બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / આરોગ્ય / everybody especially Women should eat raw papaya know the benefits

હેલ્થ ટિપ્સ / મહિલાઓએ ખાસ ખાવું જોઈએ કાચું પપૈયું- ફાયદા જાણીને તમે પણ રહી જશો દંગ

Megha

Last Updated: 04:39 PM, 22 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પપૈયું ખાવું એ પેટ અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદામંદ છે. ખાસ કરીને મહિલાઓએ પોતાની ડાયટમાં કાચું પપૈયું જરૂર શામેલ કરવું જોઈએ. આવું કરવાથી પિરિયડ્સમાં થતાં દુખાવામાં ઘણી રાહત મળે છે.

  • પપૈયું આપણાં શરીરને ગંભીરથી ગંભીર બીમારીથી બચાવે છે
  • કાચું પપૈયું ખાવાથી ઇમ્યુનિટી ઘણી મજબૂત થાય છે
  • પપૈયું ખાવાથી પિરિયડ્સમાં થતાં દુખાવામાં ઘણી રાહત મળે છે

પપૈયું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી અને ફાયદામંદ ફળ છે. આપણે કાચું અને પાકેલું એમ બંને પપૈયાં ખાઈ શકીએ છીએ. પપૈયું આપણાં શરીરને ગંભીરથી ગંભીર બીમારીથી બચાવે છે. ઘણા લોકો પપૈયું ફળ રૂપે ખાઈ છે અને ઘણા લોકો કાચા પપૈયાંનું શાક બનાવીને પણ ખાઈ છે . પપૈયાંમાં ઘણા પોષક તત્વો હોય છે. તેમાં વિટામિન, એન્જાઈમ અને ઘણા ન્યુટ્રિશન હોય છે જે પેટથી જોડાયેલ બીમારીઓને દૂર કરે છે. કાચા પપૈયાંમાં વિટામિન એ,સી,ઈ,બી અને મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા ઘણા મિનરલ્સ પણ જોવા મળે છે. આવામાં દરેક વ્યક્તિએ પપૈયાંનું સેવન જરૂરથી કરવું જોઈએ. 

ના ખબર હોય તો જાણી લો! સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે પપૈયું, આ બિમારીઓ  તમારી આસપાસ પણ નહીં ફરકે | papaya contain high levels of antioxidants  vitamin a vitamin c and vitamin

ખાસ કરીને મહિલાઓએ પપૈયાંનુ ખાસ સેવન કરવું જોઈએ. મહિલાઓને પપૈયાંથી ઘણાં ફાયદા થાય છે. પુરુષો કરતાં મહિલાઓની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે અને માસિક ધર્મ અને પ્રેગ્નેન્સીને કારણે મહિલાઓમાં હંમેશા વિટામીન્સની ખામી જોવા મળે છે. આવામાં મહિલાઓએ પોતાના ડાઈટ પર ખાસ ધ્યાન આપવું જોઈએ અને દરરોજના ડાઈટમાં કાચા અથવા પાકેલ પપૈયાંનો સમાવેશ કરવો જોઈએ. 

કાચું પપૈયું કેવી રીતે ખાવું?
પાકેલ પપૈયાં ફળ તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને કાચા પપૈયાંનો લોકો ઘણી અલગ અલગ રીતે ઉપયોગ કરે છે. ખાસ કરીને લોકો કાચા પપૈયાંનું શાક બનાવીને ખાઇ છે. પપૈયાંના ફોફતા પણ બનાવી શકાય છે. આ સિવાય તમે તેને ભાત અને દાળ સાથે બાફીને તેની સાથે ખાઈ શકો  છો. જો આવી રીતે પપૈયું ન ભાવે તો તમે તેને બટાટા સાથે પણ ખાઈ શકો છો. 

પાકુ જ નહીં કાચ્ચુ પપૈયુ પણ છે ખૂબ જ ફાયદાકારક, કોઈ પણ ઘાને રૂઝવવામાં કરે  છે મદદ | raw papaya also very beneficial useful in diabetes and weight loss  health tips know

કાચા પપૈયાં ખાવાના ફાયદા - 
1- ખાસ કરીને મહિલાઓ એ કાચું પપૈયું ખાવાથી દર મહિને આવનાર પિરિયડ્સના દુખાવામાં ઘણી રાહત મળે છે. આ સાથે જ ઓકસીટોસીન અને પ્રોસ્ટાગ્લૈડીનના લેવલમાં પણ ઘણો વધારો થાય છે, જે પિરિયડ્સના દુખાવામાં રાહત અપાવવામાં મહત્વની કામગીરી કરે છે. 
2. કાચું પપૈયુંન ખાવાથી તેનું જ્યુસ પીવાથી શરીરમાં ઇન્સ્યુલીનની માત્રા સરખી રહે છે. 
3. કાચું પપૈયું ખાવાથી શરીરને ભરપૂર માત્રામાં ફાઈબર મળી રહે છે. જે પેટને લગતી બીમારીને દૂર કરવામાં ઘણી મદદ કરે છે પાચન ક્રિયામાં ઘણો સુધારો કરે છે. 
4- કાચું પપૈયું ખાવાથી ઇમ્યુનિટી ઘણી મજબૂત થાય છે અને સામાન્ય શરદી-ઉધરસ જેવી બીમારી દૂર રહે છે. 
5. નાના બાળકોને સ્તનપાન કરાવનારી મા એ ખાસ કાચું પપૈયું ખાવું જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ