બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / garuda purana lord vishnu niti these important thing can change your life

Garuda Purana / બહુ નહીં, ગરુડ પુરાણની બસ આ 5 વાતો જીવનમાં ઉતારવી જોઈએ: સુખમય અને નીરોગી રહેશે જીવન, વૈભવની થશે પ્રાપ્તિ

Bijal Vyas

Last Updated: 12:32 PM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગરુડ પુરાણમાં જીવન સંબંધિત ઘણા મહત્વપૂર્ણ નિયમો જણાવવામાં આવ્યા છે, જેને અનુસરીને લોકો સરળતાથી જીવન જીવે છે અને મૃત્યુ પછી આવા લોકોની આત્માને મોક્ષ મળે છે.

  • ગરુડ પુરાણમાં મુજબ, કેટલાક દુશ્મનો હંમેશા આપણને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે
  • ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી તુલસીની પૂજા કરવાથી દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે
  • ધનવાન અને ભાગ્યશાળી બનવા માટે સ્વચ્છ અને સુગંધિત કપડાં પહેરવા જોઈએ

Garuda Purana Lord Vishnu Niti: ગરુડ પુરાણ ગ્રંથમાં કર્મોના આધારે મળતા ફળ વિશે જણાવવામાં આવ્યું છે. મૃત્યુ, સ્વર્ગ અને નરકની સાથે જ્ઞાનની પ્રેરણા પણ આ ગ્રંથમાં જોવા મળે છે. આ સાથે જ ગરુડ પુરાણમાં જીવન સંબંધિત ઘણા મહત્વપૂર્ણ નિયમો જણાવવામાં આવ્યા છે, જેને અનુસરીને લોકો સરળતાથી જીવન જીવે છે અને મૃત્યુ પછી આવા લોકોની આત્માને મોક્ષ મળે છે. આવો જાણીએ ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ દ્વારા જણાવેલ મહત્વની બાબતો વિશે.

ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક દુશ્મનો હંમેશા આપણને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં આપણે હોશિયારી બતાવવાની જરૂર છે. જો આપણે હોશિયારી નહીં બતાવીએ તો આપણને ભારે નુકસાન ભોગવવુ પડી શકે છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, આપણા શત્રુને યોગ્ય રીતે ઓળખી લીધા પછી, આપણે તે મુજબ આપણી નીતિઓનો ઉપયોગ કરીને તેને નિયંત્રિત કરવો જોઈએ.

Tag | VTV Gujarati

ધનવાન અને ભાગ્યશાળી બનવા માટે સ્વચ્છ અને સુગંધિત કપડાં પહેરવા જોઈએ. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો ગંદા કપડા પહેરે છે અને દરરોજ સ્નાન નથી કરતા, તેમની પાસે લક્ષ્મી ક્યારેય આવતી નથી. આ સાથે આવા લોકોના ઘરમાં ગરીબી રહે છે. આ પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે ધનવાન અને સંપન્ન લોકો પણ જો ગંદા કપડા પહેરે છે અથવા નહાતા નથી તો ધીરે ધીરે તેમની સંપત્તિનો નાશ થવા લાગે છે.

ખોરાકથી શરીરને શક્તિ મળે છે અને ખોરાક આપણને સ્વસ્થ બનાવે છે, સાથે શરીર માટે ઊર્જાનો મુખ્ય સ્ત્રોત છે. પરંતુ ધ્યાનમાં રાખો કે મોટાભાગની બીમારીઓ પણ ખોરાકના કારણે થાય છે. એટલા માટે આપણે માત્ર સંતુલિત અને સુપાચ્ય આહાર લેવો જોઈએ, જેથી આપણે નિરોગી શરીર મેળવી શકીએ.

વિષ્ણુ ભગવાનનું સૌથી પ્રિય વ્રત એકાદશી | Vishnu Bhagwan Ekadashi like

દરેક વ્યક્તિનું એક લક્ષ્ય હોય છે. પરંતુ ધ્યેય હાંસલ કરવા માટે શીખવાની અને સતત પ્રેક્ટિસની જરૂર છે. તેનાથી સાવ વિપરીત જો અભ્યાસનો અભાવ હોય તો ઉત્તમ જ્ઞાનનો પણ નાશ થાય છે. કારણ કે સમયની સાથે સાથે આપણું મન અને મગજ શીખેલી વસ્તુઓને ભૂલી જવા લાગે છે. તેથી જ ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે, જ્ઞાન -શિક્ષણને સુરક્ષિત રાખો, હંમેશા તેનું પાલન કરો અને તેનો અભ્યાસ કરો.

ગરુડ પુરાણ અને અન્ય તમામ ગ્રંથો-પુરાણોમાં તુલસીનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. જે ઘરમાં તુલસીનો છોડ હોય છે અને તેની પૂજા કરવામાં આવે છે ત્યાં નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. આ સાથે તેનું રોજ સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓથી પણ બચી શકાય છે. ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી તુલસીની પૂજા કરવાથી દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ