બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Ex-IPS Sanjeev Bhatt slapped by Gujarat High Court

BIG BREAKING / પૂર્વ IPS સંજીવ ભટ્ટને ગુજરાત HC તરફથી ઝટકો: કોર્ટે ફગાવી અરજી, નીચલી કોર્ટના આદેશને રાખ્યો માન્ય

Malay

Last Updated: 03:44 PM, 5 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત હાઈકોર્ટે પૂર્વ IPS સંજીવ ભટ્ટની અરજીને ફગાવીને નીચલી કોર્ટના ઓર્ડરમાં ખામી ન હોવાનું અવલોકન કર્યું છે.

 

  • પૂર્વ IPS સંજીવ ભટ્ટને હાઈકોર્ટમાંથી ઝટકો
  • હાઈકોર્ટે પૂર્વ IPS સંજીવ ભટ્ટની અરજી ફગાવી
  • નીચલી કોર્ટના આદેશને રાખ્યો માન્ય 

પૂર્વ IPS સંજીવ ભટ્ટને હાઈકોર્ટમાંથી ઝટકો મળ્યો છે. ગુજરાત હાઈકોર્ટે સંજીવ ભટ્ટની અરજીને ફગાવી દીધી છે. ગુજરાત હાઈકોર્ટે નીચલી કોર્ટના ઓર્ડરમાં કોઈ ખામી ન હોવાનું અવલોકન કર્યું છે. HCએ નીચલી કોર્ટના આદેશને માન્ય રાખી સંજીવ ભટ્ટની અરજી ફગાવી છે. 

કસ્ટોડિયલ ડેથ મામલોઃ પૂર્વ IPS સંજીવ ભટ્ટના જામીન હાઈકોર્ટે ફગાવ્યા | HC  deny former IPS Sanjeev Bhatt Bail life imprisonment for 1990s custodial  death case

સંજીવ ભટ્ટ પર છે આ આરોપ
સંજીવ ભટ્ટ વર્ષ 1996માં બનાસકાંઠાના જિલ્લા પોલીસ વડા હતા અને સંજીવ ભટ્ટ પર તેમના કાર્યકાળ દરમિયાન ખોટો નાર્કોટિક્સ કેસ ઉભો કરવાનો આરોપ છે. આ કેસમાં સંજીવ ભટ્ટે પોતાના તરફે અમુક સાક્ષીઓ બોલાવવાની મજૂરી માંગતી અરજી કરી હતી. જે અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે. 

અગાઉ 2021માં પણ ગુજરાત હાઈકોર્ટે  ફગાવી હતી અરજી 
આપને જણાવી દઈએ કે, આ પહેલા પણ ગુજરાત હાઈકોર્ટ સંજીવ ભટ્ટની અરજીને ફગાવી ચૂકી છે. ગુજરાત હાઈકોર્ટે ઓગસ્ટ 2021માં સંજીવ ભટ્ટની અરજીને ફગાવી હતી. સંજીવ ભટ્ટની અરજી પર સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે કહ્યું હતું કે, કાયદાનો દુરુપ્રયોગ કરનારાની અરજી સ્વીકારવા પાત્ર નથી. મહત્વનું છે કે, પાલનપુર કોર્ટે ડ્રગ્સ કેસમાં નિવૃત્ત DySP આઈ.બી.વ્યાજને છૂટકારો આપ્યો હતો. સરકારી સાક્ષી બનાવીને પાલનપુર કોર્ટે ડ્રગ્સ કેસમાં નિવૃત્ત DySP આઈ.બી.વ્યાજને છૂટકારો આપતા સંજીવ ભટ્ટે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

VTV Gujarati News and Beyond on Twitter: "પૂર્વ IPS સંજીવ ભટ્ટને ગુજરાત  હાઈકોર્ટ તરફથી ઝટકો: હાઈકોર્ટે પૂર્વ IPS સંજીવ ભટ્ટની અરજી ફગાવી, નીચલી  કોર્ટના ...

શું હતો કેસ
1996માં પાલનપુરની હોટેલમાં રાજસ્થાનના વકીલની રૂમમાં ખોટી રીતે ડ્રગ્સ પ્લાન્ટ કરી, દુકાન ખાલી કરવા ધમકી આપી વકીલને ફસાવવાનો આરોપ સંજીવ ભટ્ટ પર લાગ્યો હતો. આ મામલે વર્ષ 2018માં પૂર્વ IPS સંજીવ ભટ્ટની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી હતી. CID ક્રાઈમે પાલનપુરની એક હોટલના રૂમમાં અફીણનો જથ્થો મુકાવી રાજસ્થાન પાલીના એક વકીલને ખોટા કેસમાં ફસાવી દેવાના કેસમાં ધરપકડ કરી હતી. આ ઉપરાંત સીઆઈડી ક્રાઈમે પાલનપુરના તત્કાલીન પીઆઈ વ્યાસની પણ ધરપકડ કરી હતી. જે બાદ પાલનપુર કોર્ટ દ્વારા વ્યાસને સરકારી સાક્ષી બનાવીને 1996ના ડ્રગ કેસમાં છૂટકારો આપવાની મંજૂરી આપી હતી.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ