બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ભારત / વિશ્વ / education study abroad australia set to tighten study visa rules

ફેરફાર / ઓસ્ટ્રેલિયા સરકારે વિઝાના નિયમો બનાવ્યા કડક, ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો

Ajit Jadeja

Last Updated: 09:38 AM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્નાતક વિઝા માટે IELTS સ્કોર 6.0 થી વધારીને 6.5 કરાયો છે. સ્ટુડન્ટ વિઝા માટે IELTS 5.5 થી વધારી 6.0 કરાયો છે

Australia Visa Latest News: ઓસ્ટ્રેલિયા અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયન સરકારે વિઝાના નિયમો કડક બનાવ્યા છે. વિદ્યાર્થીની જેન્યુઈન સ્ટુડન્ટ ટેસ્ટ લેવામાં આવશે. જ્યારે સ્નાતક વિઝા માટે IELTS સ્કોર 6.0 થી વધારીને 6.5 કરાયો છે. સ્ટુડન્ટ વિઝા માટે IELTS 5.5 થી વધારી 6.0 કરાયો છે. ઉપરાંત અરજીકર્તાઓએ 24505 ડોલરની બચત બતાવવી પડશે. 

વિદ્યાર્થીએ 24.50 હજાર ડોલરની બચત બતાવવી પડશે

કેનેડા બાદ ઓસ્ટ્રેલિયા જવું ભારતીય વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ બનશે. કેમ કે ઓસ્ટ્રેલિયા સરકારે વિઝાના નિયમો કડક બનાવ્યા છે. વિદ્યાર્થીઓનો વિઝાની પ્રક્રિયા સાથે  જેન્યુઇન સ્ટુડન્ટ ટેસ્ટ લેવાશે. વિદ્યાર્થી ખરેખર અભ્યાસ માટે જઇ રહ્યો છે કે કેમ તે અંગે નિર્ણય લેવાશે. આ ઉપરાંત વિઝા માટે અરજી કરનાર વિદ્યાર્થીએ 24.50 હજાર ડોલરની બચત બતાવવી પડશે.

IELTS 5.5 થી વધીને 6.0 થશે

કેનેડા અને યુકે પછી ઓસ્ટ્રેલિયા અભ્યાસ વિઝા માટે તેના ઇમિગ્રેશન નિયમોને વધુ કડક બનાવવાની તૈયારી કરી છે.  23 માર્ચથી જેન્યુઈન સ્ટુડન્ટ જરૂરિયાત વિદ્યાર્થી વિઝા માટે જેન્યુઈન ટેમ્પરરી એન્ટ્રન્ટની નિયમોમાં બદલાવ કર્યો છે. આ ફેરફારની જાહેરાત 11 ડિસેમ્બર, 2023 ના રોજ કરવામાં આવી હતી, પરંતુ તે 23 માર્ચ 2024 પછી ફાઇલ કરાયેલ વિઝા અરજીઓ પર જ લાગુ થશે. અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયામાં અસ્થાયી રૂપે રહેવા અને પછી વતન પરત જવાના ઈરાદાને દર્શાવવા માટે GTE સ્ટેટમેન્ટ વિઝા અરજી પ્રક્રિયાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. નવા નિયમો મુજબ ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા માટે IELTS સ્કોર વધીને 6.5 થશે. વિદ્યાર્થી વિઝા માટે IELTS 5.5 થી વધીને 6.0 થશે. જ્યારે “TGV માટે ટેસ્ટ વેલિડિટી વિન્ડો 3 વર્ષથી ઘટીને 1 વર્ષ થશે. TGV અરજદારોએ વિઝાની અરજીની તારીખથી એક વર્ષમાં અંગ્રેજી ભાષાની પરીક્ષા પુર્ણ કરવાની છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં નશેડી પોલીસકર્મીએ દારુના નશામાં બાઈક પર ચઢાવી કાર, પરિવાર લોહીલુહાણ થયો

વિદ્યાર્થીઓનું ક્રોસ વેરિફિકેશન થશે

વધુમાં ઓસ્ટ્રેલિયન સરકારે તમામ વિદેશી વિદ્યાર્થીઓ માટે એક નવી પરીક્ષા પણ લેવામાં આવનાર છે. ઉચ્ચ જોખમ ધરાવતા વિદ્યાર્થીઓની અરજીઓની હવે ચકાસણી કરવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થી વિઝા માટે પાત્ર બનવા માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની બચતની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અરજદારોએ હવે બચતમાં $24,505નો પુરાવો રજુ કરવો પડશે. બતાવવાની જરૂર છે. ઓસ્ટ્રેલિયન સરકાર અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓના પુરાવા, ઇમિગ્રેશન ,વિઝાની શરતો સહિત સંખ્યાબંધ પરિબળો ધ્યાનમાં રાખી કેન્દ્રીત કર્યા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ