બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Fight between two groups over land in Dharnodhar village of Banaskantha

જૂથ અથડામણ / ધાનેરાના ધરણોધરમાં ધડમધડી: જમીન મુદ્દે બે જૂથો સામસામે આવી જતા 8 લોકો ઇજાગ્રસ્ત, 12 વિરૂદ્ધ ફરિયાદ

Malay

Last Updated: 11:42 AM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Banaskantha News: બનાસકાંઠાના ધરણોધર ગામે બે જૂથ વચ્ચે જમીન મામલે સર્જાયું ધીંગાણું, 8 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હોસ્પિટલમાં

  • ધાનેરાના ધરણોધર ગામમાં બે જૂથ વચ્ચે માથાકૂટ
  • ધરણોધર ગામે જમીન બાબતે બે જૂથ વચ્ચે ધીંગાણું
  • બે જૂથ વચ્ચેના અથડામણના વીડિયો થયો વાયરલ

Banaskantha News: બનાસકાંઠા જિલ્લામાંથી જૂથ અથડામણનો બનાવ સામે આવ્યો છે. ધીંગાણામાં ઈજાગ્રસ્ત થયેલા 8 લોકોને સારવાર માટે ધાનેરા અને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. તો ધોનરા પોલીસે સમગ્ર મામલે 12 લોકો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે ઘટના સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

જમીન બાબતે બે જૂથ વચ્ચે ધીંગાણું
પ્રાપ્ત વિગતો અનુસાર, બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ધરણોધર ગામે જમીન બાબતે બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. બુધવારે જમીન મામલે થયેલી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. બંને જૂથોના લોકો લાકડી અને ધોકા લઈને સામ સામે આવી ગયા હતા. બંને જૂથે સામ સામે હુમલો કરતા ગામમાં તંગદીલીનો માહોલ સર્જાયો હતો. આ અંગેની જાણ પોલીસને થતાં ધાનેરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.  

4 મહિલા અને 4 પુરુષો ઈજાગ્રસ્ત
જે બાદ ઈજાગ્રસ્ત 4 મહિલાઓ અને 4 પુરુષને તાત્કાલિક સારવાર માટે ધાનેરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગામમાં પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 

12 લોકો સામે ફરિયાદ
ધરણોધર ગામમાં બે જૂથ વચ્ચે ખુલ્લા હાથે મારામારીનો મામલો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો, જ્યાં બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી. ધાનેરા પોલીસ સ્ટેશનમાં સામ સામે 12 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાબતે ધાનેરા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ