બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / બિઝનેસ / ભારત / Budget / Finance Minister Nirmala Sitharaman will present the first interim budget tomorrow

Budget 2024 / બજેટ 2024: દેશના એવા નાણામંત્રીઓ જેને બજેટ રજૂ કરવાનો ન મળ્યો મોકો, તો સામે એવા પ્રધાનમંત્રી જેને રજૂ કર્યું છે બજેટ

Vishal Khamar

Last Updated: 08:35 AM, 1 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતનું બજેટ 2024 ની રજૂઆત માટે માત્ર થોડા કલાકો બાકી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2024 ના રોજ તેમનું પ્રથમ વચગાળાનું બજેટ રજૂ કરશે. પરંતુ શું તમે જાણો છો કે દેશમાં એવા ઘણા પ્રસંગો હતા જ્યારે નાણામંત્રી બજેટ રજૂ કરી શક્યા ન હતા અને ઘણી વખત વડાપ્રધાને બજેટ રજૂ કર્યું હતું.

  • નાણામંત્રી નિર્મલા સીતારામણ કાલે પ્રથમ વચગાળાનું બજેટ રજૂ કરશે
  • ભારતના ઈતિહાસમાં ઘણા નાણાપ્રધાન બજેટ રજૂ કરી ચૂક્યા છે
  • રાજીવ ગાંધીએ વડાપ્રધાન પદ સંભાળતા જ દેશનું બજેટ પણ રજૂ કર્યું હતું

 નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2024 ના રોજ તેમનું પ્રથમ વચગાળાનું બજેટ રજૂ કરશે. જો કે, ભારતના ઈતિહાસમાં ઘણા એવા નાણાપ્રધાન રહ્યા છે જેઓ બજેટ રજૂ કરી શક્યા નથી,. જ્યારે ઘણા વડાપ્રધાનોએ પણ બજેટ રજૂ કર્યું હતું.

જવાહરલાલ નેહરુ માત્ર દેશના પ્રથમ વડાપ્રધાન ન હતા. પરંતુ તેઓ દેશનું બજેટ રજૂ કરનાર પ્રથમ વડાપ્રધાન પણ હતા. જ્યારે જસ્ટિસ ચાગલા કમિશને ટી.ટી. કૃષ્ણમાચારીને ભ્રષ્ટાચાર માટે દોષિત ઠેરવ્યા, ત્યારે તેમણે નાણામંત્રીના પદ પરથી રાજીનામું આપ્યું અને પંડિત નેહરુએ 1958-59નું બજેટ રજૂ કર્યું.

નેહરુ પછી તેમની પુત્રી ઈન્દિરા ગાંધીએ પણ વડાપ્રધાન રહીને દેશનું બજેટ રજૂ કર્યું હતું. મોરારજી દેસાઈએ નાણા મંત્રાલયમાંથી રાજીનામું આપ્યા બાદ 1970માં ઈન્દિરા ગાંધીએ બજેટ રજૂ કર્યું હતું. તેઓ દેશના પ્રથમ મહિલા નાણામંત્રી પણ બન્યા. તેમના પછી નિર્મલા સીતારામણ દેશની પ્રથમ પૂર્ણકાલીન મહિલા નાણામંત્રી બન્યા.

ઈન્દિરા ગાંધી પછી રાજીવ ગાંધીએ વડાપ્રધાન પદ સંભાળતા જ દેશનું બજેટ પણ રજૂ કર્યું હતું. વર્ષ 1987-88માં વી.પી. સિંહે નાણામંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું અને ત્યાર બાદ રાજીવ ગાંધીએ આ જવાબદારી લેવી પડી. તેમના પછી નારાયણ દત્ત તિવારી દેશના નાણામંત્રી બન્યા.

નારાયણ દત્ત તિવારી દેશના તે નાણામંત્રીઓમાં સામેલ છે જેઓ પદ પર રહીને દેશનું બજેટ રજૂ કરી શક્યા ન હતા. તેઓ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોના મુખ્યમંત્રી હતા. બાદમાં તેમને આંધ્રપ્રદેશના રાજ્યપાલ પણ બનાવવામાં આવ્યા હતા.

હેમવતી નંદન બહુગુણા ઈન્દિરા ગાંધીની સરકારમાં લગભગ સાડા પાંચ મહિના સુધી નાણામંત્રી હતા. પરંતુ આ સમયગાળા દરમિયાન દેશનું બજેટ રજૂ થયું ન હતું અને નાણામંત્રી હોવા છતાં તેઓ દેશનું બજેટ રજૂ કરી શક્યા ન હતા.

દેશના બીજા નાણામંત્રી ક્ષિતિજ ચંદ્ર નિયોગી પણ તેમના કાર્યકાળ દરમિયાન બજેટ રજૂ કરી શક્યા ન હતા. તેઓ માત્ર 35 દિવસ જ તેમના પદ પર રહ્યા. તેઓ દેશના પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ પણ હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ