બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Effect of VTV NEWS report on Surat Civil Hospital

VTV Impact / અહેવાલ બાદ સુરતની નવી સિવિલમાં ધૂળ ખાતા વેન્ટિલેટરને લઇ તંત્ર હરકતમાં, સત્તાધીશો પાસે માંગ્યો ખુલાસો

Malay

Last Updated: 01:12 PM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

VTV NEWSના અહેવાલ બાદ સુરત નવી સિવિલ હોસ્પિટલનું વહીવટી તંત્ર આવ્યું હરકતમાં, સિવિલ હોસ્પિટલમાં ધૂળ ખાઈ રહેલા વેન્ટિલેટરોની સાફ સફાઈ કરવામાં આવી છે. સાથે જ તેની ઉપર કવર ઢાંકી દેવામાં આવ્યા છે.

 

  • સુરતમાં VTV NEWSના અહેવાલની અસર 
  • VTV NEWS ફરી બન્યું લોકોનો અવાજ
  • વેન્ટિલેટરની સાફ સફાઈ કરવામાં આવી

સામાજિક જવાબદારી નિભાવવામાં હંમેશા અગ્રેસર રહેતા VTV NEWSના સચોટ અને અસરદાર અહેવાલનો ફરી એક વખત પડઘો પડ્યો છે. VTV NEWSએ સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ધૂળ ખાતા વેન્ટિલેટર મામલે અહેવાલ પ્રસારિત કર્યો હતો. VTV NEWSના અહેવાલ બાદ સિવિલ તંત્ર હરકતમાં આવ્યું છે. 

અહેવાલ બાદ વેન્ટિલેટરની કરાઈ સાફ સફાઈ 
નવી સિવિલમાં ધૂળ ખાતા વેન્ટિલેટર મામલે તંત્ર હરકતમાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા વેન્ટિલેટરની સાફ સફાઈ કરાવવામાં આવી છે. જે વેન્ટિલેટરો પર ધૂળના થર જામી ગયા હતા, તે વેન્ટિલેટરોની યોગ્ય રીતે સાફ સફાઈ કરવામાં આવી છે.  ફક્ત એટલું જ નહીં વેન્ટિલેટરની સાફ સફાઈ કરીને તેની ઉપર કવર ઢાંકી દેવામાં આવ્યા છે. મામલો ઉજાગર થયા બાદ તાબડતોબ વેન્ટિલેટર માટે કવર બનાવડાવવામાં આવ્યા છે. 

વેન્ટિલેટર પર ઢાંકી દેવામાં આવ્યા કવર
લગભગ 30થી 40 જેટલા વેન્ટિલેટરની ઉપર કવર ઢાંકી દેવામાં આવ્યા છે. જોકે, હજુ પણ 50 જેટલા વેન્ટિલેટર પર કવર ઢાંકવામાં આવ્યા નથી. આ કવર બનાવવા માટે ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. આજ સાંજ સુધીમાં આ તમામ વેન્ટિલટરને  કવર કરી દેવામાં આવશે.

શું છે સમગ્ર મામલો?
તાજેતરમાં જ વીટીવી ન્યૂઝની ટીમ સુરત નવી સિવિલમાં હોસ્પિટલ ખાતે પહોંચી હતી. આ દરમિયાન સુરત સિવિલ હોસ્પિટલની મોટી બેદરકારી સામે આવી હતી. VTV NEWSની તપાસમાં સિવિલ હોસ્પિટલ ખાતે વેન્ટિલેટર ધૂળ ખાતા જોવા મળ્યા હતા. નવી સિવિલમાં પ્રથમ માળે PM કેરમાંથી મળેલા 100થી વધુ વેન્ટિલેટર ધૂળ ખાઈ રહ્યા હતા. VTV NEWSએ ધૂળ ખાતા વેન્ટિલેટરનો અહેવાલ પ્રસારિત કર્યો હતો.

સિવિલ સત્તાધીશો પાસે માંગવામાં આવ્યો હતો ખુલાસો
VTV NEWSના અહેવાલ બાદ ગાંધીનગરથી સિવિલ સત્તાધીશો પાસે ખુલાસો પણ માંગવામાં આવ્યો હતો. જે બાદ સિવિલ હોસ્પિટલનું વહીવટી તંત્ર દોડતું થયું હતું. તંત્રએ તાત્કાલિક વેન્ટિલેટરની સાફ સફાઈ કરાવી હતી.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ