બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ex mla manilal vaghela will join bjp also meets pm modi before that

રાજકારણ / ગુજરાતના રાજકારણમાં ગરમાવો! પૂર્વ કોંગ્રેસી નેતાની PM મોદી સાથે મુલાકાત, કેસરિયા કરવાનું કર્યું એલાન

Khyati

Last Updated: 12:39 PM, 2 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાના વડગામના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાય તે પહેલા પીએમ મોદીને મળ્યા.

  • વડગામના પૂર્વ MLA કરશે કેસરિયા
  • PM મોદી સાથે કરી મુલાકાત
  • 2021માં આપ્યું હતું કોંગ્રેસમાંથી રાજીનામું

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર નથી થઇ પરંતુ તૈયારીઓ તો જોરશોરથી શરુ કરી દેવામાં આવી છે. ભાજપ આ વખતે કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠકો પર જીત નોંધાવા માટે કમર કસી છે.  ત્યારે  કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કેસરિયા કરશે તેવુ સામે આવ્યુ છે. મહત્વનું છે કે પીએમ મોદી દ્વારા ચૂંટણીને લઇને  નબળી અને ઓછા માર્જિનથી જીતેલી બેઠકના કારણો શોધવા સૂચન કરવામાં આવ્યું હતું....ઓછા માર્જિનવાળી બેઠકો પર કામ કરવા માટે  100-100 બુથ તારવી માઇક્રોપ્લાનિંગનું સૂચન કરાયું હતું.

પીએમ મોદી સાથે કરી મુલાકાત

બનાસકાંઠાના વડગામના પૂર્વ ધારાસભ્ય મણીલાલ વાઘેલાએ પીએમ મોદી સાથે મુલાકાત કરી તે તસવીર પણ સામે આવી છે.  જો કે સત્તાવાર હજી તેઓ ભાજપમાં જોડાયા નથી પરંતુ તે અગાઉ તેઓ પીએમ મોદીને મળ્યા. મહત્વનું છે કે મણિલાલ વાઘેલા છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. તેઓએ નવેમ્બર 2021માં કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ હતું. 

 

કેમ કોંગ્રેસમાંથી આપ્યુ હતું રાજીનામુ ?

2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર જીગ્નેશ મેવાણીએ આ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરતા કોંગ્રેસ પાર્ટીએ તેને આડકતરું સમર્થન આપીને પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો ન હતો. જેથી  પૂર્વ ધારાસભ્યએ આ બેઠકને લઈને નારાજગી દર્શાવતા તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. તેઓએ જણાવ્યુ હતુ કે  કોંગ્રેસ પાસે અનેક દલિક કાર્યકર્તાઓ છે તો અપક્ષનો ટેકો શા માટે લેવો જોઇએ, તેમજ  કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જાતિવાદી ભાષણો કરતા પક્ષમાં મારે રહેવું નથી, અમે કોંગ્રેસ પક્ષને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરતું કોંગ્રેસને અમારા જેવા કાર્યકર્તાઓની જરૂર નથી.. 

પૂર્વ MLA મણીલાલ વાઘેલાની રાજકીય સફર

મણિલાલ વાઘેલા છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. તાલુકાથી લઇ જિલ્લા સુધી અનેક હોદ્દાઓ પર તેમણે સેવા આપી ચૂક્યા છે.  તેમજ 2012માં ભાજપના કેબિનેટ મંત્રીને હરાવી વડગામ બેઠક પરથી તેઓ વિજેતા બની ધારાસભ્ય બન્યા હતા. એટલું જ નહીં 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મણિલાલ વાઘેલાએ વડગામ વિધાનસભા  બેઠક પર જીત મેળવી હતી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તેમજ સીટીંગ MLA ફકીરભાઈ વાઘેલાને હરાવ્યાં હતાં .

જિગ્નેશ મેવાણી માટે કપરા ચઢાણ

2017માં વડગામના MLA તરીકે મણિભાઈ વાઘેલા કોગ્રેસના ઉમેદવાર તરીકે નક્કી હતા પરંતુ  જીગ્નેશ મેવાણી અપક્ષમાં ચૂંટણી લડતા દાવેદારી પરત ખેંચવી પડી હતી . ત્યારે હવે જો  મણિલાલ વાઘેલા ભાજપમાં જોડાય તો જીગ્નેશ મેવાણીને જીતવા માટે કપરા ચઢાણ થઇ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ