ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / former economic advisor and sbi report says india will be worlds third largest economy by 2029

GOOD NEWS / વૈશ્વિક મોરચે આવ્યા સારા સમાચાર: આર્થિક સલાહકારનો દાવો, ભારત 2029 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે

Published By: Pravin

Last Updated: 07:51 AM, 4 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના મહામારી બાદ હવે ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે.

ADVERTISEMENT

  • આર્થિક મોર્ચે સારા સમાચાર આવ્યા
  • ભારત 2029 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે
  • પૂર્વ આર્થિક સલાહકારે કર્યો મોટો દાવો

કોરોના મહામારી બાદ હવે ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે. તેને લઈને ભારતના પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર ડો. અરવિંદ વિરમાનીએ કહ્યું છે કે, ગત વર્ષે આપણે લગભગ 40 બિલિયનથી છઠ્ઠા સ્થાન પર હતા અને તે 2022માં થવાની આશા હતી. તેમણે કહ્યું હતું કે, ભારત ઝડપથી ગ્રોથ કરી રહ્યો છે. અને પૂર્વાનુમાન અનુસાર આપણે 2028-30 સુધીમાં ત્રીજા સ્થાન પર આવી જઈશું.

આપને જણાવી દઈએ કે, નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ક્વાર્ટર એપ્રિલથી જૂનની વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થાના 13.5 ટકાના દરથી વિકાસ કર્યો છે. જ્યારે 2021-22ના પ્રથમ ક્વાર્ટપમાં 20.1 ટકા જીડીપી રહ્યો હતો. ચોથા ક્વાર્ટરમાં જાન્યુઆરીથી માર્ચની વચ્ચે દેશનો આર્થિક વિકાસ દર 4.1 ટકા રહ્યો હતો.

પહેલા તિમાહીમાં 13.5 ટકા રહ્યો જીડીપી ગ્રોથ રેટ


એસબીઆઈના ઇકોનોમિક રિસર્ચ ડિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતનો જીડીપી ગ્રોથ રેટ ચાલુ નાણાકીય વર્ષ(22-23)ના પહેલા તિમાહીમાં 13.5 ટકા રહ્યો. જો આ ગતિ ચાલુ રહે છે તો આ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા સૌથી ઝડપી ગતિથી વધતી અર્થવ્યવસ્થા હશે.

6 ટકાથી 6.5 ટકાનો વધારો ભારત માટે ન્યૂ નૉર્મલ


નાણાકીય વર્ષ 2022-23 માટે ભારતનો જીડીપી ગ્રોથ રેટનું અનુમાન હાલમાં 6.7 ટકાથી 7.7 ટકા સુધી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દુનિયામાં અનિશ્ચિતતાઓ વચ્ચે અમારુ માનવું છે કે 6 ટકાથી 6.5 ટકાનો વધારો ભારત માટે ન્યૂ નૉર્મલ છે.

 

બ્રિટનથી આગળ નીકળ્યું ભારત, બન્યું દુનિયાની 5મી મોટી અર્થવ્યવસ્થા


બીજી અને બ્લૂમબર્ગના રિપોર્ટમાં જણાવ્યું છે કે બ્રિટનને પાછળ છોડતા ભારત દુનિયાની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. આની સાથે બ્રિટન પછડાઇને 6ઠ્ઠા સ્થાને આવી ગયું છે. એક દાયકા પહેલા ભારત સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં 11માં સ્થાને હતું, જ્યારે બ્રિટન 5માં નંબર પર હતું.

સંકળાયેલા મુદ્દાઓ

former economic advisor indian economy largest economy by 2029 world economy Economy

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ