બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Gas leak suffocates, 11 dead: Major tragedy in Ludhiana, Punjab

ગેસ લીકેજ અપડેટ / ગેસ લીક થતાં શ્વાસ રૂંધાયા, 11 લોકોએ જીવ ગુમાવ્યા: પંજાબના લુધિયાણામાં મોટી દુર્ઘટના, NDRF-ફોરેન્સિકની ટીમો પહોંચી

Priyakant

Last Updated: 12:48 PM, 30 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Punjab Gas Leak News: પોલીસના જણાવ્યા અનુસાર ટેકનિકલ ટીમ તેની તપાસ બાદ ગેસ લીકના સ્ત્રોતનો ખુલાસો કરશે, ગેસ વિશે જાણવા માટે ફોરેન્સિક નિષ્ણાતો સ્થળ પર પહોંચ્યા

  • પંજાબના લુધિયાણામાં ઝેરી ગેસ લીક ​​થતાં 11 લોકોના મોત 
  • અચાનક ગેસ લીક ​​થવાને કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ 
  • ઝેરી ગેસ લીકની ઘટનામાં અનેક લોકો બેભાન થયા 
  • પોલીસ, પ્રશાસન અને NDRFની ટીમો ઘટનાસ્થળે હાજર 

પંજાબના લુધિયાણામાં ઝેરી ગેસ લીક ​​થતાં 11 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં અનેક લોકો બેહોશ થઈ ગયા હતા. ઘટનાને લઈ સ્થળ પર અરાજકતાનો માહોલ સર્જાયો હતો. આ તરફ પોલીસ નાકાબંધી કરીને ઘટના સ્થળે કોઈને ન જવા દેવા કવાયત કરી હતી. આ સાથે રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને લોકોને તેમના ઘરોમાંથી બહાર કાઢીને સલામત સ્થળે પહોંચાડવામાં આવી રહ્યા છે. ડ્રોનની મદદથી પોલીસ ધાબાઓ પર તપાસ કરી રહી છે કે કોઈ પણ ઘરની છતને ગેસની અસર તો નથીને. 

લુધિયાણાના ગયાસપુર વિસ્તારમાં બનેલી આ ઘટનામાં પોલીસના જણાવ્યા અનુસાર ગ્યાસપુરા વિસ્તારમાં ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અચાનક ગેસ લીક ​​થવાને કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. તેણે દાવો કર્યો હતો કે, નજીકની દુકાનમાંથી ગેસ લીક ​​થયો હતો. લોકોને આ વાતની જાણ થતાં જ બધા લોકો અહીં-તહીં દોડવા લાગ્યા. મોટાભાગના લોકો દૂર દૂર સુધી પહોંચી ગયા છે.

શું કહ્યું લુધિયાણા પશ્ચિમના SDM સ્વાતિએ ? 
લુધિયાણા પશ્ચિમના SDM સ્વાતિએ કહ્યું કે, આ માત્ર ગેસ લીક ​​થવાની વાત છે. NDRFની ટીમ અહીં પહોંચી ગઈ છે. લોકોને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર ટેકનિકલ ટીમ તેની તપાસ બાદ ગેસ લીકના સ્ત્રોતનો ખુલાસો કરશે. ગેસ શું છે, તે પણ નિષ્ણાતોની ટીમ દ્વારા જાહેર કરવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર ગોયલ કિરાણા નામની દુકાનમાંથી ગેસ લીક ​​થયો હતો. ગેસ વિશે જાણવા માટે ફોરેન્સિક નિષ્ણાતો સ્થળ પર પહોંચી ગયા છે.

જાણો કોના કોના મોત થયા ? 
આ ઘટનામાં 11 મૃતકોની ઓળખ થઈ છે. મૃતકોમાં 5 મહિલાઓ અને 6 પુરૂષોનો સમાવેશ થાય છે. મૃતકોની ઓળખ સૌરવ (35), વર્ષા (35), આર્યન (10), ચોલુ (16), અભય (13), અજાણી મહિલા (40), અજાણી મહિલા (25), કલ્પેશ (40), અજાણ્યા પુરૂષ તરીકે થઈ છે. 25).) નીતુ દેવી અને નવનીત કુમાર તરીકે થઈ છે. 

ગેસ લીક ​​થયા બાદ ઘટનાના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, પીડિત અંજલ કુમાર તેના પરિવારના મૃતદેહો અને બેભાન લોકોને બહાર કાઢવામાં પોલીસ પ્રશાસનની મદદ કરી રહ્યો છે. તેની માતાને પોલીસ દ્વારા પહેલાથી જ બેરિકેડ પર રોકી દેવામાં આવી છે.

સીએમ ભગવંત માને શું કહ્યું ? 
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ટ્વીટ કરીને દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, 'લુધિયાણાના ગ્યાસપુરા વિસ્તારમાં ગેસ લીક ​​થવાની ઘટના દુઃખદ છે. પોલીસ, પ્રશાસન અને NDRFની ટીમો ઘટનાસ્થળે હાજર છે. શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે. 

તબીબી નિષ્ણાતોની ટીમ બોલાવી સ્થળ પર હાજર પોલીસકર્મીએ જણાવ્યું કે, ગ્યાસપુરામાં ગોયલ કિરાણા સ્ટોર પાસે ગેસ લીક ​​થયો છે. અકસ્માતની ઝીણવટભરી તપાસ કરવા માટે તબીબી નિષ્ણાતોની ટીમને બોલાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે મૃતકોના સંબંધીઓ રડતા-રડતા હાલતમાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ