બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ભારત / External Affairs Minister Jaishankar once again took Pakistan

નિવેદન / વિદેશમંત્રી જયશંકરે ફરી પાકિસ્તાનને લીધું આડેહાથ, ચીન માટે નેહરુ નહીં પટેલ નીતિ અપનાવાશે; કેનેડાને પણ આપ્યો સ્પષ્ટ સંદેશ

Priyakant

Last Updated: 02:58 PM, 2 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

S Jaishankar Statement Latest News: પાકિસ્તાન ભારતને વાટાઘાટના ટેબલ પર લાવવા માટે આતંકવાદનો આશરો લઈ રહ્યું છે, એવું નથી કે અમે અમારા પડોશીઓ સાથે વાતચીત નહીં કરીએ. પરંતુ તેમણે (પાકિસ્તાને) જે શરતો આગળ મૂકી છે તેના આધારે અમે વાટાઘાટો કરીશું નહીં

  • વિદેશ પ્રધાન એસ જયશંકરે પાકિસ્તાનને લઈ ફરી મોટું નિવેદન આપ્યું
  • ભારતને વાટાઘાટના ટેબલ પર લાવવા માટે આતંકવાદનો આશરો લઈ રહ્યું છે પાકિસ્તાન
  • એસ જયશંકરે કહ્યું, એવું નથી કે અમે અમારા પડોશીઓ સાથે વાતચીત નહીં કરીએ

S Jaishankar Statement : વિદેશ પ્રધાન એસ જયશંકરે પાકિસ્તાનને લઈ ફરી મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન ભારતને વાટાઘાટના ટેબલ પર લાવવા માટે આતંકવાદનો આશરો લઈ રહ્યું છે. પાકિસ્તાનની મુખ્ય નીતિ આતંકવાદ રહી છે. તેમણે કહ્યું કે, ભારતે હવે તે રમત રમવાનું બંધ કરી દીધું છે અને પાડોશી દેશની આતંકવાદ નીતિને અપ્રસ્તુત બનાવી દીધી છે. પાકિસ્તાન અવારનવાર નાપાક હેતુઓ માટે સરહદ પારથી આતંકવાદીઓને ભારતમાં મોકલે છે. 

શું કહ્યું જયશંકરે ? 
ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઈન્ટરવ્યુમાં જયશંકરે કહ્યું, પાકિસ્તાન ભારત પર વાતચીત માટે દબાણ બનાવવા માટે લાંબા સમયથી સીમાપાર આતંકવાદનો ઉપયોગ કરી રહ્યું છે. એવું નથી કે અમે અમારા પડોશીઓ સાથે વાતચીત નહીં કરીએ. પરંતુ તેમણે (પાકિસ્તાને) જે શરતો આગળ મૂકી છે તેના આધારે અમે વાટાઘાટો કરીશું નહીં, જેમાં આતંકવાદની પ્રેક્ટિસને વાટાઘાટના ટેબલ પર લાવવા માટે કાયદેસર અને અસરકારક માનવામાં આવે છે.

કેનેડાને લઈ પણ આપ્યું મોટું નિવેદન 
કેનેડામાં ખાલિસ્તાની પ્રવૃત્તિઓના ફેલાવા અંગે વાત કરતા જયશંકરે કહ્યું કે, ખાલિસ્તાની દળોને ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધોને નુકસાનકારક પ્રવૃત્તિઓમાં સામેલ થવા માટે જગ્યા આપવામાં આવી છે. તેમણે કહ્યું, મુખ્ય મુદ્દો એ છે કે,  કેનેડાની રાજનીતિમાં ખાલિસ્તાની દળોને ઘણી જગ્યા આપવામાં આવી છે. અને તેમને સંબંધોને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓમાં જોડાવવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. મને લાગે છે કે આ ન તો ભારતના હિતમાં છે કે ન તો કેનેડાના હિતમાં.

ચીનની આક્રમકતાનો સામનો કરવા માટે અભિગમ બદલવાની જરૂર: જયશંકર
આ તરફ ઈન્ટરવ્યુ દરમિયાન જયશંકરે કહ્યું કે, ભારતે પરસ્પર સન્માન, સંવેદનશીલતા અને સામાન્ય હિતોના આધારે ચીન સાથે સંબંધો સ્થાપિત કરવાની જરૂર છે. તેમણે ચીનની આક્રમકતાનો સામનો કરવા માટે ભારતના અભિગમમાં ફેરફારની વાત કરી હતી. તેમણે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા ચીનને લઈને બનાવવામાં આવેલી નીતિઓની પણ ટીકા કરી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શુ ભારત ચીનની 'માઇન્ડ ગેમ્સ'માં હારી ગયું છે. આના પર તેણે કહ્યું, 'મને નથી લાગતું કે અમે હારી ગયા. પરંતુ જુદા જુદા સમયે જ્યારે આપણે આજે ભૂતકાળના ભાગો વિશે વાત કરીએ છીએ, ત્યારે તેમને સમજવું ખૂબ મુશ્કેલ છે. પંચશીલ કરાર આવું જ બીજું ઉદાહરણ છે. તેમણે કહ્યું, 'આત્મવિશ્વાસ અને ખાતરીની ભૂમિકા આપણને કહે છે કે, આપણે બહુ જૂની સભ્યતા છીએ. આ બધી બાબતો આપણા વર્તનમાં છે. એટલું જ નહીં, પરંતુ તે આપણી સ્થિતિ અને અન્ય દેશો સાથે આપણે જે રીતે સંપર્ક કરીએ છીએ તે પ્રમાણે હોવું જોઈએ.

ચીન માટે નેહરુ નહીં પટેલ નીતિ અપનાવાશે
જયશંકરે કહ્યું કે, નેહરુએ ચાઈના ફર્સ્ટની નીતિ પર કામ કર્યું. શરૂઆતથી જ નેહરુ અને સરદાર પટેલ વચ્ચે ચીનને કેવી રીતે જવાબ આપવો તે મુદ્દે મતભેદો હતા. મોદી સરકાર ચીન સાથેના વ્યવહારમાં સરદાર પટેલે શરૂ કરેલા વાસ્તવિકતાના વલણ પ્રમાણે કામ કરી રહી છે. અમે એવા સંબંધો બનાવવાનો પ્રયાસ કર્યો છે જે પરસ્પર સંબંધો પર આધારિત હોય. જ્યાં સુધી તે પારસ્પરિકતાને ઓળખવામાં નહીં આવે ત્યાં સુધી આ સંબંધને આગળ વધવું મુશ્કેલ બનશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ