બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / વિશ્વ / For the first time in the world, rocket will be launched using fuel made from cow dung, know which country has achieved this

સિદ્ધિ / વિશ્વમાં પ્રથમવાર ગાયના ગોબરથી બનેલા ઇંધણથી કરાશે રોકેટ લોન્ચિંગ, જાણો કયા દેશે આ કમાલ કરી દેખાડી

Megha

Last Updated: 11:23 AM, 18 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ગાયના છાણને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, હવે વિદેશીઓ પણ ગાયના છાણનું મહત્વ સમજવા લાગ્યા છે. જાપાન રોકેટ ઇંધણ તરીકે ગાયના છાણનો ઉપયોગ કરવાની તૈયારી કરી રહ્યું છે

  • હવે વિદેશીઓ પણ ગાયના છાણનું મહત્વ સમજવા લાગ્યા છે
  • જાપાન રોકેટ ઇંધણ તરીકે ગાયના છાણનો ઉપયોગ કરશે 
  • કંપનીએ આને રોકેટ એન્જિન વિજ્ઞાનના વિકાસમાં માઈલસ્ટોન ગણાવ્યું 

અત્યાર સુધી ગાયના છાણનો ઉપયોગ જૈવિક ખાતર, દેશી ખાતર, રાંધણ ગેસ અને ધાર્મિક વિધિઓ માટે થતો હતો પરંતુ કોઈ એમ કહે કે હવે છાણાંનો ઉપયોગ કરીને અંતરિક્ષમાં રોકેટ મોકલી શકાય છે. પહેલી વખતમાં સાંભળીને આ વાત ઉપર વિશ્વાસ ન આવે પણ આવું સંભવ છે.

એ વાત તો આપણે બધાને ખબર જ છે કે ભારતમાં ગાયના છાણને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે એવામાં હવે વિદેશીઓ પણ ગાયના છાણનું મહત્વ સમજવા લાગ્યા છે. તાજેતરનો કિસ્સો જાપાનથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ગાયના છાણ સંબંધિત એક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. જાપાન રોકેટ ઇંધણ તરીકે ગાયના છાણનો ઉપયોગ કરવાની તૈયારી કરી રહ્યું છે

વાત કઇંક એમ છે કે જાપાનમાં એન્જિનિયરોએ ગાયના છાણમાંથી મેળવેલા પ્રવાહી મિથેન ગેસ દ્વારા સંચાલિત નવા પ્રકારના પ્રોટોટાઈપ રોકેટ એન્જિનનું પરીક્ષણ કર્યું છે અને આ રોકેટને બાયોમિથેન દ્વારા ઉડાવવામાં આવ્યું છે, જે ગાયના છાણમાંથી તૈયાર કરવામાં આવે છે. કંપનીએ કહ્યું કે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એટલે કે ઝીરો લિક્વિડ બાયોમિથેન દ્વારા સંચાલિત છે અને આ બાયોમિથેન પ્રાણીઓના છાણમાંથી મેળવવામાં આવે છે. કંપની તેને હોક્કાઈડોના ડેરી ફાર્મમાંથી સ્ત્રોત કરે છે. 

હાલ આ પરીક્ષણનો એક વિડીયો સોશિયલ મીડીયા પર પણ ઘણો વાયરલ થઈ રહ્યો છે. સાથે જ કંપનીએ આને રોકેટ એન્જિન વિજ્ઞાનના વિકાસમાં માઈલસ્ટોન ગણાવ્યું છે અને કહ્યું છે કે વિશ્વમાં આવું પહેલીવાર બન્યું છે. કંપનીએ જણાવ્યું હતું કે એલબીએમ ઇંધણ બાયોગેસના મુખ્ય ઘટક મિથેનને અલગ કરીને અને શુદ્ધ કરીને તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ તેને લગભગ -160 ડિગ્રી સેલ્સિયસ તાપમાને લિક્વિફાય કરે છે.

આ અનોખો પ્રયોગ એવા સમયે થયો છે જ્યારે સમગ્ર વિશ્વ આબોહવા પરિવર્તનના મુદ્દા પર વિચાર કરી રહ્યું છે અને સમગ્ર વિશ્વમાં કાર્બન ઉત્સર્જનને કેવી રીતે ઘટાડવું અને ગ્લોબલ વોર્મિંગને કેવી રીતે ઘટાડવું. હાલ ઘણી સ્ટડીમાં એવા ખુલાસાઓ પણ થયા છે કે પરંપરાગત રીતે ઉપયોગમાં લેવાતા રોકેટ ઇંધણ વિશ્વના પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યું છે. એવામાં આવનારા સમયમાં આ ઈંધણનો ઉપયોગ કરીને અવકાશમાં ઉપગ્રહો પણ સ્થાપિત કરી શકાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ