બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Even after 76 years of independence electricity has not reached Jambera village in Banaskantha

'વિકાસ'માં અંધારું / આઝાદીના 76 વર્ષ પછી પણ ગુજરાતનાં આ ગામના ઘરમાં અંધારું થતાં દીવા પ્રગટે છે, અહીં હજુ અંધારા નથી ઉલેચાયા

Malay

Last Updated: 04:13 PM, 30 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઝાદીના 76 વર્ષ બાદ પણ બનાસકાંઠાના જમ્બેરા ગામમાં વીજળી પહોંચી નથી. ગામમાં વીજળી આપવા માટે GEB વિભાગે 3 વખત સર્વે કર્યો હોવા છતાં પણ ગામને વીજળી મળી નથી. ત્યારે ગ્રામજનો તાત્કાલિક વીજળી આપવા માંગ કરી રહ્યા છે.

 

  • જમ્બેરા ગામ વીજળીથી વંચિત
  • 76 વર્ષ બાદ પણ ગામમાં ન પહોંચી વીજળી
  • જમ્બેરાનો ક્યારે થશે વિકાસ?

અંતરિયાળ વિસ્તારોની સમસ્યા એ છે કે આજે પણ લોકો વીજળીથી વંચિત છે દાંતા તાલુકામાં મોટેભાગે અંતરિયાળ ગામડાઓમાં લોકોના મકાનમાં વીજળીની સુવિધા પહોંચી નથી. જોકે, ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા લાઈટના થાંભલા તો દરેક ગામોમાં નખાયા છે, પરંતુ તેને કનેક્શન અપાયા નથી અને જેને લઈને અંતરિયાળ વિસ્તારના લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે.

3 વખત સર્વે કર્યા બાદ પણ ગામમાં ન મળી વીજળી
વાત છે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના જમ્બેરા ગામની, જે શક્તિપીઠ અંબાજીથી માત્ર 10 કિલોમીટર દૂર આવેલું છે અને દાયકાઓ બાદ પણ જમ્બેરા ગામના લોકો વીજળીથી વંચિત છે. GEB દ્વારા ત્રણ-ત્રણ વખત સર્વે કર્યા છતાં અંતરિયાળ વિસ્તારના આદિવાસી લોકોના મકાનોમાં વીજળી પહોંચી નથી. એક તો આ જંગલ વિસ્તાર છે અને તેમાં પણ વીજળીની સુવિધા ન હોય એટલે રાત્રિના સમયે જંગલી જાનવરોનો ભય રહે છે. આવી સ્થિતિમાં આ અંતરિયાળ વિસ્તારના લોકોની માંગ છે કે તાત્કાલિક વીજળી આપવામાં આવે.

બાળકોના અભ્યાસમાં પડી રહી છે અસર
અનેકવાર ગ્રામજનોએ વીજળી માટે રજૂઆતો કરી છે પરંતુ હજી સુધી તંત્ર અથવા જીઈબી દ્વારા લોકોના મકાનમાં વીજળી પહોંચે એવી કોઈ સુવિધા ગોઠવાઈ નથી. આ આદિવાસી વિસ્તારના લોકોના બાળકો પણ અભ્યાસ કરે છે ત્યારે રાત્રિના સમયે અભ્યાસ કેવી રીતે કરવો એ પણ મુશ્કેલી છે.

ગ્રામજનોએ તાત્કાલિક વીજળી આપવા કરી માગ
આ શ્રમિક આદિવાસી હોય દિવસભરની મજૂરી કરીને રાત્રે આવે ત્યારે ખાસ કરીને વીજળીની જરૂર પડતી હોય છે. આ ગામમાં પાણીની પણ સુવિધા નથી અને રોડ રસ્તાની પણ સુવિધા નથી. ત્યારે ગ્રામજનોની માગણી છે કે અમને સરકાર વીજળી આપે તો અમે અમારા બાળકોને અભ્યાસ કરાવી શકીએ અને રાત્રિના સમયે જંગલી પ્રાણીઓનો પણ ડર ન લાગે.

 

સળગતા સવાલ
- જમ્બેરાનો ક્યારે થશે વિકાસ?
- ગામમાં વીજળી ક્યારે મળશે?
- સર્વે કર્યા બાદ પણ કેમ નથી મળી વીજળી?
- ગામના લોકોની સમસ્યા ક્યારે સમજશે તંત્ર?
- કેટલાય સમયથી સમસ્યા છતા નિરાકરણ કેમ નહી?
- રજૂઆત બાદ પણ કેમ નથી દૂર થઈ સમસ્યા?
- શું દાંતા વિસ્તારના નેતાઓને આ સમસ્યા નથી દેખાતી?


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ