બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ટેક અને ઓટો / elon musk launches xAI team consist of former google bard and microsoft openai

ગજબ / ChatGPT ને ટક્કર આપવા Elon Musk એ લોન્ચ કરી 'xAI', ટીમમાં AIના ગોડફાધર પાસેથી ભણેલા લોકો સામેલ, જાણો ડિટેલ્સ

Arohi

Last Updated: 12:39 PM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Elon Musk Launches xAI: અરબપતિ એલન મસ્કે બુધવારે એક નવુ Startup શરૂ કરવાની જાહેરાત કરી છે. આ એક આર્ટીફીશિયલ ઈન્ટેલિજન્સ સ્ટાર્ટઅપ છે. જેનું નામ xAI છે.

  • એલન મસ્કે નવા સ્ટાર્ટઅપની કરી જાહેરાત 
  • Elon Musk એ લોન્ચ કરી 'xAI'
  • ChatGPT ને  મળશે સીધી ટક્કર 

અબજપતિ એલન મસ્કે બુધવારે એક નવા સ્ટાર્ટઅપની જાહેરાત કરી છે. આ એક આર્ટીફીશિયલ ઈન્ટેલિજન્સ સ્ટાર્ટઅપ છે. જેનું નામ xAI છે. બુધવારે એલન મસ્કે આ સ્ટાર્ટઅપની વેબસાઈટ પણ લોન્ચ કરી છે. આ નવા સ્ટાર્ટઅપની ટીમમાં Google અને માઈક્રોસોફ્ટના એન્જિનિયર્સ શામેલ છે. 

ટ્વીટ કરી આપી જાણકારી 
આ સ્ટાર્ટઅપનું નેતૃત્વ અરબપતિ એલન મસ્ક કરશે. આ નવા સ્ટાર્ટઅપને લઈને 14 જુલાઈએ એક Twitter Spaces ઈવેન્ટનું પણ આયોજન કરવામાં આવવાનું છે. એલન મસ્કે આ સ્ટાર્ટઅપ શરૂઆત કરવાની જાણકારી એક ટ્વીટ દ્વારા બુધવારે આપી. 

સ્ટેટ ફાઈલિંગથી મળેલી જાણકારી અનુસાર એલન મસ્કે માર્ચના મહિનામાં x.AI Corp નામની એક ફર્મને Nevadaમાં રજીસ્ટર કર્યું હતું. આ ફર્મમાં એલન મસ્ક ડાયરેક્ટરની ભુમિકામાં પણ છે. ત્યાં જ Jared Birchall આ ફર્મમાં સેક્રેટરીના રીતે કામ કરશે. જે એલન મસ્કના ફેમિલી ઓફિસના મેનેજિંગ ડાયરેક્ટર પણ છે. 

શરૂઆત થતા જ સ્ટાર્ટઅપમાં બહાર પડી નોકરી 
સ્ટાર્ટઅપની શરૂઆતની સાથે જ એલન મસ્કે વેકેન્સી પણ જાહેર કરી દીધી છે. આ નવા સ્ટાર્ટઅપની વેબસાઈટ પર એક એપ્લિકેશન ફોર્મ છે. જેના દ્વારા આ સ્ટાર્ટઅપનો ભાગ બનવાની ઈચ્છા ધરાવતા કેન્ડિડેટ અરજી કરી શકે છે. આ સ્ટાર્ટઅપની હાલની ટીમ DeepMind, OpenAI, Google Research, Microsoft Research, Tesla અને ટોરન્ટો યુનિવર્સિટીનું છે. 

ChatGPT અને Bard સાથે ટક્કર 
એપ્રિલના મહિનામાં એલન મસ્કે કહ્યું હતું કે તે એક એવા આર્ટીફીશિયલ ઈન્ટેલિજન્સની શરૂઆત કરશે જે હકીકતના ખૂબ જ નજીક હશે. આ સ્ટાર્ટઅપ માઈક્રોસોફ્ટના OpenAIના ChatGPT અને ગુગલના Bardને ટક્કર આપશે. 

જોકે થોડા દિવસોમાં એલન મસ્ક આર્ટીફિશિય ઈન્ટેલિજન્સ એટલે કે AIના નકારાત્મક અસર પર પણ ઘણી વખત સવાલ ઉઠાવી ચુક્યા છે. તેને માનવતા માટે ખતરો પણ કહી ચુક્યા છે. આજ કારણ છે કે તે હકીકતમાં ખૂબ જ નજીકના AIની વાત કરી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ