બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Garhda SP Swami hit a car in Ahmedabad

અકસ્માત / અમદાવાદમાં ગઢડા SP સ્વામીએ ગાડી ઠોકી, બનાસકાંઠામાં બાઈક સ્લીપ થતા બેના મોત, આજે કુલ અકસ્માતની 6 ઘટનાઓ

Vishal Khamar

Last Updated: 02:50 PM, 3 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં આજે ગાઢ ધુમ્મસનાં કારણે અકસ્માતની વણઝાર સર્જાઈ છે. તો બીજી તરફ ગઢડા સ્વામિનારાયણ મંદિરનાં SP સ્વામી ગાડીને અકસ્માત નડતા ભક્તોમાં ચિંતા વ્યાપી જવા પામી હતી.

  • થરા-રાધનપુર નેશનલ હાઈવે પર અકસ્માતમાં બે શ્રમિકોનાં મોત
  • સુરતમાં ધુમ્મસનાં કારણે એક સાથે  એક સાથે ચાર કાર અથડાઇ 
  • સુરતના ડિંડોલીમાં બેફામ ડમ્પરે બાળકને અડફેટે લીધુ

બનાસકાંઠાનાં થરા-રાધનપુર નેશનલ હાઈવે પર મોડી રાત્રે બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. ઉણ ગામનાં પાટીયા નજીક બે શ્રમિકો બાઈક લઈને જતા હતા.ત્યારે બાઈક ડિવાઈડર સાથે અથડાયું હતું. એક વ્યક્તિનું ઘટનાં સ્થળે તો એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. એક મૃતક ભીલડી અને એક મૃતક રાધનપુરનો હોવાનું સામે આવ્યું હતું. મૃતકોનાં મૃતદેહને થરા રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડાયા હતા. આ બાબતે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

દર્શન કરીને પરત આવી રહેલ બાળકનો થયો અકસ્માત
સુરતનાં ડિંડોલીમાં બેફામ ડમ્પરે બાળકને અડફેટે લીધો હતો. અકસ્માતમાં 5 વર્ષનાં બાળકનો હાથ કપાયો હતો. મંદિરેથી દર્શન કરીને બાળક પરત આવતો હતો. તે દરમ્યાન અકસ્માત સર્જાયો હતો. શહેરનાં રસ્તાઓ પર બેરોકટોક દોડતા ડમ્પરો સામે કાર્યવાહી કરવા રહીશોની માંગ છે. 

બે કન્ટેનર વચ્ચે સર્જાયો અકસ્માત
સુરતમાં કામરેજ નજીક બે કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કન્ટેનરનાં ક્લીનરનું મોત થયું હતું. ગાઢ ધુમ્મસ હોવાથી કન્ટેનર પાછળથી બીજું કન્ટેનર અથડાયું હતું. કન્ટેનરમાં પંચર પડ્યું હોવાથી હાઈવે પર ઊભું હતું.  ત્યારે અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. જીલ્લા ટ્રાફિક પોલીસે ઘટનાં સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

ગઢડા સ્વામિનારાયણ મંદિરના SP સ્વામીની ગાડીનો અકસ્માત

અમદાવાદનાં થલતેજ પાસે ગઢડા સ્વામિનારાયણ મંદિરનાં SP  સ્વામીની ગાડીનો અકસ્માત થયો હતો. SP  સ્વામીએ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ટ્રાફિક ચોકીમાં ધુસી ગઈ હતી. ત્યારે આ બાબતે પોલીસે SP  સ્વામી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.  કાર ટ્રાફિકની  ચોકીમાં ઘુસી જતા ભારે નુકશાન થવા પામ્યું હતું. 

સુરતમાં 10 વાગ્યા સુધી ધુમ્મસ છવાયેલ રહેતા અકસ્માત
સુરતમાં ધુમ્મસનાં કારણે અકસ્માત સર્જાયો છે. નેશનલ હાઈવે 48 પર અનેક અકસ્માત સર્જાયા છે. કામરેજ ઘલા રોડ પર એક સાથે ચાર કાર અથડાઈ હતી. કારમાં સવાર બે લોકોને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા હતા. સવારથી 10 વાગ્યા સુધી ધુમ્મસ પથરાયેલ રહેતા અકસ્માત સર્જાયો હતો.  

વધુ વાંચોઃ છોટાઉદેપુરમાં ઓચિંતી પીકઅપ વાનમાંથી કૂદી પડી બે વિદ્યાર્થિની, બન્યું કંપાવનારું, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા કડક આદેશ

રીક્ષાને અજાણ્યો વાહનચાલક ટક્કર મારી ફરાર
બનાસકાંઠાનાં ડીસા-પાટણ હાઈવે પર હીટ એન્ડ રન અકસ્માત સર્જાયો છે. રીક્ષાને અજાણ્યો વાહન ચાલકે ટક્કર મારી ફરાર થઈ ગયા હતા. અકસ્માતમાં મુસાફર નિકુલ સોલંકીનું મોત નિપજ્યું હતું. રીક્ષા ચાલક સહિત બે લોકો ઈજાગ્રસ્ત થયો હતો. ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ