બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / ગુજરાત / Politics / સુરત / Farmer Protest agains kisan samelan in Gujarat

ગોટાળો / ખેડૂતોને મનાવવા શરૂ કરવામાં આવેલ સંમેલનના પોસ્ટરમાં છબરડા, ભાજપમાં ઉત્સાહનો અતિરેક કે લાપરવાહી?

Gayatri

Last Updated: 01:37 PM, 17 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બારડોલીના ખેડૂત સંમેલનને બેનરમાં છબરડો સામે આવ્યો છે. આજથી ગુજરાતમાં નવા કૃષિ કાયદાને લઈને સમજવાવાના સંમેલન શરૂ થઈ ગયા છે ત્યારે આજે આ ગોટાળો સામે આવ્યો છે.

  • બારડોલીના ખેડૂત સંમેલનના બેનરમાં છબરડો
  • સરદાર આશ્રમમાં ગેટ બહાર મૂકવામાં આવેલા બેનરમાં છાબરડો
  • સુરત જિલ્લા ભાજપના પ્રમુખ સંદીપ દેસાઈને બતાવાયા ધારાસભ્ય

બારડોલી સરદાર આશ્રમમાં ગેટ બહાર મુકવામાં આવેલા.બેનરમાં મોટો ગોટાળો થયો છે.  સુરત જિલ્લા ભાજપના પ્રમુખ સંદીપ દેસાઈને ધારાસભ્ય દર્શાવવામાં આવતા વિવાદ શરૂ થઈ ગયો છે. ગેટની બહાર મુકેલ બેનરમાં જ સંદીપ દેસાઈના નામ નીચે ધારાસભ્ય લખાયું છે. બારડોલીમાં ભાજપ પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમના બેનરમાં જ ડખો થવાનો ગણગણાટ શરૂ થઈ ગયો હતો. 

આજથી ભાજપ દ્વારા કિસાન સંમેલન અંતર્ગત નવા કૃષિકાયદાની સમજણ આપતા સંમેલન કરવામાં આવી રહ્યા છે. ત્યારે પોસ્ટરમાં જ આવો વિવાદ હાસ્યાસ્પદ બન્યો હતો. 

ખેડૂતોને રિઝવવા ગુજરાતમાં ભાજપ દ્વારા કિસાન સંમેલન

ભાજપ દ્વારા રાજ્યમાં આગામી 10 અલગ-અલગ જગ્યાઓ કિસાન સંમેલન યોજાશે. આ સંમેલનને રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી, ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સંબોધન કરશે. 

ગુજરાતમાંથી 10 હજાર ખેડૂતો દિલ્લી પહોંચવાની તૈયારીમાં

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલનનો આજે 22મો દિવસ છે. ગુજરાતમાંથી 10 હજાર ખેડૂતો દિલ્લી પહોંચવાની તૈયારીમાં છે. 15 દિવસમાં 10 હજાર ખેડૂતો દિલ્લી પહોંચશે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં ખેડૂતો તબક્કાવાર દિલ્હી પહોંચે તેવો નિર્ણય લેવાયો હતો. આ પહેલા દિલ્હી બોર્ડર પર પણ બેઠક મળી હતી.

]કૃષિ કાયદાના વિરુદ્વમાં દિલ્હી બોર્ડર ખેડૂતોના આંદોલનને લઇને ગુજરાતના ખેડૂતો પણ સક્રિય થયેલા જોવા મળી રહ્યાં છે. આ અગાઉ સુરતમાંથી 10 આગેવાનો દિલ્હી જવા રવાના થયા હતા. આ અગાઉ ભુખ હડતાળ કરવામાં આવી ત્યારે કોંગ્રેસે દ્વારા  પણ દેખાવો અને ભૂખ હડતાળમાં જોડાયાં હતા અને આપની મહિલાઓ દ્વારા અમદાવાદ ખાતે પ્રતિક ઉપવાસ અને દેખાવો કરવામાં આવ્યાં હતા. 

 

આ અગાઉ દિલ્હી કૂચના એલાનને પગલે ગુજરાતમાં આંદોલનકારી ખેડૂત નેતાઓને નજરકેદ કરાયા હતાં પણ પોલીસને થાપ આપીને 200થી વધુ ખેડૂતો દિલ્હી બોર્ડર પહોચ્યાં હતા. ધરપકડ થવાના ડરે ખેડૂત નેતાઓએ વેશપલટો કરીને ગુજરાત બોર્ડર સુધી પહોંચવુ પડયુ હતું.  ગુજરાતમાં ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં છે અને ખેડૂત આંદોલનને સમર્થન આપી રહ્યાં છે જેના લીધે ભાજપ સરકાર પણ ચિંતિત છે.

ખેડૂત સંઘર્ષ સમિતીના નેતા ડાહ્યાભાઈ ગજેરાને પણ કરાયાં હતા નજરકેદ

આ દરમિયાન, ખેડૂત સંઘર્ષ સમિતીના પ્રમુખ ડાહ્યાભાઇ ગજેરાને પણ નજરકેદ કરાયા હતાં. જોકે, તેઓ વેશપલટો કરીને ઉદયપુર પહોંચ્યા હતાં. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી અલગ અલગ ટુકડીઓમાં ખેડૂતો ગત રવિવાર સાંજ સુધી ઉદયપુર પહોંચ્યા હતાં.

ઉદયપુરમાં પત્રકાર પરિષદ યોજી ખેડૂત આગેવાનોએ ગુજરાત સરકાર પર એવા આકરા પ્રહારો કર્યા હતાં કે, દિલ્હી ચલો રોકવા સરકારે 12 ખેડૂત સંગઠનોના નેતાઓની અટકાયત કરી હતી. ખેડૂતોએ દિલ્હી જવા ભાડે કરાયેલી બસો પણ પોલીસે રદ કરાવી દીધી હતી. પોલીસના દમન વચ્ચે પણ વેશપલટો કરી ખેડૂતો દિલ્હી પહોચ્યાં હતા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ