બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Finally VIP darshan stop at Yatra Dham Ambaji Mandir

વિરોધના પડઘા / અંતે અંબાજી મંદિરમાં VIP દર્શન બંધ, કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલના આક્ષેપ બાદ વહીવટીતંત્ર એક્શનમાં

Priyakant

Last Updated: 02:01 PM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambaji Temple VIP Darshan Stop New : અંબાજી મંદિરમાં ગર્ભગૃહમાં VIP દર્શન બંધ કરાયા, VIP દર્શનને લઈ અગાઉ કોંગ્રેસ પ્રવક્તાએ કર્યા હતા આક્ષેપ

  • અંબાજી મંદિરમાં ગર્ભગૃહમાં VIP દર્શન બંધ કરાયા
  • દાન રૂપે પાવતી લઈ થતા દર્શન બંધ કરાયા
  • VIP દર્શનને લઈ અગાઉ કોંગ્રેસ પ્રવક્તાએ કર્યા હતા આક્ષેપ

Ambaji Temple VIP Darshan Stop : અંબાજી મંદિરમાં ગર્ભગૃહમાં VIP દર્શન બંધ કરાયા હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, તાજેતરમાં કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે VIP દર્શનને લઈ આક્ષેપ કર્યા હતા. જોકે આ આક્ષેપનો વિડીયો જાહેર થયા બાદ વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું હતું. જેને લઈ હવે અંબાજી મંદિરમાં VIP દર્શન બંધ કરવામાં આવ્યા છે. 

યાત્રાધામ અંબાજીમાં વર્ષેદહાડે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા આવતા હોય છે. જોકે તાજેતરમાં જ VIP દર્શનને લઈ અગાઉ કોંગ્રેસ પ્રવક્તાએ આક્ષેપ કર્યા હતા. જેમાં કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે રૂ.5 હજાર લઈ VIP દર્શનના આક્ષેપ કર્યા હતા. જેને લઈ હવે મંદિરમાં દાન રૂપે પાવતી લઈ થતા VIP દર્શન બંધ કરાયા છે. 

Ambaji Temple (Facebook Photo)

કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે શું કહ્યું હતું? 
અંબાજી મંદિરમાં પણ હવે કથિત રીતે VIP દર્શનના 5000 રૂપિયા લેવાતા હોવાનો આક્ષેપ થતાં હડકંપ મચી ગયો હતો.. કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે અંબાજીમાં VIP દર્શન થતા હોવાનો દાવો કર્યો હતો.

આ સાથે તેમણે કહ્યું હતું કે, અંબાજીમાં રૂ.5 હજારમાં દર્શન થાય છે. ડાકોર બાદ અંબાજીમાં VIP દર્શન થતા હોવાનો આક્ષેપ થતાં ચકચાર મચી ગઈ હતી. હેમાંગ રાવલે કહ્યું હતું કે, અંબાજીમાં રૂ.5 હજારમાં દર્શન થાય છે. તેમણે કહ્યું કે, વહીવટદારના વહીવટમાં મંદિરનો વહીવટ કથળ્યો છે. આ સાથે કહ્યું કે, તમામ સનાતનીએ VIP દર્શનનો વિરોધ કરવો જોઈએ.

VIP દર્શન મુદ્દે વહીવટદાર સિદ્ધિ વર્માએ શું કહ્યું હતું ? 
અંબાજી મંદિરમાં VIP દર્શન થતા હોવાના આરોપ બાદ પ્રતિક્રિયા સામે આવી હતી. અંબાજી મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્માએ જે તમામ આરોપોને ફગાવ્યા હતા. સિદ્ધિ વર્માએ જણાવ્યું કે, અંબાજી મંદિરમાં પૈસા લઈને દર્શન કરાવવામાં આવતા નથી. મંદિરમાં કોઈ પણ જાતની VIP દર્શનની વ્યવસ્થા નથી. કેટલાક સંજોગો અથવા તો વૃદ્વને જ નજીકથી દર્શન કરાવવામાં આવે છે. કોંગ્રેસ નેતાની 5 હજાર રૂપિયામાં દર્શનની વાત વહીવટદારે નકારી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ