બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / Ganesh Puja Rules avoid those 5 things Ganesh pooja na niyamo

ધર્મ / ગણેશજીને ભૂલથી પણ ન ચડાવતા આ 5 ચીજ, નહીં તો થઇ જશે નારાજ, પાછળ રહેલી છે આ માન્યતા

Arohi

Last Updated: 09:02 AM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ganesh Puja Rules: ગણેશ પૂજામાં અમુક વસ્તુઓને અર્પિત કરવાની મનાઈ હોય છે. તે વસ્તુઓને ચડાવવાથી વિધ્નહર્તા ગણેશજી નારાજ થઈ શકે છે. તેનાથી તમારુ વ્રત અને પૂજા પણ નિષ્ફળ થઈ શકે છે.

  • ગણેશજીને ભૂલથી પણ ન ચડાવો આ 5 વસ્તુઓ 
  • નારાજ થઈ જશે ગણપતિજી 
  • પૂજા થઈ શકે છે નિષ્ફળ 

બુધવારનો દિવસ ગણેશ પૂજાનો હોય છે. આ ઉપરાંત સંકષ્ટી ચતુર્થી અને વિનાયક ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પાની પૂજા કરે છે અને વ્રત રાખે છે. ગણેશજીની પૂજાના ખાસ નિયમ છે. તેમનું પાલન જરૂરી છે. 

ગણેશજીને પ્રસન્ન કરવા માટે મોદક, સિંદૂર અને ધરો જરૂર અર્પિત કરવો જોઈએ જેથી ગણપતિ બાપ્પા સંકટોને દૂર કરીને મનોકામનાઓ પુરી કરે. પરંતુ ગણેશ પૂજામાં અમુક વસ્તુઓને અર્પિત કરવાની મનાઈ હોય છે. તે વસ્તુઓને ચડાવવાથી વિધ્નહર્તા ગણેશજી નારાજ થઈ શકે છે. તેનાથી તમારુ વ્રત અને પૂજા પણ નિષ્ફળ થઈ શકે છે.  

તુલસી
શિવજીની જેમ જ ભગવાન ગણેશની પૂજામાં પણ તુલસી અર્પણ કરવામાં આવતી નથી. ગણપતિના ભોગ કે પ્રસાદમાં તુલસીના પાન નથી નાખવામાં આવતા કારણ કે ભગવાન ગણેશે તુલસીને શ્રાપ આપ્યો હતો અને પોતાની પૂજામાં સ્વીકાર ન કરવાની વાત કહી હતી. 

ચંદ્રમાની સાથે જોડાયેલી વસ્તુઓ 
કહેવાય છે કે આ એક વખત ચંદ્રમાએ ગણેશજીનો ઉપહાસ કર્યો હતો જેથી તેમણે નારાજ થઈને ચંદ્રમાને શ્રાપ આપ્યો હતો કે તેમનું સૌદર્ય ખતમ થઈ જશે. આ કારણે ગણેશ પૂજામાં સફેદ ચંદન, સફેદ વસ્ત્ર, સફેદ જનેઉ વગેરે અર્પિત નથી કરી શકતું. 

તૂટેલા અક્ષત 
અક્ષત એટલે કે જેની ક્ષતિ ન થઈ હોય જે અક્ષય હોય. ગણેશજીની પૂજામાં તૂટેલા અક્ષતનો ઉપયોગ ન કરો. હંમેશા એવા ચોખાઓનો ઉપયોગ કરો જે તૂટેલા ન હોય, આખા હોય. 

કરમાઈ ગયેલા ફૂલ અને માળા 
ગણેશજીની પૂજામાં કરમાઈ ગયેલા ફૂલ અને માળાનો ઉપયોગ ન કરવો જોઈએ. તેનો ઉપયોગ કરવાથી દોષ લાગે છે. પૂજા સ્થાન પર તેને રાખવાથી વાસ્તુ દોષ પણ પેદા થાય છે. તેના માટે તમે જોયુ હશે કે મંદિરથી એક સમયના બાદ ફૂલો અને માળાઓને હટાવી દેવામાં આવે છે. 

સફેદ કે કેતકીના ફૂલ 
ગણેશજીની પૂજા કરતી વખતે સફેદ કે કેતકીના ફૂલનો ઉપયોગ ન કરવા જોઈએ. શિવ પૂજામાં પણ કેતકી ફૂલ વર્જીત છે. ગણેશજીને હજારીગલના ફૂલ, લાલ ફૂલ અર્પિત કરી શકો છો. 

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ