બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / G20 Summit 2023 700 chefs, 400 varieties of dishes, See how the preparations are at Bharat Mandapam for G20 guests

G20 Summit / 700 શેફ, 400 જાતની વાનગીઓ, ક્લાસિકલ મ્યુઝિક...: G20 ના મહેમાનો માટે ભારત મંડપમમાં જુઓ કેવી છે તૈયારીઓ

Megha

Last Updated: 01:06 PM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

G20 Summit : G20 સમિટ માટે 'ભારત મંડપમ'માં આવનારા તમામ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો માટે લગભગ 700 શેફ ભોજન તૈયાર કરશે અને જાજરમાન વિદેશી મહેમાનોને લગભગ 400 થી વધુ વાનગીઓ પીરસવામાં આવશે.

  • ભારત મંડપમ વિશ્વની મહાસત્તાઓને એક મંચ પર લાવવા માટે તૈયાર
  • તમામ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો માટે લગભગ 700 શેફ ભોજન તૈયાર કરશે
  • વિદેશી મહેમાનોને લગભગ 400 થી વધુ વાનગીઓ પીરસવામાં આવશે

G20 Summit : ભારત મંડપમ વિશ્વની મહાસત્તાઓને એક મંચ પર લાવવા માટે તૈયાર છે. G20 સમિટ માટે નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં બનેલા 'ભારત મંડપમ'માં આવનારા તમામ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો માટે લગભગ 700 શેફ ભોજન તૈયાર કરશે અને જાજરમાન વિદેશી મહેમાનોને લગભગ 400 થી વધુ વાનગીઓ પીરસવામાં આવશે. આ સિવાય શ્રી અન્નમાંથી બનાવેલી દેશી અને વિદેશી વાનગીઓ પણ રાષ્ટ્રાધ્યક્ષો અને તેમની સાથે આવેલા પ્રતિનિધિમંડળને પીરસવામાં આવશે. આ સાથે જ દિલ્હી સરકારે G20 સમિટમાં હાજરી આપનાર સેલિબ્રિટીઓને પીરસવામાં આવતા ભોજનની તપાસ કરવા માટે ખાદ્ય સુરક્ષા અધિકારીઓને તૈનાત કર્યા છે  .

હોટેલોના સ્ટાફ મહેમાનગતિ કરવા માટે તૈયાર છે 
એ વાત તો જાણીતી છે કે G20 સમિટ માટે દેશની રાજધાની નવી દિલ્હીમાં વિશ્વભરમાંથી મહેમાનો એકત્ર થવા લાગ્યા છે અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ સાથે દેશની રાજધાની દિલ્હીની મોટી ફાઇવ સ્ટાર હોટેલોના સ્ટાફને પણ મહેમાનગતિ માટે તૈનાત કરવામાં આવ્યા છે. ઉપરાંત સમિટના સ્થળ એટલે કે 'ભારત મંડપમ' પર મહેમાનો માટે નાસ્તો, લંચ, હાઈ ટી અને ડિનર પણ ફાઈવ સ્ટાર હોટલના શેફ દ્વારા તૈયાર કરવામાં આવશે.  

મહેમાનોની ઈચ્છા મુજબ હોટલના શેફ વાનગીઓ તૈયાર કરી આપશે
'ભારત મંડપમ'ની અંદર લાઈવ કિચન બનાવવામાં આવ્યું છે. જેમાં ફાઈવ સ્ટાર હોટલના શેફ મહેમાનોની ઈચ્છા મુજબ વાનગીઓ તૈયાર કરી આપશે અને ત્યારબાદ વિદેશી મહેમાનોને ચાંદીના વાસણોમાં વાનગીઓ પીરસવામાં આવશે. આ બે દિવસ મહેમાનો માટે ભારતીય ભોજનથી લઈને ઘણા દેશોના પરંપરાગત ભોજન પણ ઉપલબ્ધ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત શ્રીઅન્નને પ્રમોટ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ખાસ મહેમાનો માટે બરછટ અનાજની ખાસ વાનગીઓ તૈયાર કરવામાં આવશે. 

એટલું જ નહીં, શાકાહારી તેમજ માંસાહારી મહેમાનો માટે ઓક્ટોપસ અને સૅલ્મોન માછલી પણ જાપાનથી આયાત કરવામાં આવી છે. જેથી ખાસ મહેમાનોને એમની પસંદનું ભોજન મળી રહે. 
 
'ભારત મંડપમ' સિવાય હોટલમાં પણ ભોજનની ખાસ વ્યવસ્થા 
'ભારત મંડપમ' સિવાય ફાઇવ-સ્ટાર હોટલોના સામાન્ય ડાઇનિંગ એરિયામાં વિશેષ વાનગીઓની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં રોકાયેલા G-20 પ્રતિનિધિમંડળ માટે વિશેષ વાનગીઓ પીરસવામાં આવશે. જેમાં મીઠાઈ સૌથી મહત્વની ભૂમિકા ભજવશે.

ખોરાકની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવશે
મહેમાનોને પીરસવામાં આવતી ખાદ્ય ચીજોની બારીકાઈથી તપાસ કરવામાં આવશે. આ માટે દિલ્હી સરકારે ખાદ્ય સુરક્ષા અધિકારીઓને તૈનાત કર્યા છે. 18 અધિકારીઓ નવી દિલ્હીની 19 ફાઇવ-સ્ટાર હોટલ અને એરોસિટી વિસ્તારમાં જ્યાં વિદેશી મહેમાનો રોકાશે ત્યાં વપરાતી કાચા ખાદ્ય પદાર્થોના નમૂના એકત્ર કરી રહ્યા છે. અને ગયા સોમવારથી હોટલમાંથી એકત્રિત કરવામાં આવેલા નમૂનાઓનું લેબ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. 

વાસણો અને રસોડાની સ્વચ્છતાનું ધ્યાન રાખો 
ફૂડ સેફ્ટી ઓફિસર વાસણોની સફાઈ સહિત રસોડા અને સ્ટાફની સફાઈ પર પણ નજર રાખશે. આ સાથે પીરસતા પહેલા રાંધેલા ખોરાક પર બારીકાઈથી નજર રાખવામાં આવશે અને ગુણવત્તાની ચકાસણી માટે સેમ્પલ લેવામાં આવશે. 24 કલાકમાં લેબ રિપોર્ટ મળ્યા બાદ કાચા ખાદ્ય સામગ્રીનો ઉપયોગ રસોઈ માટે કરવામાં આવશે. તે જ સમયે લેબ ટેસ્ટિંગ વિના રસોડામાં કોઈપણ ખાદ્યપદાર્થો ઉપલબ્ધ કરવામાં આવશે નહીં કે રાંધવામાં આવશે નહીં. 

અંહિયા મહત્વનું છે કે સામાન્ય રીતે ખાદ્યપદાર્થોના નમૂનાઓના અહેવાલો આવવામાં 15-20 દિવસનો સમય લાગે છે, પરંતુ G20 મહેમાનોને પીરસવામાં આવતા ખાદ્ય પદાર્થોના નમૂનાઓનું પરીક્ષણ ઝડપી કરવામાં આવશે અને થોડા કલાકોમાં અહેવાલો ઉપલબ્ધ કરાવવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ