બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Gadar 2 Vs OMG 2 Box Office Collection Sunny Deol film bumper opening of 40 crores

Gadar 2 Vs OMG 2 / બોક્સ ઓફિસ પર ચાલ્યો સન્ની પાજીનો 'હથોડો', પહેલા જ દિવસે Gadar 2એ તોડી નાખ્યો OMG 2નો રેકોર્ડ, જુઓ કલેક્શન

Megha

Last Updated: 09:32 AM, 12 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gadar 2 VS OMG 2: અક્ષય કુમારની ફિલ્મને રિવ્યુના સંદર્ભમાં દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે તો સની દેઓલની ફિલ્મને બોક્સ ઓફિસ કલેક્શનના સંદર્ભમાં પ્રશંસા મળી રહી છે. કોને કરી સારી ઓપનિંગ?

  • ગદર 2 કે OMG 2.. બોક્સઓફિસ પર કોને કરી સારી ઓપનિંગ?
  • બોક્સ ઓફિસ પર પહેલા દિવસે ગદર 2 એ OMG 2ને માત આપી
  • ગદર 2 એ પહેલા દિવસે 40 કરોડની બમ્પર ઓપનિંગ કરી

Gadar 2 Vs OMG 2 Box Office Collection: હાલ મોટા સ્ટાર્સની ઘણી ફિલ્મો એક સાથે રિલીઝ થઈ છે જેમાં સુપરસ્ટાર રજનીકાંતની જેલર, ચિરંજીવીની ભોલા શંકર, સની દેઓલની અમીષા પટેલની ગદર 2 અને અક્ષય કુમારની OMG 2નો સમાવેશ થાય છે. એવામાં ગદર 2 અને OMG 2 વચ્ચે શરૂઆતથી જ લડાઈ ચાલી રહી હતી અને ગઇકાલે બંને ફિલ્મ એક સાથે રિલીઝ થયા બાદ તેના બોક્સઓફિસ પર કમાણીના આંકડા સામે આવ્યા છે. 

ગદર 2 કે OMG 2.. બોક્સઓફિસ પર કોને કરી સારી ઓપનિંગ?
અક્ષય કુમારની ફિલ્મને રિવ્યુના સંદર્ભમાં દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે ત્યારે સની દેઓલની ફિલ્મને બોક્સ ઓફિસ કલેક્શનના સંદર્ભમાં લોકો તરફથી પ્રશંસા મળી રહી છે. 22 વર્ષ પછી જ્યારે સની દેઓલ ફરી એકવાર મોટા પડદા પર તારા સિંહની ભૂમિકામાં દેખાયો અને 'હિન્દુસ્તાન ઝિંદાબાદ' ના નારા લગાવ્યા, ત્યારે પ્રેક્ષકોએ પણ તેને ઘણો સપોર્ટ કર્યો. આ બંને ફિલ્મોએ પ્રથમ દિવસે કેટલી કમાણી કરી છે તેના આંકડા સામે આવ્યા છે, જે ઘણા લોકોને આશ્ચર્યચકિત કરશે. 

ગદર 2 એ પહેલા દિવસે 40 કરોડની બમ્પર ઓપનિંગ કરી
એક અહેવાલ મુજબ સની દેઓલ અને અમીષા પટેલની ગદર 2 એ પહેલા દિવસે 40 કરોડની બમ્પર ઓપનિંગ કરી છે તો તેની સામે અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની OMGએ માત્ર 9.50 કરોડની કમાણી કરી છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે બોક્સ ઓફિસ પર પહેલા દિવસે ગદર 2 એ OMG 2ને માત આપી દીધી છે.  આ કલેક્શન સાથે ગદર 2 વર્ષ 2023ની બીજી સૌથી મોટી ઓપનિંગ બોલિવૂડ ફિલ્મ બની ગઈ છે. પઠાણ 57 કરોડ સાથે નંબર વન પર છે.

રિવ્યુ વિશે વાત કરીએ તો વિવેચકો OMG 2 ને ગદર 2 કરતાં વધુ સારી સમીક્ષાઓ આપી છે અને દર્શકોએ બંને ફિલ્મોને પસંદ કરી છે. જોકે તે પહેલો દિવસ હતો. પરંતુ તે જોવાનું રસપ્રદ રહેશે કે સપ્તાહના અંતે કોણ કોનાથી આગળ રહે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ