બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Gadar 2 earns over 500 crores: becomes all time blockbuster film, Pathan's record will break

મનોરંજન / ગદર 2 ની કમાણી 500 કરોડને પાર: બની ગઈ ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ, પઠાનનો તૂટશે રેકૉર્ડ

Megha

Last Updated: 09:21 AM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gadar 2 Box Office Collection: હજુ પણ  દરેક જગ્યાએ સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મની ચર્ચા ચાલી રહી છે, એવામાં ફિલ્મે ભારતમાં 400 કરોડ તો વર્લ્ડવાઈડ 500 કરોડથી વધુ કમાણી કરી લીધી છે.

  • હજુ પણ દરેક જગ્યાએ સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મની ચર્ચા
  • ફિલ્મે ભારતમાં 400 કરોડ તો વર્લ્ડવાઈડ 500 કરોડથી વધુ કમાણી કરી 
  • 14માં દિવસે ફિલ્મ ગદર 2 એ કર્યું આટલું કલેક્શન 

Gadar 2 Box Office Collection Day 14: ગદર 2 એ કેટલી કમાણી કરી? ગદર 2 બોક્સ ઓફિસ કલેક્શન શું છે? શું ગદર 2ની કમાણી 500 કરોડને પાર કરી ગઈ છે? શું ગદર 2 પઠાણ કરતાં સારી છે? આવા અનેક પ્રશ્નો ચાહકોના મનમાં ઉદ્ભવતા જ હશે કારણ કે આજકાલ દરેક જગ્યાએ સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મની ચર્ચા છે. 

ફિલ્મે ભારતમાં 400 કરોડ તો વર્લ્ડવાઈડ 500 કરોડથી વધુ કમાણી કરી 
તો જણાવી દઈએ કે ફિલ્મે ભારતમાં 400 કરોડનો આંકડો પાર કરી લીધો છે અને આ ફિલ્મે 14માં દિવસે વર્લ્ડવાઈડ રજનીકાંતના જેલરનો 500 કરોડથી વધુનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવે ચાહકો એ જણાવ આતુર છે કે શું ગદર 2 શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મનો રેકોર્ડ તોડી શકશે કે નહીં.

14માં દિવસે ગદર 2 એ કર્યું આટલું કલેક્શન 
બોક્સ ઓફિસ ટ્રેકરના પ્રારંભિક આંકડા અનુસાર ગદર 2 એ 14માં દિવસે માત્ર 8.20 કરોડનું કલેક્શન કર્યું છે, ત્યારબાદ ભારતમાં ફિલ્મનું કુલ કલેક્શન 418.90 કરોડ થઈ ગયું છે. બીજી તરફ વર્લ્ડવાઈડ કમાણીની વાત કરીએ તો સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મે 530 કરોડથી વધુની કમાણી કરી છે. 

બીજા અઠવાડિયામાં કેટલી કમાણી કરી 
બીજા અઠવાડિયામાં કમાણીની વાત કરીએ તો ગદર 2 ફિલ્મે પહેલા અઠવાડિયામાં 284.63 કરોડની કમાણી કરી હતી, તો 8માં દિવસે 20.5 કરોડ, 9માં દિવસે 31.0 કરોડ, 10માં દિવસે 38.9 કરોડ, 11માં દિવસે 13.50 કરોડ, 12 દિવસે 12.10 કરોડ તો 13માં દિવસે 10 કરોડની કમાણી કરી હતી. 

નોંધનીય છે કે ગદર 2 એ 2001ની હિટ ફિલ્મ ગદરની સિક્વલ છે, જેમાં સની દેઓલ, અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્મા ફરી એકવાર જોવા મળ્યા છે. અને ફિલ્મનું પ્રમોશન અને બાકી ખર્ચા સહિત કુલ બજેટ માત્ર 80 કરોડ છે. 

ડાયરેક્ટરનું છલકાયુ દુખ 
એક ઈન્ટરવ્યૂમાં ફિલ્મના ડાયરેક્ટર અનિલ શર્માનું દુઃખ છલકાયું છે. તેમણે જણાવ્યું કેવી રીતે તેમણે ઓછા બજેટની સાથે આ ફિલ્મ બનાવી છે. તેમણે મૂવીના રિલ બજેટનો ખુલાસો કર્યો.  અનિલ શર્માએ કહ્યું- "લોકોનું કહેવું હતું કે હું ફિલ્મ બનાવી નથી રહ્યો અને સનીની મૂવીઝ બિઝનેસ નથી કરી રહી. ઉત્કર્ષ શર્મા નવો છે. સિમરત અને મનીષ વાધવા પહેલી ગદર સાથે જોડાયેલા ન હતા. લોકોને લાગી રહ્યું હતું કે મારા દિકરા ઉત્કર્ષ માટે આ ફિલ્મ બનાવી રહ્યો છું. પરંતુ ગદર એક બ્રાંડ છે. મને પોતાના પ્રોજેક્ટ પર વિશ્વાસ હતો. આ મૂવી ફક્ત 60 કરોડમાં બની છે. જ્યારે લોકો 600 કરોડમાં બનેલી ફિલ્મોની વાત કરે છે."

લોકોને કનેક્ટ કરી શકે તેવી સ્ટોરી 
અનિલ શર્માએ કહ્યું આગળ કહ્યું- "ગદરનું ફૂટફોલ 17.5 કરોડ હતું. અમને લાગ્યું તેમાંથી 5 કરોડ લોકો આજે પણ ગજર જોવા માંગશે. માટે અમે સ્ટોરીમાં વધારે ફેરફાર ન કર્યો. અમે એવી સ્ટોરી ઈચ્છતા હતા જે લોકો સાથે કનેક્ટ કરી શકે.ગદર એક પીરિયડ ફિલ્મ છે પરંતુ અમે તેનો કોઈ સેટ ન હતો બનાવ્યો. રિયલ લોકેશન્સ પર મૂવી શૂટ કરી. અમે VFXનો ઉપયોગ નથી કર્યો. અમે બધુ રિયલ કર્યું. લોકો VFX પર કરોડો ખર્ચ કરે છે. આ એક્ટર્સ-ડાયેક્ટર્સ માટે સરળ હોય છે પરંતુ અમે તે રસ્તો નથી પસંદ કર્યો. "

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ