બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Father Ray! 10 inches rained in Sutrapada, cloud formation in 40 talukas of Gujarat

જળબંબાકાર / બાપ રે.! સુત્રાપાડામાં 10 ઇંચ ખાબક્યો, ગુજરાતના 40 તાલુકામાં મેઘ જમાવટ, જુઓ ક્યાં કેટલો પડ્યો

Vishal Khamar

Last Updated: 07:24 PM, 18 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે સુરતમાં ધોધમાર વરસાદ વરસતા કડોદરા સહિતનાં વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.

  • સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ 
  • કડોદરા સહિતના વિસ્તારોમાં વરસાદ
  • રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા

સુરત હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાયા હતા. ત્યારે કદોડરા નજીક સંજીવની હોસ્પિટલમાં પાણી ભરાયા હતા. હોસ્પિટલનાં મુખ્ય દરવાજે ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. પાણી ભરાતા દર્દીઓને અવર જવર કરવામાં ભારે હાલાકી પડી હતી. કડોદરા વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદને પગલે કડોદરા વિસ્તાર પ્રભાવિત થયો હતો. 

રાજ્યના 40 તાલુકામાં 1થી10 ઇંચ વરસાદ પડ્યો 

  • ધોરાજી, સુત્રાપાડામાં 10 ઇંચ, કોડિનારમાં 6.5 ઇંચ વરસાદ
  • વેરાવળમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો
  • સુરત શહેરમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો 
  • તાલાલા, મેંદરડામાં 4-4 ઇંચ, ઉપલેટામાં 3.3 ઇંચ વરસાદ 
  • માળીયા હાટીના અને કેશોદમાં 3 ઇંચ વરસાદ 
  • લુણાવાડામાં 2.5 ઇંચ વરસાદ, માણાવદરમાં 2 ઇંચ વરસાદ 
  • ડભોઇ અને બારડોલીમાં 2 ઇંચ વરસાદ વરસ્યો
  • સંખેડામાં 1.8 ઇંચ, માંગરોળમાં 1.7 ઇંચ વરસાદ ખાબક્યો
  • આણંદ 1.5 ઇંચ, ગઢડામાં 1.5 ઇંચ વરસાદ
  • ભરૂચ 1.3 ઇંચ, ગીર સોમનાથ 1.3 ઇંચ વરસાદ નોધાયો

હોસ્પિટલનાં મુખ્ય માર્ગ પર પાણી ભરાયા

સુરતના કડોદરા વિસ્તારમાં જળ બંબાકાર
સુરત શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે સામાન્ય વરસાદમાં જ તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ હતી. જેમાં સુરતનાં કડોદરા વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે.  કડોદરા ચાર રસ્તે વરસાદી પાણી ભરાઈ ગયા હતા. લાકડાવાલા કોમ્પ્લેક્ષમાં વરસાદી પાણી ઘુસ્યા હતા. 20 થી વધુ દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. દુકાનોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. 

દુકાનોમાં પાણી ઘુસ્યા

સામાન્ય વરસાદથી સુરતમાં જળબંબાકારની સ્થિતિ
સુરતમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાયા હતા. સામાન્ય વરસાદથી સુરતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પૂનાગામ, સીતારામ ચોકડી વિસ્તારમાં પાણી ભરાયા હતા. શહેરનાં શિવમ કોમ્પ્લેક્ષ વિસ્તારમાં પાણી ભરાયા હતા. પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીમાં મુકાયા છે.

હાઈવે પર પાણી ભરાયા

 નેશનલ હાઇવે નંબર 48 ઉપર બન્ને  તરફ પાણી ભરાયા 
સુરતનાં કડોદરામાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર પાણી ભરાયા હતા. નેશનલ હાઈવે નં. 48 ઉપર બંને તરફ પાણી ભરાયા હતા. મુંબઈથી- અમદાવાદ હાઈવે પર પાણી ભરાયા હતા. પાણી નિકાલની વ્યવસ્થાનાં અભાવે પાણી ભરાયા હતા. હાઈવેનાં સર્વિસ રોડ ઉપર પણ વરસાદી પાણી પહોંચ્યા હતા. 

મુખ્ય રસ્તા ઉપર પાણી ફરી વળતા હાલાકી
સુરત જીલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. કડોદરા-સુરત રોડ ઉપર પાણી ભરાયાં હતા. મુખ્ય રસ્તા ઉપર પાણી ફરી વળતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. પાણી ભરાતાં ટ્રાફિક જામ થયો હતો. મુખ્ય માર્ગ ઉપર નદી જેવો પ્રવાહ સર્જાયો હતો.

અંડરપાસમાં પાણી ભરાતા કાર ફસાઈ
સુરત જીલ્લાનાં બારડોલી પંથકમાં તોફાની વરસાદ વરસ્યો હતો. બારડોલી નગરનાં સુગર નજીક આવેલો રેલ્વે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ત્યારે અંડરપાસમાં પાણી ભરાતા કાર ફસાઈ હતી. સ્થાનિક લોકોએ ધક્કો મારી કાર બહાર કાઢી હતી. કામરેજ, પલસાણા, મહુવા પંથકમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. 

ભારે વરસાદના કારણે જન જીવન પ્રભાવિત થયું
સુરતનાં પલસાણાનાં કડોદરા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદનાં કારણે જનજીવન પ્રભાવિત થયું. શાંતિનગર સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા હતા. 

રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ધોધમાર વરસાદ
સુરત શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. રાંદેર, અડાજણમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. પારલે પોઈન્ટ, અઠવા લાઈન્સમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. અઠવા ગેટ, નાનપુરા તેમજ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

કામરેજ, પલસાણા, કડોદરા સહિતના વિસ્તારોમાં વરસાદ 
સુરત જીલ્લામાં ફરી ધોધમાર વરસાદ પડ્યો છે. કામરેજ, પલસાણા, કડોદરા સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ