બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Famous for her opposition to LGBT and fundamentalist attitude,praised PM Modi Know who is Georgia Meloni,

G20 સમિટ / LGBTનો વિરોધ અને કટ્ટર વલણ માટે પ્રખ્યાત, PM મોદીના કર્યા હતા વખાણ: જાણો કોણ છે જ્યોર્જિયા મેલોની, જેમની સોશ્યલ મીડિયામાં ખૂબ ચર્ચા

Megha

Last Updated: 03:39 PM, 10 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. PM મોદીની પ્રસંશા કરતાં તેને કહ્યું કે 'મને લાગે છે કે તેઓ વિશ્વમાં સૌથી વધુ પસંદ કરવામાં આવેલ વ્યક્તિ છે.'

  • ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા 
  • પીએમ મોદી સાથે હાથ મિલાવીને વાત કરતી જોવા મળી જ્યોર્જિયા મેલોની
  • મોદીજી વિશ્વમાં સૌથી વધુ પસંદ કરવામાં આવેલ વ્યક્તિ - જ્યોર્જિયા મેલોની

ભારતની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં G20 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ભાગ લેવા માટે વિશ્વભરમાંથી નેતાઓ રાજધાનીમાં આવ્યા હતા. ભારત આવનારા મહેમાનોમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડનથી લઈને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનો સમાવેશ થાય છે. પરંતુ આ બધા વચ્ચે ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. મેલોનીનો ભારત પ્રત્યેનો પ્રેમ જોઈને લોકો તેના વખાણ કરવાથી પોતાને રોકી શકતા નથી.

પીએમ મોદી સાથે હાથ મિલાવીને વાત કરતી જોવા મળી જ્યોર્જિયા મેલોની
હાલ  સોશિયલ મીડિયા પર  ઘણા મીમ્સ અને વીડિયો વાયરલ થયા છે. જેમાં તે પીએમ મોદી સાથે હાથ મિલાવીને વાત કરતી જોવા મળી રહી છે. તે એક વીડિયોમાં પીએમ મોદીના વખાણ કરતી પણ જોવા મળી હતી. સાથે જ સ્પષ્ટવક્તા, બોલ્ડ અને નીડર સ્ટાઇલ એ ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીની ખાસિયત છે. 

મોદીજી વિશ્વમાં સૌથી વધુ પસંદ કરવામાં આવેલ વ્યક્તિ
વાયરલ થયેલ એ વિડીયોમાં તેણી કહેતા સંભળાય છે કે 'અમારી સરકાર ભારત સાથે સંબંધોને વધુ આગળ વધારશે. હું દૃઢપણે માનું છું કે સાથે મળીને આપણે ઘણું બધુ કરી શકીએ છીએ અને મને ભરોસો નથી કે હું અપ્રૂવલ રેટિંગની બાબતમાં મોદીજીની બરાબરી કરી શકીશ. મને લાગે છે કે તે વિશ્વમાં સૌથી વધુ પસંદ કરવામાં આવેલ વ્યક્તિ છે.

ચૂંટણી જીતીને ઈતિહાસ રચ્યો
મેલોની દેખાવમાં જેટલી સુંદર છે, એટલી જ લોકપ્રિય પણ છે. ઇટાલીમાં તે ખૂબ જ નાની ઉંમરે લોકોમાં પ્રખ્યાત થઈ ગઈ હતી. તેમના મંતવ્યો અને નિવેદનો દરરોજ સમાચારોમાં છપાય છે. સૌથી મહત્વની વાત એ છે કે મેલોની ઈટાલીની પ્રથમ મહિલા વડાપ્રધાન છે. તેમણે ગયા વર્ષે જ ચૂંટણી જીતીને ઈતિહાસ રચ્યો હતો. 

LGBT અને ફાસીવાદ જેવા આરોપો
જ્યોર્જિયા મેલોની પર LGBT વિરોધી, ફાસીવાદી અને ઇસ્લામોફોબિક હોવાનો આરોપ છે. જોકે તે આ વાતને નકારે છે અને પોતાની ઇમેજ સુધારવા માટે પણ કામ કરી રહી છે. તેણે કહ્યું છે કે તેની પાસે પુતિનને મળવાનો સમય નથી. તેમણે નાટો માટે સમર્થન પણ વ્યક્ત કર્યું હતું. અલબત્ત મેલોની રશિયા-યુક્રેન યુદ્ધમાં યુક્રેનને ટેકો આપે છે.

મેલોનીએ LGBT અધિકારો વિરુદ્ધ અભિયાન ચલાવ્યું છે. આ સાથે તે મુસ્લિમોને લઈને આપેલા નિવેદનોને કારણે પણ વિવાદોમાં રહી છે. અલબત્ત તેણી પોતાને ફાસીવાદી કહેવાનો વિરોધ કરે છે પરંતુ તે પોતાની જાતને મુસોલિનીની વારસદાર કહે છે. 

મુસ્લિમ પ્રવાસીઓને ખતરો ગણાવ્યા 
જ્યોર્જિયા મેલોની 2008માં 31 વર્ષની વયે ઈટાલીની સૌથી નાની વયની મંત્રી બની હતી. ચાર વર્ષ બાદ એટલે કે 2012માં તેણે બ્રધર્સ ઓફ ઈટાલી પાર્ટીની રચના કરી. 2021માં મેલોનીનું પુસ્તક આવ્યું હતું.  તેની પ્રાથમિકતાઓની યાદી આપતા, મેલોનીએ એલજીબીટી લોબી અને ઈમિગ્રેશન સામે વિરોધ વ્યક્ત કર્યો. ઇસ્લામિક આતંકવાદને અંકુશમાં લેવા માટે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું. તેણે મુસ્લિમ ઈમિગ્રન્ટ્સને ઈટાલી માટે ખતરો ગણાવ્યા છે. આ કારણે તે વિવાદોમાં ફસાઈ ગઈ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ