બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / gandhinagar vidhansabha Gujarat Government replay on ventilator

ગાંધીનગર / કોરોનામાં ગુજરાત સરકારે 125 કરોડના વેન્ટિલેટર ખરીદ્યા, સૌથી વધુ પ્રતિ નંગ રૂ.11 લાખના ભાવે ખરીદ્યા

Kavan

Last Updated: 02:46 PM, 23 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભા સત્રમાં આજે તારાંકિત પ્રશ્નોત્તરી પર ચર્ચા કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસના ઉનાના ધારાસભ્ય પૂંજા વંશ દ્વારા સરકારને કોરોનાકાળ દરમિયાન મળેલા વેન્ટિલેટર અંગેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

  • વિધાનસભા ગૃહમાં વેન્ટિલેટર મુદ્દે સરકારે આપ્યો જવાબ
  • કહ્યું-વેન્‍ટીલેટર પાઠળ 125 કરોડનો કરાયો ખર્ચ
  • કુલ 7412 વેન્‍ટીલેટર મળ્યા દાનમાં

ઉનાના ધારાસભ્ય પૂંજા વંશ દ્વારા પૂછવામાં આવેલ સવાલના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું કે, 7412 વેન્‍ટીલેટર દાનમાં મળ્યા હતા. જેમમાં HLL લાઈફ કેરએ ધમન-1, ધમન-3,આગવા, અલાઈડ, બેલ, લાઈફવેન્‍ટ વેન્‍ટીલેટરનો સમાવેશ થાય છે. 

વેન્ટિલેટર માટે 125 કરોડનો કરાયો ખર્ચ 

આ સાથે જ સરકારે વધુમાં માહિતી આપતા ગૃહમાં જણાવ્યું કે, સરકારે 2305 વેન્‍ટીલેટર પાઠળ રૂ.125 કરોડનો ખર્ચ થયો છે, જેમાં સૌથી વધુ સીલ્‍લર હેલ્‍થકેર ઈન્‍ડીયા પાસેથી પ્રતિ નંગ 11 લાખ લેખે ખરીદ્યા છે. 

કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોને સહાયનો મુદ્દો

કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોને સહાયનો મુદ્દો ગૃહમાં ઉછળ્યો તો.શૈલેષ પરમારે ગૃહમાં મુદ્દો ઉઠાવતા કહ્યું કે,10 હજાર 942 લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યાના સરકારે આંકડા દર્શાવ્યા છે.સરકારે 20 હજાર 970 બાળકોને સહાયની અરજી મંજૂર કરી છે.બાલ સહાયની 3 હજાર અરજી પડતર છે.10 હજાર 942 મૃત્યુ થયા હોય તો 20 હજાર 970 અરજી કેમ મંજૂર થઇ છે.

ટેસ્ટિંગ કીટ મુદ્દે પણ મામલો ગરમાયો 

વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાં આજે ટેસ્ટિંગ કીટનો મુદ્દો ઉઠ્યો હતો.કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ટેસ્ટિંગ કિટનો મુદ્દો ઉઠાવ્યો હતો. શૈલેષ પરમારે સરકારને કેટલાક વેધક સવાલો કર્યા હતા.તેમણે જણાવ્યું હતું કે WHO દ્વારા ચેતવણી આપવામાં આવી હતી. 22 માર્ચ 2020ના રોજ લોકડાઉન થયું તેમ છતાં સરકારે 17 એપ્રિલે કેમ ટેસ્ટિંગ કીટનો ઓર્ડર આપ્યો. સરકારે ટેસ્ટિંગ કીટની ખરીદી કરવામાં મોડું શું કામ કર્યું? સરકારે 17 રૂપિયાથી લઇ 1600 રૂપિયામાં વિવિધ ભાવે ટેસ્ટિંગ કિટની ખરીદી કરી છે તો સરકાર ભાવ તફાવત સાથે શા માટે કીટોની ખરીદી કરી

વિધાનસભામાં અદાણી હાય-હાયના નારા

ગુજરાત સરકાર પણ અદાણી પાવર પર મહેરબાન હોય તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ મુદ્દો આજે વિધાનસભામાં પણ ઉછળ્યો હતો.તાજેતરમાં મળેલી માહિતી મુજબ ગુજરાત સરકારે અદાણીને વીજ કરાર કરતા વધારે ભાવ ચૂકવ્યા હોવાના આક્ષેપ છે. આ કરાર મુજબ અદાણી પાવર લિ. સાથે 25 વર્ષ માટે ગુજરાત સરકાર દ્વારા કરાર કરવામાં આવ્યા હતા. 

વધારે દરે ખરીદવામાં આવી વીજળી 

અદાણી ગ્રુપ સાથે વર્ષ 2006-2007માં 25 વર્ષ માટે કરાર કરાયા હતા.  આ કરારોમાં 25 વર્ષ માટે રૂ.2.89 પ્રતિ યુનિટ, રૂ.2.35 પ્રતિ યુનિટના લેવલાઈઝ કરાર થયા હતા. અને મળેલી માહિતી અનુસાર 15-10-2018 થી તા.31-12-2020 સુધીમાં રૂ.3.52ના દરે વીજળી ખરીદાઈ છે. દેખીતી રીતે અદાણી પાવર પાસેથી વીજળી ખરીદીના કરાર છતાં ઉંચા દર ચુકવાયા હોવાની બાબત ખૂલી હતી. જેના કારણે આગામી સમયમાં સરકાર અથવા તો પાવર ગ્રૂપને જવાબ આપવો પડે તેવી સ્થિત સર્જાઇ હતી અને આજે વિધાનસભામાં આ મુદ્દો છેડાતા સરકારે જવાબ પણ આપ્યો હતો. વિધાનસભામાં અદાણી હાય હાયના નારા પણ લાગ્યા હતા. 

સરકારી વીજ મથકોમાં વીજ ઉત્પાદન ઘટ્યુ
તાજેતરમાં જ કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાનુ ગૃહમાં નિવેદન સામે આવ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે સરકારી વિજમથકોમાં  વીજ ઉત્પાદન ઘટ્યુ છે. 

સી.જે.ચાવડાના જણાવ્યા અનુસાર સરકારી વિજમથકોમાં 6000 મેગા વોટ વીજ ઉત્પાદન થવું જોઈએ પરંતુ  હાલ માત્ર 3000 મેગાવોટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. જે ચિંતાનો વિષય છે. 
આ ઉપરાંત ખાનગી કંપનીઓને ફાયદો કરાવવા વીજ ઉત્પાદન ઘટાડ્યુ હોવાનો દાવો પણ કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડા દ્વારા કરવામાં આવ્યો હતો. 

ગૃહમાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈનો જવાબ

કોંગ્રેસના સવાલ પર આજે વિધાનસભાન્મ ગૃહમાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈનો જવાબ પણ સામે આવ્યો છે. તેમણે કહ્યું હતું કે અદાણી પાવરને સરકારે 8916 કરોડ ચૂકવ્યા છે. ઉપરાંત તેમણે સ્વીકાર્યું હતું કે સરકારી વીજ ઉત્પાદન ઘટતું જાય છે. તેમણે કહ્યું હતું કે અમે સરકારી વીજ મથકોમાં 100% વીજ ઉત્પાદન કરવા માગીએ છીએ. જો કે હાલના તબક્કે સરકારી મથકોમાં પ્રતિ યુનિટ 4.76 રૂપિયે વીજ ઉત્પાદન થાય છે અને અદાણી પાસેથી 3.39 પૈસે પ્રતિ યુનિટ વીજળી ખરીદીએ છીએ. 

અદાણી, ટાટા પાવરને સરકારે કરોડોનો ફાયદો કરવ્યનો આક્ષેપ 

સી.જે.ચાવડાએ જણાવ્યા અનુસાર અદાણી, ટાટા પાવરને સરકારે કરોડોનો ફાયદો કરાવ્યો છે. અગાઉ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રશ્નોતરીકાળ દરમિયાન અદાણી પાવર.લિ પાસેથી વીજળી ખરીદવાનો પ્રશ્ન કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ પ્રશ્ન કર્યો હતો કે, અદાણી પાવર.લિ પાસેથી 6 ફેબ્રુઆરી 2007 તથા 2 ફેબ્રુઆરી 2007ના રોજ બીડ-1 અને બીડ-2 અંતર્ગત 25 વર્ષ માટે વીજ ખરીદી એગ્રીમેન્ટ થયા છે તે હકીકત સાચી છે. જો આ હકીકત સાચી હોય તો બીડ-1 અને બીડ-2 અંતર્ગત કયા દરે અદાણી પાવર લિ. પાસેથી વીજળી ખરીદીના એગ્રીમેન્ટ થયા છે.

આ કરારો બાદ 31 ડિસેમ્બર 2021ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં માસવાર કેટલી વીજળી ખરીદવામાં આવી એ પ્રશ્નના જવાબમાં સરકારે આપેલી વિગતોમાં ખુલાસો થયો હતો કે, બે વર્ષમાં સરકારે અદાણી પાવર પાસેથી 12,534 મિલિયન યુનિટ્સ વીજળી ખરીદી છે. જેના માટે કુલ 4771 કરોડ ચૂકવ્યા હોવાની માહિતી મળી હતી.પ્રશ્નોતરીકાળમાં સરકારે સ્વીકાર્યું છે કે, રાજ્યમાં 82,984 કૃષિ વિષયક વીજ જોડાણ મેળવવા માટેની અરજીઓ પડતર છે.

1432 મિલિયન યુનિટ્સની ઓછી ખરીદી કરી પણ 19 કરોડ વધુ ચૂકવ્યા

કોંગ્રેસના ધારાસભ્યના જવાબમાં સરકારે વર્ષ 2020 અને વર્ષ 2021માં ગુજરાત સરકારે મહિનાવાર ખરીદેલી વીજળીની માહિતી આપી હતી. 2020માં દર મહિને ખરીદેલા યુનિટ્સ, ફિક્સ કોસ્ટ, પ્રતિ યુનિટ દર અને કુલ કેટલા રૂપિયાની વીજળી ખરીદી તેની વિગતો જાહેર કરી છે. જેમાં વર્ષ 2020માં 6983 મિલિયન યુનિટ્સ વીજળી ખરીદી છે. જેના માટે કુલ રૂ.2376 કરોડનો ખર્ચ કર્યો છે. જ્યારે વર્ષ 2021માં 5551 મિલિયન યુનિટ્સ વીજળી ખરીદી છે. જેના માટે કુલ રૂ.2395 કરોડનો ખર્ચ કર્યો છે. જેમાં વીજળીના દરમાં થયેલો ભાવ વધારો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. વર્ષ 2021માં વર્ષ 2020 કરતા 1432 મિલિયન યુનિટ્સની ઓછી ખરીદી કરી છે. તેની સામે 19 કરોડ વધુ ચૂકવ્યા છે.

કોંગ્રેસના સવાલ પર આજે વિધાનસભાન્મ ગૃહમાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈનો જવાબ પણ સામે આવ્યો છે. તેમણે કહ્યું હતું કે અદાણી પાવરને સરકારે 8916 કરોડ ચૂકવ્યા છે. ઉપરાંત તેમણે સ્વીકાર્યું હતું કે સરકારી વીજ ઉત્પાદન ઘટતું જાય છે. જો આ બાબત પણ સાચી હોય તો એ ચિંતાનો વિષય છે અને તેનો વિકલ્પ શોધવો જરૂરી બની જાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ