બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Engineering work at Ahmedabad Sabarmati station has affected trains

ગુજરાત / 6 ટ્રેનો સંપૂર્ણ તો 9 ટ્રેનો આંશિક રદ, 25 ટ્રેનના રુટ ડાઈવર્ટ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતની આ ટ્રેનો પ્રભાવિત, જાણો કેમ

Dinesh

Last Updated: 07:45 PM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: અમદાવાદના સાબરમતી સ્ટેશન પર એન્જિનિયરિંગ કામના કારણે ટ્રેનોને અસર થઈ છે, અમદાવાદથી પસાર થતી 6 ટ્રેનો સંપૂર્ણ રીતે રદ કરવામાં આવી છે

  • સાબરમતી સ્ટેશને કામને લઈ ટ્રેન વ્યવહાર પ્રભાવિત
  • 6 ટ્રેનોને સંપૂર્ણ રીતે કરવામાં આવી રદ
  • 25 ટ્રેનોના રુટમાં કરવામાં આવ્યો બદલાવ


કૃપિયાએ રેલવે યાત્રીગણ ધ્યાન આપે કારણ કે, તેમના ઉપયોગી સમાચાર ધ્યાને આવ્યા છે. અમદાવાદના સાબરમતી સ્ટેશન પર એન્જિનિયરિંગ કામના કારણે ટ્રેનોને અસર થઈ છે. અમદાવાદથી પસાર થતી 6 ટ્રેનો સંપૂર્ણ રીતે રદ કરવામાં આવી છે. જ્યારે અન્ય 9 ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવી છે.  25 જેટલી ટ્રેનોના રુટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતની ટ્રેનોને અસર થઈ છે. 

રેલવેનું ખાનગીકરણ સમયની માગ અને જરૂરિયાત | indian railways privatization  Modi government

આ ટ્રેનો અમદાવાદ પછી સીધી બોટાદ સ્ટેશને ઊભી રહેશે
પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના સાબરમતી યાર્ડ ખાતે એન્જિનિયરિંગના કામ કાજ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે ભાવનગર ડિવિઝન થઈને દોડતી સુરત-મહુવા (09111) અને બનારસ-વેરાવળ (12946) ટ્રેનોને 11.01.2024ના રોજ તેમના નિર્ધારિત રૂટ અમદાવાદ-ગાંધીગ્રામ-બોટાદને બદલે બદલાયેલા રૂટ અમદાવાદ-વિરમગામ-બોટાદ થઈને દોડશે. બંને ટ્રેનો અમદાવાદ પછી સીધી બોટાદ સ્ટેશને ઊભી રહેશે.

આ ટ્રેન ગાંધીગ્રામ-બોટાદ રૂટ પર દોડશે નહીં
10.01.2024 ના રોજ સુરતથી મહુવા જતી ટ્રેન નંબર 09111 સુરત-મહુવા એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ અમદાવાદ-ગાંધીગ્રામ-બાવળા-ધોળકા-ધંધુકા-બોટાદને બદલે બદલાયેલા રૂટ અમદાવાદ-વિરમગામ-બોટાદ થઇને દોડશે. 11.01.2024 ગુરુવારના રોજ અમદાવાદ પહોંચ્યા પછી, આ ટ્રેન ગાંધીગ્રામ-બોટાદ રૂટ પર દોડશે નહીં, જેના કારણે આ ટ્રેન ગાંધીગ્રામ, બાવળા, ધોળકા અને ધંધુકા સ્ટેશન પર ઊભી રહેશે નહીં. 

ભારતીય રેલવેનો મોટો નિર્ણય: 10 હજાર પદ કાયમ માટે રદ કરાશે, ક્યારેય નહીં થાય  ભરતી | railway board more than ten thousand posts of ncr railway can be  surrendered

વાંચવા જેવું: બાળકો તોફાન કરે તોય હવે શિક્ષકો નહીં આપી શકે આવી સજા, નહીંતર શાળા પર લાગી જશે તાળું: નવો આદેશ

આ ટ્રેન સરખેજ-બાવળા-ધંધુકા-બોટાદ રૂટ પર દોડશે નહીં
તારીખ 10ના રોજ બનારસથી વેરાવળ સુધી દોડતી ટ્રેન નંબર 12946 બનારસ-વેરાવળ સુપરફાસ્ટ ટ્રેન તેના નિર્ધારિત રૂટ અમદાવાદ-સરખેજ-બાવળા-ધંધુકા-બોટાદને બદલે બદલાયેલા રૂટ અમદાવાદ-વિરમગામ-બોટાદ થઇને દોડશે. 11 જન્યુઆરી 2024 ગુરુવારના રોજ અમદાવાદ પહોંચ્યા પછી, આ ટ્રેન સરખેજ-બાવળા-ધંધુકા-બોટાદ રૂટ પર દોડશે નહીં, જેના કારણે આ ટ્રેન સરખેજ, બાવળા અને ધંધુકા સ્ટેશન પર ઊભી રહેશે નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ