટા સમાચાર
  • GoFirst એ 12 મે સુધી તેની તમામ ફ્લાઈટ્સ કેન્સલ કરવાનો લીધો નિર્ણય
  • અસરગ્રસ્ત મુસાફરોના સંપૂર્ણ પૈસા ટૂંક સમયમાં પરત કરવામાં આવશે

આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલી એરલાઈન્સ કંપની ગો ફર્સ્ટને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, GoFirst એ 12 મે સુધી તેની તમામ ફ્લાઈટ્સ કેન્સલ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ શુક્રવારે રાત્રે આ અંગેની માહિતી આપી છે. નોંધનીય છે કે, GoFirst જે ભારે દેવું ધરાવે છે, તેણે તાજેતરમાં NCLT સાથે સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે પોતાને નાદાર જાહેર કરવા માટે અરજી કરી છે, પરંતુ NCLTએ આ બાબતે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. કંપની પર હાલમાં રૂ. 6,521 કરોડનું દેવું છે.

GoFirst દ્વારા ટ્વીટ દ્વારા આપવામાં આવી માહિતી 
GoFirst દ્વારા તેમના  ટ્વિટર હેન્ડલ પર આ વિશે માહિતી આપવામાં આવી હતી.  પેસેન્જરોને સસ્તી હવાઈ સેવા પૂરી પાડતી કંપની ગો ફર્સ્ટએ કહ્યું કે, ઓપરેશનલ સમસ્યાઓના કારણે કંપનીએ 12 મે સુધી તેની તમામ ફ્લાઇટ્સ રદ કરી છે. વાડિયા ગ્રુપની કંપનીએ મુસાફરોને ટિકિટ રિફંડ સંબંધિત માહિતી પણ આપી હતી. GoFirstએ કહ્યું કે, અસરગ્રસ્ત મુસાફરોના સંપૂર્ણ પૈસા ટૂંક સમયમાં પરત કરવામાં આવશે. અગાઉ કંપનીએ 2 અને 3 મે સુધી તેની તમામ ફ્લાઇટ્સ રદ કરી હતી, જેને વધારીને 9 મે કરવામાં આવી હતી. હવે આ સમયગાળો 12 મે સુધી લંબાવવામાં આવ્યો છે.

15 મે સુધી ટિકિટ વેચવામાં આવશે નહીં
ગુરુવારે એવિએશન રેગ્યુલેટર DGCAએ માહિતી આપી હતી કે, એરલાઈને 15 મે સુધી તમામ ફ્લાઈટ્સના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે DGCAએ કંપનીને નિયમો મુજબ જલદીથી તમામ મુસાફરોના પૈસા પરત કરવાનો આદેશ આપ્યો છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) સોમવાર 8 મેના રોજ કંપનીને નાદાર જાહેર કરવા સંબંધિત નિર્ણય અંગે બે નાદારી અરજીઓની સુનાવણી કરશે. પોતાને નાદાર જાહેર કરીને એરલાઈને તમામ નાણાકીય દેવાની ચુકવણી પર વચગાળાનો સ્ટે માંગ્યો છે. આ મામલાની સુનાવણી બાદ NCLTએ ગુરુવારે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

GoFirst Air થઈ રહી છે ખરાબ આર્થિક સમયમાંથી પસાર  
વર્ષ 2005 માં શરૂ થયેલGoFirst Air એ સસ્તી હવાઈ સેવાઓ પૂરી પાડતી અગ્રણી એરલાઇન્સમાંની એક છે. તેની નાદારી અરજીમાં કંપનીએ જણાવ્યું છે કે, હાલમાં તે રોકડ અને કેરી મોડમાં ચૂકવણી કર્યા પછી જ ફ્લાઇટ્સ ચલાવવા માટે સક્ષમ છે. આવી સ્થિતિમાં કંપનીએ દરરોજ ચૂકવણી કરવી પડે છે. હાલમાં કંપની પર કુલ રૂ. 6,527 કરોડનું દેવું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ