બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Four people died in an accident between two cars in Bharuchs Hansot

તપાસ તેજ / ભરૂચના હાંસોટમાં બે કાર સામે અથડાતાં પિચકાઈ ગઈ, એક જ પરિવારના ચાર વ્યક્તિના મોત, તસવીરો ડરામણી

Kishor

Last Updated: 06:03 PM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરૂચના હાંસોટ તાલુકામાં બે કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ મહિલા અને એક પુરુષ સહિત ચાર લોકોના કમકમાટીભર્યા મોત અને બાળકીનો ચમત્કારિક બચાવ થયો હતો.

  • ભરૂચના હાંસોટ પંથકમાં બે કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત 
  • ચાર લોકોના મોતથી અરેરાટી, કારના કુરચેકુરચા ઉડયા!
  • ત્રણ મહિલા અને એક પુરુષના કમકમાટીભર્યા મોત

રાજ્યમાં વધતા જતા અકસ્માતના ચિંતાજનક બનાવવાની વણઝાર વચ્ચે આજે ભરૂચના હાંસોટ તાલુકાનો માર્ગ રક્તરંજીત બન્યો છે. જેમાં હાંસોટ પંથકના અલવા ગામે બે કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો. જેમાં ચાર લોકોને કાળ આંબી જતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. ત્રણ મહિલા અને એક પુરુષના મોતને પગલે સ્થાનિક પોલીસ કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો. જો કે આ અકસ્માત દરમિયાન કારમાં સવાર એક બાળકીનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. 

બાળકીનો ચમત્કારિક રીતે બચાવ
બીજી બાજુ અકસ્માતમાં કારના કુરચેકુરચા ઉડી ગયા હોવાનું પણ સામે આવ્યું છે. હ્યુન્ડાઈ વેન્યુ કાર રજિસ્ટર નંબર GJ. 16. DG. 8381 અને  GJ.06.FQ.7311 નંબરની હ્યુન્ડાઈ વર્ના કાર વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી. હ્યુન્ડાઈ વેન્યુ ભરૂચના હિરેન્દ્રસિંહ અને હ્યુન્ડાઈ વર્ના કાર ભરૂચના રેડીમેઈડ ગારમેન્ટના વેપારી ઇક્રામભાઈ આ નામે નોંધાયેલ છે. વાયુવેગે આવતી કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યા બાદ આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. જેને લઈને સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગયા હતા. બીજી બાજુ અકસ્માતને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ