બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Ex-boyfriend's actions in Surat, teasing and harassing a girl by forcing her to have a love relationship, police stopped her from doing this

સુરત / સુરતમાં પૂર્વ પ્રેમીની કરતૂત, પ્રેમ સંબંધ બાંધવાનું દબાણ કરી યુવતીની છેડતી અને પજવણી કરતો, પોલીસે આવી રીતે મતિ ઠેકાણે પાડી

Vishal Khamar

Last Updated: 11:19 PM, 31 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતનાં ઉધનાં વિસ્તારમાં યુવતીનો પૂર્વ પ્રેમી યુવતીને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. જે બાબતે યુવતીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • સુરતનાં ઉધનામાં યુવતી સાથે છેડતીનો બનાવ
  • યુવતીનાં પૂર્વ પ્રેમીએ જ કરી છેડતી
  • પોલીસે આરોપી પૂર્વ પ્રેમીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

સુરતના ઉધના પોલીસ મથક હદ વિસ્તારમાં રહેતા પરિવારની યુવતીનો પીછો કરી હેરાન-પરેશાન કરતા શખ્સની ઉધના પોલીસે ધરપકડ કરી છે. ઉધના પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર,આરોપી શોએબ અને યુવતી છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. બંને વચ્ચે છેલ્લા બે વર્ષથી આ પ્રેમ સંબંધ ચાલી આવ્યો હતો. બે વર્ષના પ્રેમ સંબંધ દરમિયાન યુવક યુવતી જોડે મારઝુડ કરી હેરાન પરેશાન કરતો હતો. પ્રેમીના માનસિક ત્રાસથી કંટાળેલી યુવતીએ અંતે પ્રેમ સંબંધ ઉપર પૂર્ણવિરામ મૂકી દીધો હતો.યુવતીએ તરછોડી દેતા યુવક રોષે ભરાયો હતો. જેથી વારંવાર પોતાની જોડે પ્રેમ સંબંધ રાખવા યુવતી પર દબાણ કરી તેણીનો પીછો કરતો હતો. 

યુવતી સાથે અવાર નવાર મારઝુડ કરતો
આ સમય દરમ્યાન યુવતીની અન્ય એક યુવક જોડે મિત્રતા કેળવાઈ હતી. જેની જાણ પૂર્વ પ્રેમી શોએબ ને થઈ હતી.યુવતી મિત્રને મળી પરત પોતાના ઘરે ફરી રહી હતી.જે દરમ્યાન આરોપી શોએબ અને તેનો સાગરીત મોટરસાયકલ લઇ યુવતી તરફ ઘસી આવ્યા હતા.જ્યાં યુવતીને ચપ્પુ બતાવી મોટર સાયકલ પર બેસાડી તેણીના મિત્રના ઘરે લઈ જવામાં આવી હતી. જ્યાં પણ તેણી જોડે મારઝૂડ કરી ધમકાવવામાં આવી હતી. 

ભગીરથ ગઢવી(ડીસીપી સુરત પોલીસ )

પોલીસે યુવતીનાં પૂર્વ પ્રેમીની ધરપકડ કરી
પૂર્વ પ્રેમીના માનસિક ત્રાસથી કંટાળી યુવતીએ આ અંગેની ફરિયાદ ઉધના પોલીસ મથકમાં નોંધાવી હતી. જે ફરિયાદના આધારે ઉધના પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જ્યાં ગણતરીના કલાકોમાં જ આરોપી પૂર્વ પ્રેમીની પોલીસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. એટલું જ નહીં પરંતુ પૂર્વ પ્રેમીના અન્ય સાગરીત ને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ ઉધના પોલીસે હાથ ધરી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ