બ્રેકિંગ ન્યુઝ

logo
logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન, તો ગુજરાતમાં 47 ટકા વોટિંગ

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

logo

વડનગર તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પર ભાજપના આગેવાનનો હુમલો

logo

અમદાવાદની ગરમીમાં મતદાનનો માહોલ ઠંડો પડ્યો, મથક પર એકલ દોકલ મતદાર જ જોવા મળી રહ્યા છે

logo

મતદાન વચ્ચે કોંગ્રેસ ભાજપ આમને-સામને, શક્તિસિંહ ગોહિલે ગૃહમંત્રીના ખેસ પહેરવા પર ઉઠાવ્યો વાંધો

VTV / ગુજરાત / અમદાવાદ / Fraud in the name of energy department scrap tender

તમે ન આવતા કુંડાળાંમાં / ‘પેંડા લઈને સર્કિટ હાઉસ આવી જાઓ, ટેન્ડર મળી ગયું છે!’ અમદાવાદમાં વેપારી સાથે રૂ. 4.10 કરોડની છેતરપિંડી

Dinesh

Last Updated: 07:41 PM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઠિયાએ રૂપિયા તો પરત ન આપ્યા ઉપરથી લમણે રિવોલ્વર તાકીને ધમકી પણ આપીઃ બોડકદેવ પોલીસે ચાર લોકો સામે ગુનો દાખલ કર્યો

  • ઊર્જા વિભાગના સ્ક્રેપનું ટેન્ડર નામે છેતરપિંડી
  • વેપારી સાથે રૂ. 1.10 કરોડની છેતરપિંડી આચરી
  • ‘ઊર્જા વિભાગના સ્ક્રેપનું ટેન્ડર અપાવીશું’


ઊર્જા વિભાગના સ્ક્રેપનું ટેન્ડર અપાવવાના બહાને ઠગ ટોળકીએ અમદાવાદના એક વેપારી સાથે 4.10 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. ચોંકાવનારી વાત તો એ છે કે, ગઠિયાએ રૂપિયા તો પરત ન આપ્યા અને ઉપરથી વેપારીના લમણે રિવોલ્વર તાકીને તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. થલતેજ વિસ્તારમાં આવેલા સંપન્ન બંગલોમાં રહેતા અને મૂળ અમરેલીના 53 વર્ષના રમેશભાઇ ગજેરાએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં અપૂર્વ ખન્ના, ઝાકિર શેખ, આર.સી. પરમાર સહિત કુલ ચાર લોકો વિરુદ્ધ છેતરપિંડી અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. રમેશભાઇ મયૂર કન્સ્ટ્રક્શનના નામથી મિકેનિકલ મશીનરી મેન્ટેનન્સનો વેપાર કરે છે. 28 જાન્યુઆરી, 2021ના રોજ રમેશભાઇના મિત્ર રાજેશ શાહ તેમને ઘરે મળવા માટે આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે તેમના ઓળખીતા મિત્ર અપૂર્વ રામેશ્વરનાથ ખન્ના અને ઝાકિર શેખને ઊર્જા વિભાગનું એલ્યુમિનિયમ સ્ક્રેપનું ટેન્ડર મળવાનું છે. ટેન્ડર માટે ભાગીદારની જરૂર છે. રાજેશભાઇએ રમેશભાઇને કહ્યું કે સાત જગ્યાએ સ્ક્રેપ પડ્યો છે. જેની વિગતો અને ફોટોગ્રાફ્સ વોટ્સએપ કરી દીધા છે. 

ફોટોગ્રાફ્સ જોતાં ટેન્ડરમાં રસ પડ્યો
ફોટોગ્રાફ્સ જોતાં રમેશભાઇને ટેન્ડરમાં રસ પડ્યો. જેથી રાજેશભાઇએ તેમની અપૂર્વ ખન્ના અને ઝાકિર સાથે શાહીબાગની સિદ્ધાર્થ પેલેસ હોટલમાં મિટિંગ કરાવી હતી. મિટિંગમાં અપૂર્વએ રમેશભાઇને કહ્યું હતું કે તેને એ. કે. એન્ટરપ્રાઇઝ નામની કંપની છે તે તેનાથી વેપાર ધંધો કરે છે તેમજ ઝાકિર શેખ સરકારી અધિકારીઓ સાથે લાયઝનિંગનું કામ કરે છે. જેના કારણે ટેન્ડર મળે છે. રમેશભાઇને બંનેની વાત પર ભરોસો આવી ગયો હતો. જેથી તેમણે ભાગીદારી કરવા માટેની હા પાડી દીધી હતી. અપૂર્વએ રમેશભાઇને જણાવ્યું હતું કે ઊર્જા વિભાગ તરફથી ટેન્ડર બહાર પડશે, જેમાં 1.60 લાખ ટન એલ્યુમિનિયમ સ્ક્રેપનો જથ્થો હશે. જેના માટે કુલ દસ કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડશે. 

'પાંચ કરોડ રૂપિયા કાઢવા પડશે'
રમેશભાઇ પાસે આટલી મોટી રકમ ન હોવાથી તેમણે તેમના મિત્ર જયસુખ સાંગાણી અને જયંતી ભૂવાને ટેન્ડર બાબતે વાત કરી હતી. તેણે તેમને પણ રોકાણ કરવાનું કહ્યું હતું. રમેશભાઇએ જયસુખ સાંગાણી અને જયંતી ભૂવાની મિટિંગ અપૂર્વ અને ઝાકિર પાસે શાહીબાગની સિદ્ધાર્થ હોટલમાં કરાવી હતી. મિટિંગમાં ફાઇનલ થયું હતું કે 80 હજાર ટન સ્ક્રેપનો જથ્થો રમેશભાઇની કંપનીમાં રહેશે અને બીજો 80 હજાર ટન સ્ક્રેપનો જથ્થો અપૂર્વ પાસે રહેશે જેથી બંનેએ પાંચ પાંચ કરોડ રૂપિયા કાઢવા પડશે તેવી ડીલ નક્કી થઇ હતી. 

સારી આવક થશે તેવું કહીને રમેશભાઇને વિશ્વાસમાં લીધા હતા
મિટિંગમાં ચર્ચાયું હતું કે ટેન્ડરના વહીવટ માટે દસેક અધિકારીઓની સ્પેશિયલ ટીમ બનશે. જે સરકારી કચેરીમાં લાયઝનિંગ કરશે અને આ માટે લાયઝનિંગ ઓફિસર આર. સી. પરમાર હશે. વધુમાં અપૂર્વએ જણાવ્યું કે ટેન્ડરમાં સ્ક્રેપનો એક કિલોનો ભાવ 45 રૂપિયા લેખે સરકારને ચૂકવવાનો રહેશે અને બાકીની રકમ ટેન્ડર મળ્યા પછી નક્કી કરીશું. વધુમાં અપૂર્વએ જણાવ્યું હતું કે ટેન્ડર પ્રક્રિયા 30થી 45 દિવસમાં પૂરી થઇ જશે અને બંને પાર્ટીને વર્ક ઓર્ડર પણ મળી જશે. સાત જગ્યાએ સ્ક્રેપ પડ્યો છે. તેમાંથી બે જગ્યાએ સ્ક્રેપની વિઝિટ કરવા માટે સરકાર પરમિશન આપી દેશે. ટેન્ડરમાં કરોડોનો નફો થશે તેમજ સારી આવક થશે તેવું કહીને રમેશભાઇને વિશ્વાસમાં લીધા હતા અને મયૂર કન્સ્ટ્ક્શન નામે ઇન્ડસઈન્ડ બેન્કમાં ખાતું ખોલાવવાનું કહ્યું હતું તેમજ વહીવટી ખર્ચ પેટે પાંચ કરોડ રૂપિયા આપવાના હતા. જેની સલામતી પેટે અપૂર્વ ખન્નાએ એ. કે. એન્ટરપ્રાઇઝના ચેક આપવાનું કહ્યું હતું. અપૂર્વ ખન્નાએ વધુમાં બાંયધરી આપી હતી કે જો ટેન્ડરમાં વિલંબ થાય અથવા તો કેન્સલ થશે તો ખર્ચ પેટે આપેલી રકમ વ્યાજ સાથે રમેશભાઇને ચૂકવી આપશે. રમેશભાઇ અને તેમના મિત્રોએ પાંચ કરોડ રૂપિયા ભેગા કરીને ગાંધીનગરની બેન્ક ઇન્ડસઈન્ડમાં ખાતું ખોલાવ્યું હતું. ત્યાર બાદ અપૂર્વ ખન્નાએ ભાગીદારીની નોટરી પણ કરાવી લીધી હતી. ટેન્ડર માટે એમઓયુ કરવાનો હોવાથી રમેશભાઇએ કંપનીના તમામ ડોક્યુમેન્ટ આપ્યા હતા. દરમિયાન ઝાકિર અને અપૂર્વ, રમેશભાઇ અને તેમના મિત્રને ગાંધીનગર લઇ ગયા હતા જ્યાં આર. સી. પરમાર નામની વ્યકિત સાથે મુલાકાત કરાવી હતી અને જ્યાં તેમણે સમજૂતી કરાર કર્યો હોવાની નકલ લીધી હતી. અપૂર્વ અને ઝાકિરે ખર્ચ પેટ રમેશભાઇ પાસે ૧૧ લાખ રૂપિયાની માગણી કરી હતી. રમેશભાઇ અને તેમના મિત્રોએ અપૂર્વ અને ઝાકિરને પાંચ કરોડ રૂપિયા અલગ અલગ સમયે આપ્યા હતા અને જેની સામે અપૂર્વએ પોતાની કંપનીના ચેક આપ્યા હતા. રમેશભાઇ સાથે ચિટિંગ થતાં અંતે તેમણે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

‘પેંડા લઈને સર્કિટ હાઉસ આવી જાઓ, ટેન્ડર મળી ગયું છે!’ 
થોડા સમય બાદ અપૂર્વએ ફોન કરીને કહ્યું હતું કે પેંડા લઇને ગાંધીનગર સર્કિટ હાઉસ આવી જાઓ ટેન્ડર મળી ગયું છે. રમેશભાઇ તેમના મિત્રોને લઇને ગાંધીનગર ગયા, જ્યાં અપૂર્વએ ટેન્ડરની વિગતો બતાવી હતી. જે એ. કે. એન્ટરપ્રાઇઝના નામે હતી. ટેન્ડરની વિગતો જોઇને રમેશભાઇ ચોંકી ઊઠ્યા કારણ કે તેમાં તેમની કંપનીનું નામ હતું નહીં. અપૂર્વએ બીજા ત્રણ કરોડની માગણી કરી. જેથી રમેશભાઇને શંકા જતાં તેમણે રૂપિયા પરત માગી લીધા હતા. અપૂર્વએ થોડા સમયમાં રૂપિયા આપી દેવાનું કહ્યું હતું. જેમાં 25 લાખ રૂપિયા રમેશભાઇને આપ્યા હતા, જ્યારે 1.10 કરોડ રૂપિયા રાજેશભાઇએ આપ્યા હતા. બાકીના રૂપિયા ન આપતાં અપૂર્વના બોડીગાર્ડે અડાલજ ત્રિમંદિર પાસે રમેશભાઇને લમણે રિવોલ્વર તાકીને ધમકી આપીને માર પણ માર્યો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ