ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / From now foreign language course will be started in Gujarat University including VNSGU

કવાયત / હવેથી VNSGU સહિત ગુજરાત યુનિ.માં પણ શરૂ કરાશે વિદેશી ભાષાનો કોર્સ, જાણો કઇ-કઇ લેંગ્વેજ ભણાવાશે

Published By: Priykant Shrimali

Last Updated: 09:05 AM, 8 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Foreign Language Course Latest News: ડાયમંડ બુર્સના કાર્યક્રમમાં PM મોદીએ ફોરેન લેગ્વેજ કોર્સ શરૂ કરવા ટકોર કરી અને.......  વીર નર્મદ યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી ભાષાનો કોર્સ શરૂ

ADVERTISEMENT

  • ગુજરાત યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક વર્ષથી વિદેશી ભાષાનો કોર્સ શરૂ કરાશે
  • ફોરેન લેન્ગ્વેજ ડિપાર્ટમેન્ટમાં ડિપ્લોમા, ડિગ્રી અને પીજીના કોર્સ શરૂ કરાશે
  • ચાઈનીઝ, જાપાનીઝ, જર્મન, રશિયન, ફ્રેન્ચ સહિતની ભાષા શીખવવામાં આવશે
  • વીર નર્મદ યુનિવર્સિટીમાં ફ્રેન્ચ,જર્મન, સ્પેનિશ અને રશિયન સહિત ફોરેન લેંગ્વેજ કોર્ષનો પ્રારંભ

Foreign Language Course : રાજ્યની બે યુનિવર્સિટીઓમાં વિદેશી ભાષાનો કોર્સ શરૂ કરવામાં આવશે.મહત્વનું છે કે, તાજેતરમાં સુરતમાં ડાયમંડ બુર્સના કાર્યક્રમમાં PM મોદીએ ફોરેન લેગ્વેજ કોર્સ શરૂ કરવા ટકોર કરી હતી. જે અંતર્ગત વીર નર્મદ યુનિવર્સિટીમાં ફ્રેન્ચ,જર્મન, સ્પેનિશ અને રશિયન સહિત અન્ય ફોરેન લેંગ્વેજ કોર્ષનો આજથી પ્રારંભ કરી દેવાયો છે. આ તરફ હવે ગુજરાત યુનિવર્સિટીમાં પણ નવા શૈક્ષણિક વર્ષથી વિદેશી ભાષાનો કોર્સ શરૂ કરાશે. મહત્વનું છે કે, આ બંને યુનિવર્સિટીમાં 10 જેટલી વિદેશી ભાષા શીખવવામાં આવશે. 

દક્ષિણ ગુજરાતમાં વીર નર્મદ યુનિવર્સિટીમાં ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ અને રશિયન સહિત અન્ય ફોરેન લેંગ્વેજ કોર્ષનો પ્રારંભ કરાયો છે.  નર્મદ યુનિવર્સિટી દ્વારા ફોરેન લેગ્વેજ કરવા ઈચ્છુક ઉમેદવારો પાસે ઓનલાઈન અરજી મંગાવી હતી અને આજથી ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશઅને રશિયન ભાષામાં સર્ટિફિકેટ કોર્સ શરૂ કર્યા છે. યુનિવર્સિટીમાં અભ્યાસક્રમો સંબંધિત છે. ભાષાઓમાં ડિગ્રી, પ્રમાણપત્રો અને નિપુણતા ધરાવતા અનુભવી શિક્ષકો દ્વારા આ સર્ટિફિકેટ કોર્સનું શિક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. હાલમાં ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ, રશિયન ભાષાઓમાં સવારે 8-10 અને સાંજે 6-8 સુધીના ક્લાસ VNSGUના અંગ્રેજી વિભાગ ખાતે શરૂ કરાયા છે. આ સર્ટિફિકેટ કોર્સ માટે રજીસ્ટ્રેશન હજુ પણ ચાલુ છે. રસ ધરાવતી વ્યક્તિઓ કોર્સ માટે રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

વધુ વાંચો: આજે રાજ્યસભાની 4 બેઠકો માટેની ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ થશે, જાણો ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ

ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી ભાષાનો કોર્સ શરૂ કરાશે
આ તરફ અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી ભાષાનો કોર્સ શરૂ કરાશે. વિગતો મુજબ નવા શૈક્ષણિક વર્ષથી વિદેશી ભાષાનો કોર્સ શરૂ કરાશે. જેમાં ખાસ કરીને ફોરેન લેન્ગ્વેજ ડિપાર્ટમેન્ટમાં ડિપ્લોમા, ડિગ્રી અને પીજીના કોર્સ શરૂ કરાશે. મહત્વનું છે કે, ઓલિમ્પિકની તૈયારીના ભાગરૂપે સરકારે ગુજરાત યુનિ.ને આદેશ કર્યો હતો. જે બાદમાં હવે ચાઈનીઝ, જાપાનીઝ, જર્મન, રશિયન, ફ્રેન્ચ સહિતની ભાષા શીખવવામાં આવશે. મહત્વનું છે કે, રાજ્યમાં વિદેશી ભાષાના જાણકાર વિદ્યાર્થીઓ મળી રહે તે માટે કોર્સ શરૂ કરાશે.

સંકળાયેલા મુદ્દાઓ

Foreign Language Course PM મોદી vnsgu ગુજરાત યુનિવર્સીટી વિદેશી ભાષા કોર્સ વીર નર્મદ યુનિવર્સિટી Foreign Language Course

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ