બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / EPFO issues guidelines for higher pension from EPS

રાહત / હોળી પહેલા પેન્શનર્સને મોદી સરકારની ભેટ, કર્મચારીઓને મળશે વધારે પેન્શન, EPFOનું મોટું અપડેટ

Hiralal

Last Updated: 09:15 PM, 20 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને કર્મચારી પેન્શન યોજના (ઇપીએસ) હેઠળ વધારે પેન્શન માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

  • કર્મચારીઓ હવે મેળવી શકશે વધુ પેન્શન
  • EPFOએ વધારે પેન્શન માટે અરજી પ્રોસેસ શરુ કરી
  • ઇપીએફ યોજના હેઠળ પગારમાં ફાળો આપનાર કર્મીઓને મળશે લાભ 

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) એ હોળી પહેલા પેન્શનરોને મોટી ભેટ આપી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ સોમવારે કર્મચારી પેન્શન યોજના (ઇપીએસ) હેઠળ વધારે પેન્શન માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ માટે, EPFOએ 20 ફેબ્રુઆરી 2023 ના રોજ ગાઈડલાઈન જારી કરી છે. આ ગાઇડલાઇન મુજબ જે કર્મચારીઓ ઇપીએસ સ્કીમ હેઠળ વધુ પેન્શન મેળવવા હકદાર હતા પરંતુ તેના માટે અરજી કરી નહોતી, તેઓ હવે વધુ પેન્શન માટે અરજી કરી શકશે. સુપ્રીમના ચુકાદા બાદ EPFOએ આવો નિર્ણય લીધો છે. પેન્શનર્સ 3 માર્ચ 2023 સુધીમાં વધુ પેન્શન મેળવવા માટે અરજીઓ કરી શકશે. 

કર્મચારી અને એમ્પ્લોયર બંને સંયુક્ત રીતે અરજી કરી શકશે

EPFOએ કહ્યું કે આ માટે કર્મચારી અને એમ્પ્લોયર બંને સંયુક્ત રીતે અરજી કરી શકશે. હકીકતમાં, 22 ઓગસ્ટ, 2014 ના ઇપીએસ સુધારામાં પેન્શનપાત્ર પગાર મર્યાદા દર મહિને 6,500 રૂપિયાથી વધારીને 15,000 રૂપિયા પ્રતિ મહિના કરવામાં આવી છે. ઉપરાંત, કર્મચારીઓ અને તેમના નોકરીદાતાઓને ઇપીએસમાં તેમના વાસ્તવિક પગારના 8.33 ટકા ફાળો આપવાની મંજૂરી આપવામાં આવી હતી. નવેમ્બર 2022માં, સુપ્રીમ કોર્ટે કર્મચારી પેન્શન (સુધારા) યોજના, 2014 ને માન્ય રાખી હતી.

ટૂંક સમયમાં બહાર પડશે URL  
EPFOએ કહ્યું કે ટૂંક સમયમાં  યુઆરએલ (યુનિક રિસોર્સ લોકેશન) બહાર પાડવામાં આવશે જે પછી પ્રાદેશિક પીએફ કમિશનર વ્યાપક જાહેર માહિતી માટે નોટિસ બોર્ડ અને બેનર દ્વારા માહિતી આપશે. આ આદેશ મુજબ દરેક અરજીની નોંધણી, ડિજિટલી લોગ ઇન કરવામાં આવશે અને રસીદ નંબર અરજદારને આપવામાં આવશે. EPFOના પરિપત્રમાં એવું પણ જણાવાયું કે સંબંધિત પ્રાદેશિક ભવિષ્ય નિધિ કચેરીના પ્રભારી અધિકારી ઉચ્ચ પગાર પર સંયુક્ત વિકલ્પના દરેક કેસની તપાસ કરશે. આ પછી, અરજદારને ઇ-મેઇલ / પોસ્ટ દ્વારા અને પછી એસએમએસ દ્વારા નિર્ણય વિશે જાણ કરવામાં આવશે. 

કયા કર્મચારીઓને મળશે વધુ પેન્શનનો લાભ 
EPFOએ પરિપત્રમાં એવું જણાવ્યું છે કે વધુ પેન્શન લેવા માટે ફક્ત એવા કર્મચારીઓ હકદાર બનશે કે જેમણે કર્મચારી ભવિષ્ય નિધિ (ઇપીએફ) યોજના હેઠળ ફરજિયાત ઉચ્ચ પગારમાં ફાળો આપ્યો છે અને નિવૃત્તિ પહેલા ઉચ્ચ પેન્શનનો વિકલ્પ પસંદ કર્યો છે. પરિપત્ર મુજબ,  1 સપ્ટેમ્બર 2014 પહેલા કોઈ પણ વિકલ્પનો ઉપયોગ કર્યા વગર નિવૃત્ત થયેલા કર્મચારીઓને પણ તેના સભ્યપદેથી બાકાત રાખવામાં આવ્યા છે. 2014ના સુધારા મુજબ વિકલ્પનો ઉપયોગ કરનારા કર્મચારીઓને જ લાભ આપવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ