બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / આરોગ્ય / eat Makhana in morning for healthy stomach Makhana Health Benefits

તમારા કામનું / બ્લડ શુગર કંટ્રોલ રહેવાથી લઈને વેટ લોસ સુધી મખાના ખાવાના છે ઘણા ફાયદા, આજથી જ ખાવાનું શરૂ કરી દો

Arohi

Last Updated: 02:16 PM, 26 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ફિટ રહેવા માંગતા હોવ તો તમારા ડાયટ પ્લાનમાં નિયમિતપણે મખાનાને સામેલ કરો. મખાનામાં ઘણા પોષક તત્વો મળી આવે છે, જે શરીરને દરેક રીતે ફાયદો કરે છે.

  • મખાના કેલ્શિયમનો એક મોટો સ્ત્રોત 
  • તેના સેવનથી એનર્જીને કરી શકાશે બૂસ્ટ 
  • પાચનતંત્રને વધુ સારૂ બનાવવામાં કરે છે મદદ 

ઉપવાસ દરમિયાન મખાનાનો ખૂબ ઉપયોગ થાય છે. મખાનાની ખીર, ફ્રાય મખાના બનાવીને લોકો ખૂબ ખાય છે. મખાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનું સેવન માત્ર ઉપવાસ દરમિયાન જ નહીં પરંતુ સવારે ખાલી પેટ નાસ્તામાં પણ કરવું જોઈએ. 

મખાનાને કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. તેના વપરાશ દ્વારા ઉર્જા વધારી શકાય છે. તે પાચનને સુધારવામાં પણ મદદ કરે છે. તેથી મોટાભાગના લોકો ઉપવાસ દરમિયાન તેનું સેવન કરે છે. 

મખાનામાં હોય છે ઘણા પોષકતત્વો 
પરંતુ જો તમે દરરોજ તમારા ડાયેટ પ્લાનમાં મખાનાનો સમાવેશ કરો છો તો તે તમારા શરીર માટે વધુ સારું રહેશે. તે બ્લડ શુગરથી લઈને કોલેસ્ટ્રોલ સુધી કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને જેના દ્વારા વધતા વજનને સરળતાથી ઘટાડી શકાય છે. 

મખાનામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન જેવા અનેક પોષક તત્વો મળી આવે છે. જેના કારણે આપણા હાડકા પણ મજબૂત બને છે. આવો જાણીએ સવારના નાસ્તામાં મખાના ખાવાના ફાયદા.

બ્લડ શુગર લેવલ કરે છે કંટ્રોલ 
મખાનામાં સારી માત્રામાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ જોવા મળે છે. જેના કારણે તે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે. ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ નિયમિતપણે મખાનાનું સેવન કરવું જોઈએ.

હાર્ટને રાખે છે હેલ્ધી 
મખાના હૃદયના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. મખાનાના સેવનથી હૃદય સંબંધિત તમામ બીમારીઓ દૂર થાય છે અને તે બીપીને પણ કંટ્રોલ કરે છે.

વજન ઘટે છે
જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો, તો આજે જ તમારા ડાયેટ પ્લાનમાં મખાનાનો સમાવેશ કરો. મખાનામાં પ્રોટીન અને ફાઈબરના પોષક તત્વો હોય છે જે વજન ઘટાડવામાં મહત્વનો ભાગ ભજવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ