બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / મુંબઈ / Politics / Former Maharashtra Chief Minister Ashok Chavan resigned from Congress
Vishal Khamar
Last Updated: 01:28 PM, 12 February 2024
ADVERTISEMENT
મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે . પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું હતું. ચવ્હાણ હવે ભાજપમાં જોડાઈ શકે છે.
હાલમાં અશોક ચવ્હાણની સાથે કોંગ્રેસના 2 થી 4 ધારાસભ્યો છે. આ ધારાસભ્યો પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. કોંગ્રેસના કોર્પોરેટરો પણ ભાજપમાં જોડાશે. ભાજપ મહારાષ્ટ્રમાંથી અશોક ચવ્હાણને રાજ્યસભામાં મોકલી શકે છે.
ADVERTISEMENT
અશોક ચવ્હાણના રાજીનામા પહેલા મિલિંદ દેવરા અને બાબા સિદ્દીકીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. સિદ્દીકી અજિત પવારના જૂથની NCPમાં જોડાયા છે. દેવરા શિંદે શિવસેનામાં જોડાયા છે.
Former Maharashtra CM and Congress leader Ashok Chavan resigns from Congress. pic.twitter.com/bVUbMvx4IA
— ANI (@ANI) February 12, 2024
કોંગ્રેસ કેમ છોડી?
સૂત્રોના જણાવ્યા અનુસાર અશોક ચવ્હાણ મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેથી નારાજ હતા. સૂત્રોએ જણાવ્યું કે પાર્ટી દ્વારા તેમને લોકસભા ચૂંટણી લડવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે તેણે આ વાતનો ઈન્કાર કર્યો હતો. તેમણે કહ્યું કે ભાજપની લહેર જોવા મળી રહી છે.
અશોક ચવ્હાણ પણ નાના પટોલેના વિધાનસભા અધ્યક્ષ પદ છોડવાથી નારાજ હતા, તેમનું માનવું હતું કે પટોલેના કારણે જ મહારાષ્ટ્રમાં સરકાર પડી. સૂત્રોએ જણાવ્યું કે અશોક ચવ્હાણે પાર્ટી હાઈકમાન્ડને નાના પટોલેને અધ્યક્ષ પદ પરથી હટાવીને મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ બનાવવા કહ્યું હતું.
અશોક ચવ્હાણના રાજીનામાની વચ્ચે નાના પટોલે દિલ્હી જવા રવાના થઈ ગયા છે
અશોક ચવ્હાણ 2008 થી 2010 સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા. તેમના પિતા શંકરરાવ ચવ્હાણ પણ મહારાષ્ટ્રના સીએમ રહી ચૂક્યા છે. ચવ્હાણ 2015 થી 2019 સુધી મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ હતા. તેઓ 1987માં પહેલીવાર લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ પછી તેઓ 1999 થી 2014 સુધી ત્રણ વખત ધારાસભ્ય રહ્યા. 2014માં બીજી વખત સાંસદ તરીકે ચૂંટાયા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.