બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / former mla Mahendrasinh Baraiya resigns from congress

રાજનીતિ / ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં વધુ એક ગાબડું: પ્રાંતિજના પૂર્વ MLA મહેન્દ્રસિંહ બારૈયાના આજે CR પાટીલના હસ્તે કેસરિયા

Dhruv

Last Updated: 08:20 AM, 22 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વધુ એક કોંગી નેતાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. પ્રાંતિજના પૂર્વ MLA મહેન્દ્રસિંહ બારૈયા આજે ભાજપમાં જોડાશે.

  • વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો યથાવત
  • કોંગી નેતા મહેન્દ્રસિંહ બારૈયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો
  • આજે પ્રદેશ પ્રમુખ CR પાટીલના હસ્તે કેસરિયો ધારણ કરશે

રાજ્ય (Gujarat) માં વિધાનસભા ચૂંટણી પહેલા સતત રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. એકબાક એક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસને અલવિદા કરી રહ્યાં છે. તો બીજી બાજુ જાણે કે ભાજપમાં ભરતીમેળો જામ્યો હોય તેવા માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે કોંગ્રેસમાં એકવાર ફરી ગાબડું પડ્યું છે.

ગઇકાલે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો હતો

જણાવી દઇએ કે, ભારે અટકળો બાદ સાબરકાંઠામાં પૂર્વ MLA મહેન્દ્રસિંહ બારૈયા આજે કેસરિયો ધારણ કરશે. કોંગી નેતા મહેન્દ્રસિંહ બારૈયાએ ગઇકાલે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો છે.
તેઓએ ગઇકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. જોકે તેઓના રાજીનામા પાછળનું મૂળ કારણ આંતરિક વિખવાદ હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે તેઓ આજે પ્રદેશ પ્રમુખ CR પાટીલના હસ્તે કેસરિયો ધારણ કરશે.

જો કે તમને જણાવી દઇએ કે, મહેન્દ્રસિંહ બારૈયાએ પહેલેથી જ તેઓ રાજીનામું આપશે અને ટૂંક સમયમાં જ ભાજપમાં જોડાશેનો સંકેત આપી દીધો હતો. જેના ભાગરૂપે આજે ગઇકાલે પ્રાંતિજમાં ધાર્મિક કાર્યક્રમ યોજવા દરમિયાન સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરી તેઓએ પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય અને ક્ષત્રિય ઠાકોર આગેવાન કહેવાતા એવા મહેન્દ્રસિંહ બારૈયાની રાજીનામાની અટકળો વચ્ચે આખરે તેઓએ પોતાનો અંતિમ નિર્ણય જાહેર કરી દીધો છે. આથી આજ રોજ પ્રદેશ પ્રમુખ CR પાટીલના હસ્તે કેસરિયો ધારણ કરશે.

મહેન્દ્રસિંહ બારૈયાની રાજકીય કારકિર્દી પર એક નજર

પ્રાંતિજના મહેન્દ્રસિંહ બારૈયાએ રાજકારણમાં 1998થી શરૂઆત કરી હતી કે જ્યાં તેઓ પ્રાંતિજ તાલુકા કોંગ્રેસમાં મહામંત્રી બન્યા હતા. એ દરમિયાન 2002 અને 2007માં પ્રાંતિજ વિધાનસભાની ચૂંટણીમાં તેઓ મુખ્ય એજન્ટ રહ્યાં. તો બીજી બાજુ 2002માં જિલ્લા કોંગ્રેસના મહામંત્રીનું પણ પદ સંભાળ્યું હતું. એ સિવાય તેઓ પ્રાંતિજ માર્કેટિંગ યાર્ડમાં 2007 અને 2010માં બે વાર ડિરેક્ટરના પદે પણ રહ્યાં હતા. બાદમાં તેઓને 2009માં લોકસભામાં પ્રાંતિજ-તલોદ વિધાનસભામાં કોંગ્રેસના મુખ્ય ઇન્ચાર્જની જવાબદારી પણ પક્ષ દ્વારા આપવામાં આવી હતી. જ્યારે 2009થી 2012 દરમિયાન ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસમાં માસ્ટર ટ્રેનર તરીકે પણ તેઓએ કામગીરી કરી હતી.

ત્યાર બાદ 2010માં તેઓ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મોયદ જીલ્લા પંચાયતની બેઠક પર 950 વોટથી વિજયી થયા હતા. આ સાથે તાલુકા પંચાયતની પાંચેય બેઠકો પણ તેઓએ વિજયી બનાવી હતી. બાદમાં 2012માં પ્રાંતિજ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પણ રહ્યાં હતા. 1985 બાદ ભાજપની આ બેઠક હતી તો આ બેઠક પર સીટીંગ ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણમંત્રી જયસિંહ ચૌહાણને 7051 મતે હરાવીને કોંગ્રેસને બેઠક અપાવી હતી. ત્યાર બાદ 2017માં ફરીથી મહેન્દ્રસિંહ બારૈયા પ્રાંતિજ વિધાનસભામાં કોંગ્રેસમાંથી ઉમેદવાર રહ્યાં હતા કે જ્યાં 2551 મતથી તેઓની હાર થઇ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ