બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / આરોગ્ય / first warning signs and symptoms of stomach cancer awareness month

હેલ્થ / શું તમને પણ વારંવાર છાતીમાં બળતરા થાય છે? બિલ્કુલ પણ નજરઅંદાજ ના કરશો આ લક્ષણ, ગંભીર કેન્સર થવાનો આપે છે સંકેત

Manisha Jogi

Last Updated: 01:15 PM, 20 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્સર અલગ અલગ પ્રકારના હોય છે, જેમાં પેટનું કેન્સર ખૂબ જ ગંભીર અને જીવલેણ માનવામાં આવે છે. આ કેન્સરની શરૂઆતમાં ઓળખ કરવામાં આવે તો તેનો ઈલાજ શક્ય છે.

  • કેન્સર અલગ અલગ પ્રકારના હોય છે
  • આ કેન્સરને ગંભીર માનવામાં આવે છે
  • વારંવાર થાય છે એસિડિટી, તો થઈ જજો સાવધાન

સમગ્ર વિશ્વમાં કેન્સરની બિમારી ફેલાઈ રહી છે. કેન્સર અલગ અલગ પ્રકારના હોય છે, જેમાં પેટનું કેન્સર ખૂબ જ ગંભીર અને જીવલેણ માનવામાં આવે છે. આ કેન્સરની શરૂઆતમાં ઓળખ કરવામાં આવે તો તેનો ઈલાજ શક્ય છે. પેટના શરૂઆતના કેન્સરના લક્ષણો શું છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

પેટમાં કેન્સર કેવી રીતે થાય છે?
પેટની કોશિકાઓના DNAમાં મ્યુટેશન હોય ત્યારે પેટનું કેન્સર થાય છે. મ્યુટેશનનને કારણે કોશિકાઓ ઝડપથી વધવા લાગે છે અને ત્યારપછી ટ્યૂમરનું ગંભીર રૂપ લે છે. કેન્સર કોશિકાઓ સ્વસ્થ કોશિકાઓ કરતા આગળ નીકળી જાય છે અને તેના કારણે પેટની દીવાલની સાથે સાથે તમામ ક્રિયા પર અસર થાય છે. 

છાતીમાં બળતરા- છાતીમાં બળતરા થવી તે પેટના કેન્સરનું એક ગંભીર લક્ષણ છે. પેટના કેન્સરને કારણે પાચનક્રિયા ખરાબ થઈ જાય છે, જેના કારણે છાતીમાં બળતરા થવા લાગે છે. ભોજનનું યોગ્ય પ્રકારે પાચન થતું નથી, એસિડિક બાઈલ જ્યૂસ પ્રોડ્યૂસ થશે અને ત્યારપછી Gastroesophageal reflux disease (GERD)ના લક્ષણો ટ્રિગર થશે, જેના કારણે છાતીમાં બળતરા થાય છે. 

ઉબકા આવવા- ઉબકા આવવા તે પેટના કેન્સરનું એક ગંભીર લક્ષણ છે. તમે જે કંઈપણ ખાવ તેનું યોગ્ય પ્રકારે પાચન થઈ શકતું નથી, જેના કારણે ઉબકા આવે છે. જેના કારણે પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે, આ કારણોસર શરૂઆતના સ્તરે ડોકટરની સલાહ લેવી જરૂરી છે. 

પેટમાં સોજો આવવો- પેટમાં વારંવાર સોજો આવવો અને બ્લોટિંગ થવી તે પેટના કેન્સર સાથે જોડાયેલ છે. કેન્સરના ટિશ્યુઝ પેટની દીવાલો સાથે જોડાયેલ હોય છે, જેના કારણે પેટમાં સોજો આવે છે અને બ્લોટિંગની સમસ્યા થાય છે. 

મળમાંથી લોહી પડવું- મળમાંથી લોહી નીકળવું તે પેટના કેન્સરનું ગંભીર લક્ષણ છે. કેન્સર પેટમાં સંપૂર્ણપણે ફેલાઈ જાય તો મળની સાથે સાથે લોહી પડે છે અને કેટલાક કણ પણ નીકળવા લાગે છે. આ પ્રકારના લક્ષણને નજરઅંદાજ ના કરવું જોઈએ અને ડોકટરની સલાહ જરૂર લેવી જોઈએ.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ