બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Farmer tractor rally protest delhi border police republic day

હંગામો / 72માં પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલીના આ 5 ચોંકાવનારા દ્રશ્યો, જુઓ Video

Hiren

Last Updated: 09:58 PM, 26 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસે ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ દરમિયાન દિલ્હીમાં પોલીસ સાથે આંદોલનકારીઓનું ઘર્ષણ થયું હતું. આ દરમિયાન પાંચ ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા છે.

  • ગણતંત્ર દિવસના સમયે ખેડૂતોની ટ્રેક્ટર રેલી
  • દિલ્હીની બોર્ડર પર અનેક જગ્યાઓ પર તોડફોડ
  • જબરદસ્તી બેરિકેડ તોડીને ઘૂસ્યા ખેડૂતો

ગણતંત્ર દિવસના દિવસે કૃષિ કાયદા વિરૂદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોએ દિલ્હીમાં કૂચ કરી છે. દિલ્હી પોલીસની શરતોની સાથે ટ્રેક્ટર રેલીને મંજુરી મળી હતી, પરંતુ મંગળવાર સવારથી જ દિલ્હીના અલગ અલગ બોર્ડર પર ખેડૂતો ઘુસી આવ્યા. જ્યારે દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ સાથે ઘર્ષણ થયું. આ દરમિયાન ખેડૂતોની ટ્રેક્ટર રેલીના પાંચ ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા છે.

1. ખેડૂતોએ પોલીસ કર્મચારીને ટોળાના હુમલાથી બચાવ્યો

દિલ્હી પોલીસે ખેડૂતોને રોકવા માટે બોર્ડર પર મોટા મોટા કંટેનર અને બેરિકેટ લગાવ્યા હતા. તેમ છતા આંદોલનકારીઓ અંદર ઘૂસી આવ્યા હતા. તો કેટલાક જગ્યાએ પોલીસ જવાનો ટોળા વચ્ચે ફસાયા હતા, જોકે કેટલાક ખેડૂતોએ આ પોલીસ કર્મચારીને ટોળાના હુમલાથી બચાવ્યો હતો.

2. ઘોડા પર સવાર થઇને ખેડૂતોએ બેરિકેટ તોડ્યા, સામે પોલીસનો લાઠીચાર્જ

દિલ્હીમાં અલગ અલગ વિસ્તારોમાં પ્રદર્શનકારીઓએ હોબાળો મચાવ્યો હતો. દિલ્હીના નાંગલોઈ વિસ્તારમાં પ્રદર્શનકારીઓએ પોલીસ દ્વારા લગાવવામાં આવેલા બેરિકેડ તોડી દેવાયા. પોલીસ તરફથી લાઠીચાર્જ કરી પ્રદર્શન રોકવાના પ્રયત્નો કર્યા. તો કેટલીક જગ્યાઓએ ઘોડા પર સવાર થઇને આવેલા આંદોલનકારીઓએ પણ બેરિકેડ તોડ્યા હતા. જોકે પોલીસ દ્વારા આ દરમિયાન પોલીસએ લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

3. નિહંગ સિખ દ્વારા ખુલ્લી તલવાર લઇને પોલીસને દોડાવ્યા

ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં હજારોની સંખ્યામાં પ્રદર્શનકારી સામેલ થયા હતા. જેમાં નિહંગ સિખ પણ આવ્યા છે, જે પોતાની તલવારો અને વેશ-ભૂષા ધારણ કરીને દિલ્હીમાં ઘૂશ્યા હતા. આ દરમિયાન ઘર્ષણ થતા નિહંગ સિખ ખુલ્લી તલવાર લઇને પોલીસને દોડાવ્યા હતા.

4. રેલીમાં ભારે ભીડની વચ્ચે ખેડૂતોએ એમ્બ્યુલન્સને આપ્યો રસ્તો

આ દરમિયાન એક એવી પણ તસવીર સામે આવી. જેમાં ટ્રેક્ટર પરેડમાં એમ્બ્યુન્સ ફંસાઇ ગઇ. જોકે આ દરમિયાન ખેડૂતોને મદદ માટે આગળ આવતા એમ્બ્યુલન્સ માટે રસ્તો બનાવ્યો અને તેને જલ્દીથી ટોળાથી બહાર કાઢી.

5. લાલ કિલ્લા પર ઉપદ્રવીઓ દ્વારા તિરંગાની જગ્યાએ સંગઠનનો ધ્વજ ફરકાવવાનો પ્રયત્ન

દિલ્હીના લાલ કિલ્લા પર મંગળવારે પ્રદર્શનકારીઓએ નિશાન સાહબ ઝંડો ફરકાવ્યો હતો. જ્યાં પ્રધાનમંત્રી સ્વતંત્રતા દિવસે સંબોધન આપે છે, એજ જગ્યાએ પ્રદર્શનકારીઓએ પોતાનો ઝંડો ફરકાવી દીધો. પોલીસ તરફથી તેમને સમજાવવાના પ્રયત્નો થયા, પરંતુ વાત ન બની.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ